AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેમ મનાવવામાં આવે છે લીપ વર્ષ? જાણો દુનિયામાં 29 ફેબ્રુઆરીએ કેવી કેવી ઘટનાઓ ઘટી હતી?

આપણે જાણીએ છીએ કે વર્ષના મહિનાના દિવસ 31 અથવા 30 હોય છે. પરંતુ એક ફેબ્રુઆરી જ એક એવો મહિનો છે, જેના દિવસો 28 કે 29 હોય છે. તેની પાછળ મહત્વનું વૈજ્ઞાનીક કારણ રહેલું છે. પૃથ્વીને સૂર્યનું ચક્કર લગાવતા 365.242 દિવસ લાગે છે. પરંતુ વર્ષમાં સામાન્ય રીતે 365 દિવસ જ હોય છે. આ વધારાના 0.242 દિવસને […]

કેમ મનાવવામાં આવે છે લીપ વર્ષ? જાણો દુનિયામાં 29 ફેબ્રુઆરીએ કેવી કેવી ઘટનાઓ ઘટી હતી?
| Updated on: Feb 29, 2020 | 7:45 AM
Share

આપણે જાણીએ છીએ કે વર્ષના મહિનાના દિવસ 31 અથવા 30 હોય છે. પરંતુ એક ફેબ્રુઆરી જ એક એવો મહિનો છે, જેના દિવસો 28 કે 29 હોય છે. તેની પાછળ મહત્વનું વૈજ્ઞાનીક કારણ રહેલું છે. પૃથ્વીને સૂર્યનું ચક્કર લગાવતા 365.242 દિવસ લાગે છે. પરંતુ વર્ષમાં સામાન્ય રીતે 365 દિવસ જ હોય છે. આ વધારાના 0.242 દિવસને પૂરા કરવા માટે 4 વર્ષ જેટલો સમય લાગે છે. જેમાં એક આખો દિવસ જોડી દેવામાં આવે છે.

why celebrating leap year? know the history of 29 february kem manavavama aave che leap year? jano duniya ma 29 february e kevi kevi ghatnao gati hati?

આવું એટલા માટે કરવામાં આવે છે, કારણ કે દર વર્ષે વધારાના આ 0.242 દિવસ સમયને ગણતરીમાં ન લઈ શકાય. આ સમય 4 વર્ષે 1 દિવસનો સમય બને છે. દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ એક દિવસને જોડી દેવામાં આવે છે, માટે આ વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લીપ વર્ષ ઘણા લોકો માટે ખુબ જ ખાસ પણ હોય છે. જેમનો જન્મદિવસ અને લગ્નની તારીખ 29 ફેબ્રુઆરીએ આવે છે. તેઓને પોતાના આ ખાસ દિવસની ઉજવણી 4 વર્ષે એક વખત કરવા મળે છે. 29 ફેબ્રુઆરીનો ઈતિહાસ પણ ખુબ જ ખાસ છે, આ દિવસે દેશદુનિયામાં પણ ઘણી ઘટનાઓ ઘટી છે. જે ઈતિહાસના પાનાઓમાં અમર થઈ ચૂકી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચાલો જાણીએ 29 ફેબ્રુઆરી એટલે કે લીપ વર્ષમાં કેવી કેવી ઘટનાઓ ઘટી હતી?

1. વર્ષ 1504 – પશ્ચિમ તરફની પોતાની ચોથી યાત્રા દરમિયાન ક્રિસ્ટોફર કોલંબસ જમૈકામાં ફસાઈ ગયા હતા. જ્યારે તેમની પાસે ખાવાપીવાની વસ્તુઓ ખતમ થઈ ગઈ, ત્યારે તેમણે આ દિવસે લોકોને ચંદ્રગ્રહણથી ડરાવી પોતાના સાથીઓ માટે ખાવાની વ્યવસ્થા કરી હતી.

2. વર્ષ 1744 – ‘રોયલ સોસાયટી ઓફ લંડનના સભ્ય જ્હોન થિયોફિલસ ડેજાગ્યુએલિયેનું નિધન થયુ હતું.

3. વર્ષ 1780 – બેંજામિન ફ્રેંકલિને ઓમિક્રાન ડેલ્ટા ઓમેગા સહએડ બિરાદરીની સ્થપના કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

4. વર્ષ 1796 – અમેરિકાના રાષ્ટ્રપતિએ સંધિના અમલની જાહેરાત કરી હતી, ત્યારબાદ બ્રિટન સાથે અમેરિકાના કેટલાય વિવાદોનો અંત આવ્યો હતો.

5. વર્ષ 1856 – રશિયા અને તુર્કી વચ્ચે યુદ્ધ વિરામ થયું.

6. વર્ષ 1896 – ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મદિવસ.

7. વર્ષ 1904 – ‘ભરતનાટ્યમના જાણીતા નૃત્યાંગના રુક્મણિ દેવી અરુંડેલનો જન્મદિવસ.

8. વર્ષ 1940 – હોલિવુડ અભિનેત્રી હૈતી મૈકડેનિયલે ફિલ્મ ગોન વિથ ધ વિંડમાટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ જીત્યો. તેઓ આ પુરસ્કાર જીતનારી પ્રથમ આફ્રિકી અમેરીકન અભિનેત્રી બન્યા.

આ પણ વાંચો: ફરી જોવા મળશે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચનો રોમાંચ, દુબઈમાં ટકરાશે બંને ટીમ

9. વર્ષ 2000 – ભારત સરકારે સેનાના ખર્ચમાં 28.2 ટકાનો વધારો કર્યો, સાથે જ કાયમી સરકારી નોકરીઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી.

10. વર્ષ 2004 – ઓસ્કર એવોર્ડ્સમાં ધ લોર્ડ ઓફ ધ રિંગ; ધ રીટર્ન ઓફ ધ કિંગફિલ્મે બધાના રેકોર્ડ તોડી 11 પુરસ્કારો જીત્યા.

11. વર્ષ 2008 – પાકિસ્તાનના પેશાવરમાં આતંકવાદી હુમલામાં 44 લોકોના મોત થયા હતા.

12. વર્ષ 2016 – પાકિસ્તાનમાં મુમતાઝ કાદરીને પંજાબના ઉદારમતવાદી રાજ્યપાલ સલમાન તાસીરની હત્યા કરવા બદલ રાવલપિંડીની અડિયાલા જેલમાં ફાંસી આપવામાં આવી. વર્ષ 2011માં કાદરીએ ઈસ્લામાબાદના એક બજારમાં તાસીરને 28 ગોળીઓ મારી તેની હત્યા કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">