અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ફોડયા ફટાકડા, દિવાળી પર્વ પર મિત્રોને પીરસ્યુ ભારતીય ભોજન
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો સોશિયલ મીડિયા પર (Kamala Harris) દિવાળીની(Diwali 2022) ઉજવણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમના સરકારી આવાસ નવલ ઓબ્જર્વેટરી પર આ દિવાળી સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
Kamala Harris : છેલ્લા ઘણા વર્ષોથી દુનિયામાં ભારતનો દબદબો એટલો વધ્યો છે કે હવે વિદેશી ધરતી પર પણ ભારતીય તહેવારો ઉજવાય છે. હાલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ એ ભારતીય- અમેરિકન સમુદાયના સભ્યો સાથે દિવાળી ઉજવી હતી. તેમના સરકારી આવાસ નવલ ઓબ્જર્વેટરી પર આ દિવાળી સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમારોહમાં વિવેક મૂર્તિ, નીરા ટંડન, રિચ વર્મા અને અજય ભુરોરિયા સહિત અનેક પ્રમુખ ભારતીય- અમેરિકન હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર કમલા હેરિસનો (Kamala Harris Diwali Celebration) આ દિવાળીની ઉજવણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પોતાના પતિ સાથે તારામંડળ સળગાવ્યા હતા. વીડિયોમાં કમલા હેરિસ ભારતીય સમુદાયના લોકોને દિવાળીની શુભકામના પણ પાઠવી રહ્યા છે. દિવાળીના અવસર પર તેમના સરકારી આવાસને દીવડા અને રંગબેરંગી લાઈટ્સથી શણગામાં આવ્યુ હતુ. આ અવસરે લોકો માટે ભારતીય ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર કમલા હેરિસના દિવાળીની ઉજવણીના વીડિયો આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યા છે.
અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આ રીતે ઉજવી દિવાળી
.@VP and @SecondGentleman during a Diwali Celebration at the VP’s Residence this evening.
🎥: neilmakhija on Instagram. pic.twitter.com/w8wq7tu1PB
— best of kamala harris (@archivekamala) October 22, 2022
અંધારા અને પ્રકાશ વચ્ચે સંતુલન બનાવવાનો તહેવાર
ભારતીય મૂળના અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે દિવાળીના અવસર પર મહત્વનો સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યુ કે, દિવાળીનો તહેવાર સાર્વભૌમિક અવધારણા છે જે અનેક સંસ્કૃતિઓથી ઉપર છે. તેમણે દિવાળીની વિશેષતા જણાવતા કહ્યુ કે, દિવાળી અંધારા અને પ્રકાશ વચ્ચે સંતુલન બનાવવાનો તહેવાર છે.
આપણ ને વિભાજીત કરવાના પ્રયાસમાં છે કેટલીક શક્તિશાળી તાકત
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યુ કે, દિવાળી પ્રકાશનો ઉત્સવ ઉજવવાનો તહેવાર છે. દિવાળી આપણને શીખવે છે કે અંધારામાંથી બહાર આવવામાં આપણી ભૂમિકા શું છે અને આપણી ભૂમિકા કેવી હોવી જોઈએ. અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે આગળ જણાવ્યુ કે, છેલ્લા ઘણા વર્ષોથી અમને અનુભવ થયો છે કે કેટલીક શક્તિશાળી તાકાતો આપણને વિભાજીત કરવાના પ્રયાસમાં છે. આપણે તેમનાથી બચવાના પ્રયાસ પર ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે.