રાણી એલિઝાબેથ વર્ષમાં બે વાર જન્મદિવસ ઉજવતા હતા, આ છે તેનું કારણ

|

Sep 08, 2022 | 11:34 PM

રાણી એલિઝાબેથ(Queen Elizabeth) વર્ષમાં બે વાર પોતાનો જન્મદિવસ ઉજવતા હતા. વાસ્તવમાં એલિઝાબેથ-દ્વિતીય એ 2 જૂન, 1953ના રોજ બ્રિટનની ગાદી સંભાળી હતી અને બ્રિટનની સાથે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા ઘણા કોમનવેલ્થ દેશોના રાણી પણ હતા

રાણી એલિઝાબેથ વર્ષમાં બે વાર જન્મદિવસ ઉજવતા  હતા, આ છે તેનું  કારણ
Queen elizabeth

Follow us on

બ્રિટનની રાણી એલિઝાબેથ(Queen Elizabeth)  દ્વિતીયનું નિધન થયું છે. રાણી એલિઝાબેથ 96 વર્ષની હતા અને 70 વર્ષ સુધી બ્રિટન પર શાસન કર્યું. આ અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ડોક્ટર મહારાણી એલિઝાબેથના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા. તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેની બાદ કહેવામાં આવ્યું છે કે રાણી એલિઝાબેથનું નિધન થઈ ગયું છે. એલિઝાબેથના મૃત્યુ સાથે, તેના જીવન સાથે જોડાયેલી ઘટનાઓ ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહી છે. જેમાં વર્ષમાં બે વાર જન્મદિવસની ઉજવણી વાત શેર કરવામાં આવી રહી છે.

વાસ્તવમાં, રાણી એલિઝાબેથ વર્ષમાં બે વાર પોતાનો જન્મદિવસ ઉજવતા હતા. વાસ્તવમાં એલિઝાબેથ-દ્વિતીય એ 2 જૂન, 1953ના રોજ બ્રિટનની ગાદી સંભાળી હતી અને બ્રિટનની સાથે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા ઘણા કોમનવેલ્થ દેશોના રાણી પણ હતા. ત્યારથી તેમનો જન્મદિવસ બે વાર ઉજવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ. તો જાણી લો કે તે ક્યારે પોતાનો જન્મદિવસ બે વાર સેલિબ્રેટ કરે છે અને તેની પાછળનું કારણ શું છે.

જેમાં બ્રિટનના રાણીનો જન્મદિવસ 21 એપ્રિલે ઉજવવામાં આવે છે. પરંતુ, બ્રિટનની ગાદી મળ્યા બાદ તેમનો બીજો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો. આ જન્મદિવસ તેમનો સત્તાવાર જન્મ દિવસ છે અને આ જન્મદિવસ સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે અને આ દિવસે પરેડ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમનો બીજો જન્મદિવસ જૂનમાં આવે છે, એવું કહેવાય છે કે આ મહિનામાં સારું હવામાન છે. તેથી જ બીજો જન્મ દિવસ 17મી જૂને ઉજવવામાં આવે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

શા માટે 17મી જૂન નક્કી કરવામાં આવી?

હવે પ્રશ્ન એ છે કે બીજો સત્તાવાર જન્મદિવસ માટે 17મી જૂનનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? આ પ્રશ્નનો જવાબ મેળવવા ઈતિહાસના પાના ફેરવવા પડશે. હકીકતમાં, સત્તાવાર જન્મદિવસની શરૂઆત વર્ષ 1748 માં રાજા જ્યોર્જ II ની જાહેરાત સાથે થઈ હતી. શાહી પરિવારના કોઈપણ રાજકુમાર અથવા સિંહાસન સંભાળનાર વ્યક્તિના જન્મદિવસ પર મોટી ઉજવણી કરવામાં આવશે અને પરેડનું આયોજન કરવામાં આવશે.

આ પછી, જ્યારે એડબર્ડે ગાદી સંભાળી, ત્યારે તેનો જન્મદિવસ ઉજવવાનો હતો. પરંતુ તેનો જન્મદિવસ નવેમ્બર મહિનામાં આવતો હતો ત્યારે ખૂબ જ ઠંડી પડે છે. આવી સ્થિતિમાં તે જૂનમાં ઉજવવાનું શરૂ થયું અને તે સમયે તે 17 જૂન નક્કી કરવામાં આવી હતી. ત્યારથી, અહીં સિંહાસન સંભાળનાર રાજા 17 જૂને તેમનો સત્તાવાર જન્મદિવસ ઉજવે છે. આ દિવસે પરેડ વગેરેનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે 14 મોટા અધિકારીઓ, લગભગ 200 ઘોડા અને સૈનિકો સામેલ છે. આ સિવાય 400 સંગીતકારો ભેગા થાય છે અને સંગીત દ્વારા દિવસને યાદગાર બનાવે છે.

Published On - 11:31 pm, Thu, 8 September 22

Next Article