વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા! WHOએ આપી ચેતવણી, જાણો કેમ વધી રહ્યા છે કેસો

|

Mar 17, 2022 | 1:58 PM

ગયા અઠવાડિયાની તુલનામાં વૈશ્વિક સ્તરે નવા ચેપમાં 8 ટકાનો વધારો થયો છે. 7-13 માર્ચ દરમિયાન 1.1 કરોડ નવા કેસ અને 43,000થી વધુ લોકોના મૃત્યુ નોંધાયા.

વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા! WHOએ આપી ચેતવણી, જાણો કેમ વધી રહ્યા છે કેસો
PC- AFP

Follow us on

વિશ્વભરમાં કોવિડ-19 (Covid-19 Worldwide Cases)ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોવિડ (Covid)ના આ વધતા આંકડાઓને કારણે મોટી સમસ્યા ઉભી થઈ શકે છે, કારણ કે ઘણા દેશોમાં કોવિડ ટેસ્ટિંગ રેટમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) વિશ્વભરના દેશોને વાઈરસ સામે સતર્ક રહેવાની ચેતવણી આપી છે. WHOએ કહ્યું કે છેલ્લા એક મહિનાથી વિશ્વભરમાં કોવિડના કેસોમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. એશિયા અને ચીનના જિલિન પ્રાંતમાં કોવિડના વધતા જતા કેસોને જોતા લોકડાઉન લાગુ કરવું પડ્યું છે.

WHOએ કહ્યું કે ઘણા પરિબળોના સંયોજનને કારણે કોવિડ કેસમાં વધારો થયો છે. આમાં ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિએન્ટ અને તેનો BA.2 સબલાઈનેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાહેર આરોગ્ય અને સામાજિક પગલાંને નાબૂદ કરવું પણ કોવિડના કેસોમાં વધારાનું કારણ છે. WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પત્રકારોને જણાવ્યું કે ‘ઘણા દેશોમાં ટેસ્ટિંગના અભાવ છતાં કોવિડના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે જે કેસ જોવા મળી રહ્યા છે તે ખૂબ જ ઓછા છે. WHO અધિકારીઓએ કહ્યું કે કેટલાક દેશોમાં રસીકરણનો ઓછો દર પણ કોવિડના કેસ વધવાનું કારણ છે.

WHOના વેસ્ટર્ન પેસિફિકમાં સૌથી વધુ કેસ

ગયા અઠવાડિયાની તુલનામાં વૈશ્વિક સ્તરે નવા ચેપમાં 8 ટકાનો વધારો થયો છે. 7-13 માર્ચ દરમિયાન 1.1 કરોડ નવા કેસ અને 43,000થી વધુ લોકોના મૃત્યુ નોંધાયા. જાન્યુઆરીના અંત પછી આ પ્રથમ વધારો છે. કેસોમાં સૌથી વધુ વધારો WHOના પશ્ચિમી પેસિફિકમાં જોવા મળ્યો છે, જેમાં દક્ષિણ કોરિયા અને ચીનનો સમાવેશ થાય છે. અહીં કોવિડના નવા કેસોમાં 25 ટકા અને મૃત્યુમાં 27 ટકાનો વધારો થયો છે. આફ્રિકામાં પણ નવા કેસોમાં 12 ટકા અને મૃત્યુમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે. યુરોપમાં કેસોમાં 2 ટકાનો વધારો થયો છે, પરંતુ મૃત્યુમાં કોઈ ઉછાળો આવ્યો નથી. તેમાં પૂર્વ ભૂમધ્ય પ્રદેશનો પણ સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

BA.2એ અત્યાર સુધીનો સૌથી ઝડપી ફેલાતો વેરિએન્ટ

ઘણા નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે માર્ચની શરૂઆતથી ઑસ્ટ્રિયા, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, નેધરલેન્ડ અને યુકેમાં કેસ વધવાની સાથે યુરોપમાં વધુ એક કોરોના લહેરનો સામનો કરી રહ્યું છે, WHOના મારિયા વાન કેરખોવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે BA.2 અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો વેરિએન્ટ છે. જો કે, એવા કોઈ સંકેત નથી કે તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. યુરોપમાં સામે આવતા કેસોમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે ડેનમાર્કમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કોવિડના કેસોમાં વધારો થયો હતો. આની પાછળ BA.2 વેરિએન્ટનો હાથ હતો.

આ પણ વાંચો: ગૃહપ્રધાન અમિત શાહે તેના નિવાસસ્થાને The Kashmir Files ની ટીમ સાથે બ્રેકફાસ્ટ કર્યો, જુઓ PHOTOS

આ પણ વાંચો: કૃષિ મંત્રાલય ખેડૂતોને સશક્ત બનાવવા માટે કરી રહ્યું છે માઈક્રોસોફ્ટ સાથે કામ, જે ખેડૂતોની આવક વધારવામાં પણ કરશે મદદ

Next Article