કોરોનાના વધતાં કેસોના પગલે અમેરિકા આગામી સપ્તાહથી ભારત પ્રવાસ પર લગાવશે પ્રતિબંધ

દેશમાં કોરોના વાયરસના વધતા  કેસોને  ધ્યાનમાં રાખીને અમેરિકા આવતા સપ્તાહથી ભારતમાં હવાઇ મુસાફરી પર પ્રતિબંધ લગાવી શકે છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકા  4 મેથી ભારત પ્રવાસ પર પ્રતિબંધ મૂકશે.

કોરોનાના વધતાં કેસોના પગલે અમેરિકા આગામી સપ્તાહથી ભારત પ્રવાસ પર લગાવશે પ્રતિબંધ
અમેરિકા આગામી સપ્તાહથી ભારત પ્રવાસ પર લગાવશે પ્રતિબંધ
Follow Us:
| Updated on: May 01, 2021 | 11:09 AM

દેશમાં Corona  વાયરસના વધતા  કેસોને  ધ્યાનમાં રાખીને અમેરિકા આવતા સપ્તાહથી ભારતમાં હવાઇ મુસાફરી પર પ્રતિબંધ લગાવી શકે છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકા  4 મેથી ભારત પ્રવાસ પર પ્રતિબંધ મૂકશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રોગ અને નિવારણ કેન્દ્રના નિયંત્રકની સલાહ પર અમેરિકી વહીવટી તંત્ર ભારત પ્રવાસ પર પ્રતિબંધ મૂકશે.

સાકીએ જણાવ્યું હતું કે ભારતમાં Corona વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને ત્યાં કોવિડના અનેક પ્રકારો ફેલાય છે. આ જોતાં, ભારત પર મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ 4 મેથી અમલમાં આવશે.ઉલ્લેખનીય છે કે અમેરિકા ભારત પ્રવાસ પર પ્રતિબંધ મૂકનાર પહેલો દેશ નથી. આ પહેલા બ્રિટન સહિત ઘણા દેશો એવા છે જેમાં પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં Corona ના  386452 નવા કેસ આવતાં કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 18762976 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 31 લાખને વટાવી ગઈ છે. શુક્રવારના આંકડા મુજબ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વધુ 3498 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ ચેપથી અત્યાર સુધીમાં 208330 લોકોનાં મોત નીપજ્યાં છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Corona ની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 3170228 થઈ છે, જે ચેપના કુલ કેસોના 16.90 ટકા છે. કોરોના રિકવરી દર 81.99 ટકા પર આવી ગયો છે. મળતી માહિતી મુજબ દેશમાં અત્યાર સુધીમાં 15384418 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે મૃત્યુ દર 1.11 ટકા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">