Breaking News : પુતિન બાદ હવે જગત જમાદાર ટ્રમ્પ યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરશે મુલાકાત, તારીખ થઈ નક્કી..
અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચેની બેઠક બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકા જઈ રહ્યા છે. ટ્રમ્પે પુતિન સાથેની વાતચીત બાદ ઝેલેન્સકી અને નાટો નેતાઓ સાથે વાત કરી હતી. મહત્વનું છે કે મિટિંગ પહેલા ઝેલેન્સકીએ એક માંગ કરી છે

અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની મુલાકાત બાદ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અમેરિકા જઈ રહ્યા છે. ટ્રમ્પે પુતિન સાથે વાત કર્યા બાદ ફોન પર ઝેલેન્સકી અને નાટો નેતાઓ સાથે વાત કરી. ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન ત્રિપક્ષીય બેઠક માટે તૈયાર છે અને શાંતિ સ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો કરશે. તેમણે રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય વાટાઘાટોને ટેકો આપ્યો.
અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની મુલાકાત બાદ ફરી એકવાર વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. આ 3 કલાકની બેઠક અંગે હજુ પણ સસ્પેન્સ છે. જોકે, બેઠક બાદ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે પુતિન યુદ્ધવિરામ માટે સંમત થયા નથી. તે જ સમયે, હવે યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકા તરફ વળવાના છે.
પુતિનને મળ્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સહિત તમામ નાટો નેતાઓ સાથે ફોન પર લાંબી વાતચીત કરી, ત્યારબાદ ઝેલેન્સકીએ હવે સોમવારે અમેરિકા જવાનું નક્કી કર્યું છે.
ઝેલેન્સકીએ શું કહ્યું?
ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીતની માહિતી આપતા ઝેલેન્સકીએ કહ્યું, “અમારી શનિવારે લાંબી વાતચીત થઈ. યુક્રેન ત્રિપક્ષીય બેઠક (રશિયા, યુક્રેન અને અમેરિકા) માટે તૈયાર છે.”
ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું-
યુક્રેન શાંતિ સ્થાપિત કરવા માટે મહત્તમ પ્રયાસો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમે રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ત્રિપક્ષીય વાટાઘાટોને સમર્થન આપીએ છીએ. આ બેઠક આપણી વચ્ચેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સાથે ઝેલેન્સકીએ મિટિંગ દરમ્યાન પુતિન પણ હાજર રહે તેવી માંગ કરી છે.
We had a long and substantive conversation with @POTUS. We started with one-on-one talks before inviting European leaders to join us. This call lasted for more than an hour and a half, including about an hour of our bilateral conversation with President Trump.
Ukraine reaffirms… pic.twitter.com/64IPVhtFaB
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 16, 2025
ગઈકાલે સાંજે, અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે એક બેઠક જોવા મળી હતી. ટ્રમ્પે આ બેઠકને સકારાત્મક ગણાવી હતી, પરંતુ તેઓ યુદ્ધવિરામ મેળવી શક્યા ન હતા.
