AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: યુક્રેનની મદદ માટે આગળ આવ્યા ફ્રાન્સ સહિત ઘણા દેશ, જર્મની મોકલશે એન્ટી ટેન્ક હથિયાર

નેધરલેન્ડને યુક્રેનને જર્મન બનાવટની 400 એન્ટી-ટેન્ક હથિયારો મોકલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝે કહ્યું કે યુક્રેન પર રશિયાનો હુમલો એક મહત્વપૂર્ણ ઘટના છે.

Russia Ukraine War: યુક્રેનની મદદ માટે આગળ આવ્યા ફ્રાન્સ સહિત ઘણા દેશ, જર્મની મોકલશે એન્ટી ટેન્ક હથિયાર
President of Ukraine with soldiers.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 7:51 AM

રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેનો આજે ચોથો દિવસ છે. આ દરમિયાન યુક્રેનની મદદ માટે ઘણા દેશો આગળ આવ્યા છે. જર્મનીની (Germany) સરકારે શનિવારે પુષ્ટિ કરી કે તેણે યુક્રેનને એન્ટી ટેન્ક મોકલવાની મંજૂરી આપી છે અને રશિયાની “સ્વિફ્ટ” બેંકિંગ સિસ્ટમ પર કેટલાક પ્રતિબંધોને સમર્થન આપ્યું છે. જર્મનીના આર્થિક અને આબોહવા મંત્રાલયે શનિવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેધરલેન્ડને યુક્રેનને જર્મન બનાવટની 400 એન્ટી-ટેન્ક હથિયારો મોકલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝે કહ્યું કે યુક્રેન પર રશિયાનો હુમલો એક મહત્વપૂર્ણ ઘટના છે. આનાથી યુદ્ધ પછીની આપણી સિસ્ટમને ખતરો છે. તેમણે કહ્યું કે આ સ્થિતિમાં વ્લાદિમીર પુતિનની આક્રમક સેના સામે લડવામાં યુક્રેનની મદદ કરવાની જવાબદારી અમારી છે.

AFP ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ જર્મની યુક્રેનને 1,000 એન્ટી-ટેન્ક હથિયારો, 500 ‘સ્ટિંગર’ જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો મોકલશે. તે જ સમયે, ફ્રાન્સ યુક્રેનને વધુ લશ્કરી સાધનો આપશે અને રશિયા સામે પ્રતિબંધો લાદશે. AFPએ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના કાર્યાલયના હવાલાથી આ વાત કહી.

સારા તેંડુલકર અને સના ગાંગુલીમાંથી નાનું કોણ છે?
દુનિયાનો આ દેશ, જ્યાં મંગળવાર અને શુક્રવારે નથી થતા લગ્નો ! જાણો કેમ?
પંડિત અને બ્રાહ્મણ વચ્ચે શું તફાવત છે?
Vastu tips: ઘર બનાવતી વખતે નવા દરવાજા પર શું બાંધવામાં આવે છે?
સવાર-સવારમાં કબૂતરને જોવું કઈ વાતનો સંકેત આપે છે?
Health Tips : પિરામિડ વોક કરવાથી થાય છે અઢળક ફાયદા, જાણો આ શું છે

અમેરિકાએ 350 મિલિયન ડોલરની મદદની કરી જાહેરાત

આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને (Joe Biden) સૈન્ય સહાય માટે 350 મિલિયન ડોલર આપવાની જાહેરાત કરી છે. બાયડને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનને ફોરેન એઈડ એક્ટ હેઠળ સહાય આપવા સૂચના આપી હતી. સહાયની રકમ યુક્રેનના સંરક્ષણને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે, જેથી તેમને સૈન્ય સહાય આપી શકાય. આ મદદ અમેરિકા તરફથી ત્યારે કરવામાં આવી છે, જ્યારે યુક્રેન ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યું છે.

આ પહેલા યુએસ સરકારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને (Volodymyr Zelensky) ઓફર કરી હતી કે તેઓ દેશ છોડી શકે છે, પરંતુ તેમણે તેનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. અમેરિકાને જવાબ આપતા તેમણે કહ્યું કે જો આપવો હોય તો દારૂગોળો આપો. તેમણે કહ્યું હતું કે હું ભાગી જનારાઓમાંનો નથી. પરિસ્થિતિ ગમે તે હોય, હું દેશ છોડીને ભાગીશ નહીં.

આ પણ વાંચો: On this Day: 2002માં આજના દિવસે જ ગોધરા સ્ટેશન પર ટોળાએ સાબરમતી એક્સપ્રેસમાં લગાવી હતી આગ, 59 કાર સેવકો માર્યા ગયા હતા

આ પણ વાંચો: Russia Ukraine War Live Updates in Gujarati: 250 ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન પહોંચ્યા, તાઈવાન-પાકિસ્તાન માર્ગે આવ્યા

રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
Tv9 ના અહેવાલ બાદ તંત્ર હરક્તમાં, RTO સર્વિસ રોડ પરના ખાડા બુરાયા
Tv9 ના અહેવાલ બાદ તંત્ર હરક્તમાં, RTO સર્વિસ રોડ પરના ખાડા બુરાયા
Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ
Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ
જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video
જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video
ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video
ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video
મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ
મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ
ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી
ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી
જામનગરમાં એક પુલ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા, છતાં નથી બન્યો પુલ
જામનગરમાં એક પુલ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા, છતાં નથી બન્યો પુલ
બનાસકાંઠાનું નાગલા ગામ બેટમાં ફેરવાયું !
બનાસકાંઠાનું નાગલા ગામ બેટમાં ફેરવાયું !
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">