Walk Me Home Service: બ્રિટનમાં એકલી રહેતી મહિલાની સુરક્ષા માટે ભર્યું આ પગલું, જાણો સમગ્ર વિગત

TV9 GUJARATI

|

Updated on: Oct 09, 2021 | 11:54 PM

બ્રિટનમાં મહિલાઓ છેલ્લા કેટલાક સમયથી પોતાની સુરક્ષાને લઈને ખૂબ જ ગભરાયેલી છે. આ દરમિયાન એક ફોન કંપનીના પ્રસ્તાવને લોકોનો ઘણો સપોર્ટ મળી રહ્યો છે.

Walk Me Home Service: બ્રિટનમાં એકલી રહેતી મહિલાની સુરક્ષા માટે ભર્યું આ પગલું, જાણો સમગ્ર વિગત

Follow us on

Walk Me Home Service For UK Women: બ્રિટનમાં (Britain) મહિલાઓની સલામતીનો મુદ્દો ચર્ચામાં રહે છે. અહીં લંડનમાં ઘરની નજીક બે મહિલાઓને નિશાન બનાવવાની ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આ દરમિયાન મહિલાઓની સલામતી વધારવા માટે વિવિધ પગલાં પણ અપનાવવામાં આવી રહ્યા છે.

 

બ્રિટનના એક ઉચ્ચ અધિકારીએ ફોન કંપનીના પ્રસ્તાવ પર સકારાત્મક વલણ અપનાવ્યું છે જે એકલા મુસાફરી કરતી મહિલાઓ માટે લોકેશનની માહિતી પૂરી પાડતી સેવા પ્રદાન કરે છે. તેને ‘વોક મી હોમ’ સર્વિસ (Walk Me Home Service) કહેવામાં આવી રહી છે.

બ્રિટનની સૌથી મોટી ફોન કંપની ‘BT’ ના CEOએ ‘વોક મી હોમ’ સર્વિસ ઓફર કરતા ગૃહમંત્રી પ્રીતિ પટેલને પત્ર લખ્યો હતો. ફિલિપ જેન્સને પત્રમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ મહિલા તેના ફોન પર એપ શરૂ કરે છે, ત્યારે આ સર્વિસ તેની મુસાફરી પર નજર રાખે છે અને જો તે સમયસર તેના ગંતવ્ય સ્થળે ન પહોંચે તો મહિલા સાથે સંકળાયેલા ઈમરજન્સી ફોન નંબર પર ચેતવણી સંદેશા મોકલે છે. બ્રિટનના ગૃહ કાર્યાલય કચેરીએ પુષ્ટિ કરી હતી કે પ્રીતિ પટેલને પત્ર મળ્યો હતો અને કહ્યું હતું કે ગૃહમંત્રી યોગ્ય સમયે તેનો જવાબ આપશે.

ક્રિસમસ પર સેવા શરૂ થઈ શકે છે

એક મીડિયા રિપોર્ટ અનુસાર પ્રીતિ પટેલે આ સેવાના ઉપયોગ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવ્યું છે. રિપોર્ટ અનુસાર ‘વોક મી હોમ’ સર્વિસ ક્રિસમસથી શરૂ થવાની શક્યતા છે. દેશમાં બે મહિલાઓની હત્યા બાદ મહિલાઓ તેમની સલામતીને લઈને ખૂબ જ ડરી ગઈ છે. તાજેતરમાં સમાચાર હતા કે મહિલાઓ તેમની સાથે પેપર સ્પ્રે રાખી રહી છે. માર્શલ આર્ટ શીખી રહી છે અને સરકારને અન્ય પગલાં અમલમાં મૂકવા માટે કહી રહી છે.

દેશમાં બે મોટી ઘટનાઓ બની

17 સપ્ટેમ્બરના રોજ બ્રિટનમાં 28 વર્ષની સ્કૂલ ટીચર સબીના નેસાની હત્યા કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે તે ઘરથી થોડા અંતરે મિત્રને મળવા જઈ રહી હતી. પછી દક્ષિણ લંડનના એક પાર્કમાં તેની હત્યા કરવામાં આવી. નેસાની હત્યાના આશરે છ મહિના પહેલા સારાહ એવરાર્ડ નામની 33 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી.

આ મહિલા પર બળાત્કાર અને હત્યા એક પોલીસ કર્મીએ કરી હતી. તાજેતરમાં જ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. તે જ સમયે નેસાની હત્યામાં પકડાયેલ શંકાસ્પદ ન તો નેસાને ઓળખતો હતો અને ન નેસા તેને ઓળખતી હતી.

આ પણ વાંચો : Afghanistan Crisis: ભારતથી 100 નાગરિક તેહરાન થઈને પહોંચશે અફઘાનિસ્તાન, તાલિબાનના સત્તામાં આવ્યા બાદ ફ્લાઈટ થઈ છે રદ

આ પણ વાંચો : H-1B Visa: ભારતીયોને મળશે મોટી રાહત, H-1B Visaને લઈને બાઈડન ભરવા જઈ રહ્યા છે મોટું પગલું

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati