AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશ જવાનો મોહ સૌથી વધુ ગુજરાતીઓને જ છે ! સાચું કે ખોટું તમે જ જાણી લો

ભારત છોડી વિદેશમાં સ્થાળાંતર કરનાર લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાંથી એક રાજ્ય એવું છે, ત્યાંના લોકો સૌથી વધારે વિદેશમાં જઈ સ્થળાંતર કરી રહ્યા છે. તો ચાલો જોઈએ લોકો કેમ વિદેશમાં જઈ પોતાનું ઘર વસાવી રહ્યા છે.

વિદેશ જવાનો મોહ સૌથી વધુ ગુજરાતીઓને જ છે ! સાચું કે ખોટું તમે જ જાણી લો
| Updated on: Jul 17, 2024 | 4:42 PM
Share

કોઈ પણ ફેશન નવી આવે તો તે એક ટ્રેન્ડ બની જાય છે, કે પછી કોઈ બ્રાન્ડ પ્રત્યે લોકોનો મોહ વધી જાય છે. આજકાલ આવું જ કાંઈ લોકોમાં જોવા મળી રહ્યું છે. પરંતુ તેનામાં કોઈ વસ્તુ કે અન્ય કોઈ મોહ નથી, પરંતુ તેનું ઘર છોડી વિદેશમાં જવાનો મોહ વધી ગયો છે. વિદ્યાર્થીઓથી લઈ મોટારાઓ સૌ કોઈને વિદેશમાં જવાની લગની લાગી છે. લોકો એવું પણ માની રહ્યા છે કે, વિદેશમાં જઈ પૈસાદાર બની જવાય, તો આજે આપણે વાત કરીશું કે, વિદેશમાં અત્યારસુધી કેટલા લોકો સ્થળાંતર થયા છે. કરોડો ભારતીયનું સપનું હોય છે કે, તે વિદેશમાં પોતાનું ઘર વસાવે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાનો દેશ છોડી વિદેશમાં ઘર વસાવનાર લોકોની સંખ્યા વધી રહી છે.

તમને જાણીને તમને નવાઈ થશે કે, દેશ છોડી વિદેશમાં સ્થળાંતર થનારા મોટાભાગના લોકો તે રાજ્યોના છે જ્યાં વિકાસ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 11 વર્ષમાં અંદાજે 16 લાખ લોકોએ પોતાની ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતનું નામ સૌથી આગળ

હાલમાં સૌથી વધારે દેશ છોડી વિદેશમાં સ્થળાંતર થનારા લોકોમાં ગુજરાતનું નામ સૌથી આગળ છે. ગુજરાતમાં હાલમાં દેશ છોડી વિદેશમાં જવાનો ટ્રેન્ડ શરુ થયો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં 30 થી 45 વર્ષથી લોકો ભારતની નાગરિકતા છોડી સૌથી વધારે વિદેશમાં જઈ સ્થાયી થઈ જાય છે. હેરાન કરનારી વાત તો એ છે કે, છેલ્લા એક વર્ષમાં આ આંકડો બે ગણો વધી ગયો છે.

ગુજરાતીઓએ ભારતની નાગરિકતા છોડી

ગુજરાતના પ્રાદેશિક પાસપોર્ટ કેન્દ્ર અનુસાર ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત, નર્મદા, વલસાડ અને નવસારી વિસ્તારના લોકો સૌથી વધુ ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે. વર્ષ 2022માં 241 ગુજરાતીઓએ ભારતની નાગરિકતા છોડી હતી. જ્યારે 2023માં આ આંકડો વધીને 485 થયો હતો. તો વર્ષ 2024માં મે સુધી આ આંકડો 244 પર પહોંચ્યો છે. હજુ વર્ષ પૂર્ણ થયું નથી પરંતુ વિદેશોમાં સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. મોટાભાગના લોકો ભારતની નાગરિકતા છોડી અમેરિકા, લંડન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઘર વસાવી રહ્યા છે.

કેમ ભારતીય છોડી રહ્યા છે ભારતની નાગરિકતા?

એક મીડિયા રિપોર્ટ મુજબ, પાસપોર્ટ સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ સારા કરિયરની શોધ માટે વિદેશ જઈ રહ્યા છે. વિઝા લઈ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ બાદ તેમને વિદેશમાં જ જોબ માટેનો સારો વિકલ્પ મળી જાય છે. જેના કારણે તે ભારતની નાગરિકતા છોડી રહ્યા છે.

Follow Us
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">