ચંદ્ર ઉપર પહોંચનાર હવે પૃથ્વી પર કોલ કરી સલામત લેન્ડિંગની ખબર આપી શકશે, જાણો કંઈ રીતે ?

પહેલા ચંદ્ર ઉપર પહેલું ડગલું આશ્ચર્ય હતું. ત્યારબાદ ચંદ્ર ઉપર જમીનની માલિકી. અને હવે વિજ્ઞાન એક કદમ આગળ વધી ચંદ્ર ઉપર સેલ્યુલર નેટવર્ક સ્થાપવા જઈ રહ્યું છે. ચંદ્ર પર પ્રથમ સેલ્યુલર નેટવર્ક બનાવવા માટે નોકિયાની પસંદગી નાસા દ્વારા કરાઇ છે. યુએસ સ્પેસ એજન્સી અનુસાર ભવિષ્યમાં મનુષ્ય  ફરી ચંદ્ર પર જશે. અને વસાહતો સ્થાપિત કરશે. નાસાએ […]

ચંદ્ર ઉપર પહોંચનાર હવે પૃથ્વી પર કોલ કરી સલામત લેન્ડિંગની ખબર આપી શકશે, જાણો કંઈ રીતે ?
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 20, 2020 | 1:42 PM
પહેલા ચંદ્ર ઉપર પહેલું ડગલું આશ્ચર્ય હતું. ત્યારબાદ ચંદ્ર ઉપર જમીનની માલિકી. અને હવે વિજ્ઞાન એક કદમ આગળ વધી ચંદ્ર ઉપર સેલ્યુલર નેટવર્ક સ્થાપવા જઈ રહ્યું છે. ચંદ્ર પર પ્રથમ સેલ્યુલર નેટવર્ક બનાવવા માટે નોકિયાની પસંદગી નાસા દ્વારા કરાઇ છે.
યુએસ સ્પેસ એજન્સી અનુસાર ભવિષ્યમાં મનુષ્ય  ફરી ચંદ્ર પર જશે. અને વસાહતો સ્થાપિત કરશે. નાસાએ 2024 સુધીમાં મનુષ્યને ચંદ્ર પર લઈ જવા અને તેના આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ ત્યાં લાંબો સમય ઉપસ્થિતિ દર્જ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

નોકિયાએ યોજનામાં તેની ભૂમિકાને લઇ કહ્યું છેકે અંતરિક્ષમાં પ્રથમ વાયરલેસ બ્રોડબેન્ડ કમ્યુનિકેશન સિસ્ટમ 2022 ના અંતમાં ચંદ્ર સપાટી પર બનાવવામાં આવશે. આ માટે કંપની ટેક્સાસ સ્થિત ખાનગી સ્પેસ ક્રાફ્ટ ડિઝાઇન કંપની ઇન્ટ્યુટિવ મશીન સાથે ભાગીદારી કરશે. જે નોકિયાના ઉપકરણોને ચંદ્ર પર  પહોંચાડવાનું કામ કરશે. નેટવર્ક પોતાને કોન્ફીગર  કરશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અને ચંદ્ર પર 4G / LTEકોમ્યુનિકેશન સિસ્ટમ સ્થાપિત કરશે. નોકિયાએ આટલેથી ન અટકી અપગ્રેડેશન સાથે નેટવર્ક 5G પર સ્વિચ કરશે.  નેટવર્ક અવકાશયાત્રીઓને વોઈસ અને વિડિઓ કોમ્યુનિકેશન  સુવિધા તેમજ ટેલિમેટ્રી અને બાયોમેટ્રિક ડેટા વિનિમયની સુવિધા સાથે  રોવર્સ અને અન્ય રોબોટિક ઉપકરણોને ઇન્સ્ટોલ અને રીમોટ કંટ્રોલથી ઓપરેટ કરવા સપોર્ટ કરશે.

નેટવર્કને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે તે ચંદ્ર પર લોન્ચિંગ અને લેન્ડિંગની વિષમ પરિસ્થિતિઓમાં પણ તે  ટકી શકશે.  કદ, વજન અને વિજળીની કમીને ધ્યાનમાં રાખી તેને ચંદ્ર પર ખૂબ જ કોમ્પેક્ટ સ્વરૂપમાં મોકલાશે. આ તડામાર તૈયારીઓ અને આયોજનોને જોતા ચંદ્ર ઉપર પહોંચનાર હવે ભવિષ્યના લોકો જો લેન્ડિંગ બાદ ઘરે કોલ કરી સલામત પહોંચી ગયા હોવાની ખબર આપે તો નવાઈ નહિ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">