Tonga Volcano: દરિયાની અંદર ફાટ્યુ વિશાળકાય જ્વાળામુખી, સેટેલાઈટ તસવીરોમાં કેદ થયા ભયાનક દ્રશ્યો

Tonga Volcano: દરિયાની અંદર ફાટ્યુ વિશાળકાય જ્વાળામુખી, સેટેલાઈટ તસવીરોમાં કેદ થયા ભયાનક દ્રશ્યો
satellite images of Tonga underwater volcanic eruption

ટોંગામાં દરિયાની અંદરનો જ્વાળામુખી ફાટ્યા બાદ ઘણા દેશોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જ્યારે ઘણી જગ્યાએ સુનામીના મોજા પણ જોવા મળ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 16, 2022 | 5:47 PM

ટાપુ દેશ ટોંગામાં (Tonga Volcano) શનિવારે સમુદ્રની અંદર અચાનક જ્વાળામુખી (Volcano Eruption) ફાટી નીકળ્યા બાદ સ્થિતિ ચિંતાજનક બની ગઈ. ઘણા પડોશી દેશોમાં જ્વાળામુખી ફાટવાનો અવાજ સંભળાયો. આ ઘટનાના વીડિયો અને સેટેલાઈટ તસવીરો (Satellite Image) સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિસ્ફોટ બાદ બીચ વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયેલો જોવા મળી રહ્યો છે. ઘટના સમયે એવું લાગી રહ્યું હતું કે જાણે બોમ્બ વિસ્ફોટ થયો હોય.

દરેક જગ્યાએ રાખ અને નાના કાંકરા વરસતા હતા, આકાશ અંધકારમાં ઢંકાયેલું હતું. પાણીમાંથી ધુમાડો અને ગેસ પણ નીકળતો જોવા મળ્યો હતો. જ્વાળામુખી વિસ્ફોટ પછી નજીકના દેશો ન્યુઝીલેન્ડ, ફિજી, જાપાન, ઓસ્ટ્રેલિયા અને સમોઆથી યુએસના અલાસ્કા સુધી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જો કે રવિવાર સુધીમાં સુનામીનો ખતરો ઓછો થવા લાગ્યો હતો, ટોંગાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન થયું છે. તેનો અંદાજ લગાવી શકાયો નથી.

ન્યુઝીલેન્ડે કહ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે ટોંગાની રાજધાની નુકુઓલ્ફાએ ઘણુ સહન કર્યું છે. પરંતુ કોઈ ઈજા કે મૃત્યુના સમાચાર નથી. તેમણે આ વાત એવા સમયે કરી છે જ્યારે પેસિફિકના દેશો અને માનવતાવાદી જૂથો ટોંગાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘટના બાદ અહીં ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે લગભગ 1,05,000 લોકો પ્રભાવિત થયા છે.

સેટેલાઈટ ઈમેજીસ દર્શાવે છે કે જ્વાળામુખી ફાટવાથી થતાં ધુમાડાના ગોટેગોટા દરિયાની સપાટીથી લગભગ 20 કિલોમીટર (12 માઈલ) સુધી જોવા મળ્યા હતા. દરિયાકિનારે પાર્ક કરાયેલી બોટ પાણીમાં ડૂબી ગઈ હતી અને લોકોના ઘર પણ ડૂબી ગયા હતા. રહેવાસીઓને સમયસર ઉચ્ચ સ્થળોએ મોકલવામાં આવ્યા હતા.

સુનામી માત્ર ટોંગામાં જ નથી આવી, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં પણ સુનામીના મોજા જોવા મળ્યા હતા. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને ટ્વીટર પર જણાવ્યું હતું કે તેઓ “જ્વાળામુખી ફાટવા અને સુનામીના કારણે ટોંગાના લોકો માટે ખૂબ જ ચિંતિત છે”. અમેરિકા પેસિફિક ક્ષેત્રમાં તેના પડોશીઓને મદદ કરવા તૈયાર છે.

આ પણ વાંચો – Firing in USA: હુમલાખોરે ઓરેગોન કોન્સર્ટ હોલની બહાર 6 લોકોને મારી ગોળી, પોલીસે શરૂ કરી આરોપીની શોધખોળ

આ પણ વાંચો – Afghanistan:મહિનાઓ પછી બદલાયો તાલિબાનોનો મૂડ, 21 માર્ચ પછી ખુલશે છોકરીઓની તમામ શાળાઓ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati