AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ તે વળી કેવી મેરાથોન? જેમાં માણસો અને 21 રોબોટ્સ એકસાથે દોડ્યા- જુઓ Video

ચીનની રાજધાની બેઇજિંગમાં માણસો અને 21 રોબોટ્સ વચ્ચે એક અનોખી હાફ મેરેથોન દોડ યોજાઈ. આવું પહેલી વાર બન્યું જ્યારે આ રોબોટ્સ 21 કિલોમીટરના અંતર સુધી માણસો સાથે દોડ્યા હોય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2025 | 7:56 PM
Share

ચીનની રાજધાની બેઇજિંગમાં માણસો અને 21 રોબોટ્સ વચ્ચે એક અનોખી હાફ મેરેથોન દોડ યોજાઈ. આવું પહેલી વાર બન્યું જ્યારે આ રોબોટ્સ 21 કિલોમીટરના અંતર સુધી માણસો સાથે દોડ્યા હોય. આ રેસ બેઇજિંગના દક્ષિણપૂર્વીય યિઝુઆંગ જિલ્લામાં યોજાઈ હતી, જ્યાં ચીનની ઘણી મોટી ટેક્નોલોજી કંપનીઓ આવેલી છે. જેનો હેતુ રોબોટિક્સ અને ટેક્નોલોજીની દુનિયામાં ચીનની પ્રગતિ દર્શાવવાનો હતો.

આ રેસમાં ડ્રોઇડઅપ અને નોટિક્સ રોબોટિક્સ જેવી ચીની કંપનીઓના રોબોટ્સે ભાગ લીધો હતો. રેસમાં ભાગ લેનારા કેટલાક રોબોટ્સનું કદ 120 સેમી એટલે કે 3.9 ફૂટ કરતાં ઓછું હતું, જ્યારે કેટલાક 1.8 મીટર એટલે કે 5.9 ફૂટ જેટલા લાંબા હતા. ઇનોવેશન સેન્ટર ઓફ હ્યુમન રોબોટિક્સના રોબોટ ‘ટિઆંગોંગ અલ્ટ્રા’એ 2 કલાક અને 40 મિનિટમાં રેસ પૂર્ણ કરી અને રેસમાં પ્રથમ સ્થાન મળ્યું, જ્યારે માણસોમાં જે વિજેતા હતો તેણે રેસ પૂર્ણ કરવામાં 1 કલાક અને 2 મિનિટનો સમય લીધો.

સૌથી ઓછા સમયમાં 21 કિમી મેરેથોન પૂર્ણ કરવાનો રેકોર્ડ જેકબ કિપ્લિમોના નામે છે. જેમ દોડ દરમિયાન માણસોને પાણી પીવાની જરૂર પડે છે, તેમ રોબોટ્સને પણ બેટરી બદલવાની મંજૂરી આપવામાં આવી હતી. કેટલાક રોબોટ્સે દોડવાનાં બૂટ પહેર્યાં હતાં, એકે બોક્સિંગ ગ્લોવ્ઝ પહેર્યા હતા અને બીજાએ લાલ રંગનો હેન્ડબેન્ડ પહેર્યો હતો જેના પર ચીની ભાષામાં “બાઉન્ડ ટુ બિન” એટલે કે જીતવા માટે તૈયાર લખેલું હતું.

સાઉદી અરેબિયા સહીત વિદેશમાં આકાર પામતી અવનવી ઘટનાઓ અને સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.

અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
બ્રાઈટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ શાળાના જ વિદ્યાર્થીએ કર્યો હતો
બ્રાઈટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ શાળાના જ વિદ્યાર્થીએ કર્યો હતો
હવે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને લઈને કર્યો મોટો ધડાકો
હવે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને લઈને કર્યો મોટો ધડાકો
વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">