ઈસ્લામિક દેશોમાં લોકો ધર્મથી દૂર જઈ રહ્યા છે, અમેરિકાથી ભારત સુધી ફેલાયેલ એક્સ મુસ્લિમ શું છે

|

Apr 03, 2024 | 4:08 PM

કુરાન સળગાવી ચર્ચામાં આવેલા ઇરાકી રિફ્યુજી સલવાન મોમિકાનું નોર્વેમાં મોતનો દાવો કરવામાં આવ્યો છે. પોતાની જાતને 'એકસ્ટ્રીમ એક્સ-મુસ્લિમ' ગણાવતી મોમિકા ઇસ્લામ વિરુદ્ધ બોલવાને કારણે ચર્ચામાં હતી. હાલમાં તેમના મૃત્યુની પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ એક્સ મુસ્લિમ સમુદાય ચર્ચામાં છે.

ઈસ્લામિક દેશોમાં લોકો ધર્મથી દૂર જઈ રહ્યા છે, અમેરિકાથી ભારત સુધી ફેલાયેલ એક્સ મુસ્લિમ શું છે
આ પ્રતિકાત્મક ફોટો છે

Follow us on

અનેક સર્વે સતત એવો દાવો કરી રહ્યા છે કે, ઈસ્લામ દુનિયામાં સૌથી જલદી વધતો ધર્મ છે. પ્યૂ રિસર્ચનું કહેવું છે કે, વર્ષ 2035માં સૌથી વધુ આ ધર્મના અનુયાયીઓ સૌથી વધુ હશે. હાલમાં ઈસાઈ ધર્મ સૌથી ઉપર છે, જ્યારે ઈસ્લામ ધર્મ બીજા નંબર પર છે. જેના ફોલોઅર સૌથી વધુ છે. આ ધર્મ ખુબ ઝડપીથી ફેલાય રહ્યો છે, પરંતુ આ સાથે એક અલગ વાત પણ થઈ રહી છે. લોકો ઈસ્લામ ધર્મ છોડી રહ્યા છે. આ લોકો પોતાને નાસ્તિક કે પછી અન્ય ધર્મને માનનારા નથી, પરંતુ એક્સ-મુસ્લિમ બતાવે છે. આજ તેની ઓળખ છે.

શું કરે છે એક્સ-મુસ્લિમ

ઈસ્લામને ફોલો કરનાર લોકો ધર્મના મામલે ખુબ સખત હોય છે. તે તમામ નિયમોને માને છે તેમજ જન્નત-જહન્નુમ જેવી વાતો પર વિશ્વાસ કરે છે. તે પોતાની ઓળખ જ એક્સ-મુસ્લિમ બતાવે છે, તે સોશિયલ મીડિયા પર અવનવી વાતો શેર કરતા રહે છે. ધર્મગુરુઓને ચર્ચા કરવા અને લોકોને આ ધર્મ છોડી દેવા માટે ઉશ્કેરે છે.

કેમ બનવા લાગ્યા છે એક્સ-મુસ્લિમ સમુદાયો

આ ધર્મને છોડનારને કથિત રીતે મોતની ધમકીઓ મળે છે. વર્ષ 2016માં આના પર એક ડોક્યુમેન્ટ્રી પણ બની હતી. ઈસ્લામ્સ નોન-બિલીવર્સ, નૉર્વેમાં બનેલી આ ફિલ્મમાં એક્સ-મુસ્લિમોના ડર અને ખતરા પર વાત કરવામાં આવી હતી. કઈ રીતે તેમને ધમકીઓ મળે છે કે પછી પરિવારને મારી નાંખવાની ધમકીઓ મળે છે.એક્સ -મુસ્લિમે એક કામ એ કર્યું કે, તે પોતાના જેવા વિચારો વાળાને સાથે જોડવા લાગ્યા. અને બસ અહિથી એક્સ-મુસ્લિમ કોમ્યુનિટી બનવાનું શરુ થયું

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આ એક પ્રકારનું સપોર્ટ નેટવર્ક છે. જે એક સરખા વિચાર કરનારાની મદદ કરે છે. જેમાં કાનુની સલાહ આપવાથી લઈ અનેક વસ્તુઓ સામેલ છે.પરંતુ એક્સ મુસ્લિમનું સૌથી મોટું કામ છે, પોતાના વિચારને આગળ લઈ જવા એટલે કે, લોકોને ઈસ્લામથી દુર કરવા, આ માટે તેઓ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈ લોકોને મળે છે. કેટલાક લોકો તો નામ અને ચેહરો છુપાવીને પણ વાત કરે છે.

આ પણ વાંચો : તાઈવાનમાં ભૂકંપે મચાવી તબાહી, જાપાનમાં 10 ફૂટ ઉંચી સુનામીનું એલર્ટ, જુઓ તસ્વીરો

Next Article