‘જનરલ બિપિન રાવતે અમેરિકા અને ભારતના સંબંધને મજબૂત કરવાનું કર્યું હતું કામ’, અમેરિકાના રક્ષામંત્રી અને વિદેશમંત્રીએ વ્યક્ત કર્યો શોક
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે ન્યૂયોર્કમાં કહ્યું કે તેમણે મૃતકોના પરિવારો અને લોકો અને ભારત સરકાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન (Antony Blinken) અને રક્ષામંત્રી લોયડ ઑસ્ટિને બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સીડીએસ રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય જવાનો બુધવારે તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત નિપજ્યા હતા. આ દુ:ખદ અકસ્માતમાં માત્ર એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જીવિત છે. જેઓ હાલમાં વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ટ્વિટર પર લખ્યું હતું કે, “હું આજની દુર્ઘટનામાં ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમની પત્ની અને સહકર્મીઓના મૃત્યુ પર મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે જનરલ રાવતને તેમના અસાધારણ નેતૃત્વ કૌશલ્ય માટે હંમેશા યાદ રાખીશું, જેમણે તેમના દેશની સેવા કરી અને અમેરિકા-ભારત સંબંધોને ગાઢ બનાવવા માટે કામ કર્યું છે.”
રક્ષામંત્રી લોયડ ઓસ્ટિને પણ કહ્યું હતું કે, “જનરલ રાવતે ભારત-અમેરિકા રક્ષા ભાગીદારી પર અમીટ છાપ છોડી છે અને ભારતીય સશસ્ત્ર દળોના એકીકૃત લડાઇ ક્ષમતા સંગઠન તરીકે ઉદભવવામાં કેન્દ્રિય હતા.” ઓસ્ટીને કહ્યું કે તેઓ આ વર્ષે જનરલ રાવતને મળ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગુટેરેસના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે ન્યૂયોર્કમાં જણાવ્યું હતું કે: “ભારતીય સશસ્ત્ર દળોના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પર સેક્રેટરી-જનરલ ઊંડી શોક વ્યક્ત કરે છે.
My deep condolences on the deaths of Indian Chief of Defense Staff General Rawat, his wife, and colleagues who perished in today’s tragic accident. We’ll remember Gen. Rawat as an exceptional leader who served his country and contributed to the U.S.-India defense relationship. https://t.co/yjLv9R05on
— Secretary Antony Blinken (@SecBlinken) December 8, 2021
તેમણે મૃતકોના પરિવારો અને લોકો અને ભારત સરકાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તમને યાદ હશે કે જનરલ રાવતે સંયુક્ત રાષ્ટ્રમાં સેવા આપી હતી અને અમે તેમના કામની પ્રશંસા કરીએ છીએ. તેઓ 2008 અને 2009માં કોંગોમાં સંયુક્ત રાષ્ટ્રના પીસકીપિંગ ઓપરેશન્સમાં ઉત્તર કિવુ બ્રિગેડના બ્રિગેડ કમાન્ડર પણ હતા.
આ દુર્ઘટનામાં 11 જવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો
ભારતીય વાયુસેનાએ અકસ્માતની તપાસ માટે ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’નો આદેશ આપ્યો છે. બ્રિગેડિયર એલએસ લિડર, સીડીએસ મિલિટરી એડવાઈઝર અને સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહ એ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં સામેલ છે. અન્ય જવાનોમાં વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચવ્હાણ, સ્ક્વોડ્રન લીડર કે.કે. સિંઘ, JWO દાસ, JWO પ્રદીપ એ., હવાલદાર સતપાલ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક સાઈ તેજાએ પણ જીવ ગુમાવ્યો છે.
જનરલ રાવત સશસ્ત્ર દળોને સંકલન કરવા અને તેમની લડાયક ક્ષમતાને વધારવા માટે ત્રણેય સેવાઓની મહત્વાકાંક્ષી આધુનિકીકરણ યોજનાના અમલીકરણનું ધ્યાન રાખતા હતા. સરકાર તાત્કાલિક નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક કરશે કે કેમ તે અંગે હાલમાં કોઈ માહિતી નથી.
જનરલ રાવત 17 ડિસેમ્બર 2016 થી 31 ડિસેમ્બર 2019 સુધી ભારતીય સેનાના વડા હતા. તેમને 31 ડિસેમ્બર 2019 ના રોજ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા જનરલ રાવત લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો સંભાળતા છ વર્ષ પહેલા 2015માં હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી બચી ગયા હતા.
આ પણ વાંચો : શરદ પવારે CDS બિપિન રાવતના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો, પોતાની સાથે પણ આવી જ ઘટના બની હોવાનું જણાવ્યું
આ પણ વાંચો : IRCTC Tour Package : નાતાલની રજાઓમાં માણો ફરવા જવાનો આનંદ, IRCTC લાવ્યુ છે સસ્તુ રેલ ટુર પેકેજ