જાસૂસી બલૂન તોડવા પર ગુસ્સે ભરાયું ચીન, બાઈડને કહ્યું-તોડવાનો અમે આપ્યો હતો આદેશ, જુઓ VIDEO

અમેરિકા તેને ચીનનું જાસૂસી બલૂન ગણાવી રહ્યું છે. અમેરિકન એરસ્પેસમાં ચીની બલૂન દેખાયાના સમાચાર બાદ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તેમનો ચીનનો પ્રવાસ રદ કર્યો છે.

જાસૂસી બલૂન તોડવા પર ગુસ્સે ભરાયું ચીન, બાઈડને કહ્યું-તોડવાનો અમે આપ્યો હતો આદેશ, જુઓ VIDEO
જાસૂસી બલૂન તોડવા પર ગુસ્સે ભરાયું ચીન, બાઈડને કહ્યું તોડવાનો અમે આપ્યો હતો આદેશImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 11:21 AM

અમેરિકાએ તેના એરસ્પેસમાં ઉડતા ચીનના ‘જાસૂસ’ બલૂનને તોડી પાડ્યું છે. બલૂન નીચે પડ્યા બાદ બંને દેશો વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. બલૂનને નીચે ઉતાર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, તેમણે જ બલૂનને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સાથે જ ચીને કહ્યું છે કે બલૂન દિશાથી ભટકીને અમેરિકન વિસ્તારમાં ઘુસી ગયુ હતુ.

બાઈડને અમેરિકન એરસ્પેસમાં બલૂન પ્રવેશવાની ઘટનાને અમેરિકન સુરક્ષાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સાઉથ કેરોલિનાના દરિયા કિનારા પર યુએસ ફાઈટર જેટ દ્વારા આ બલૂનને તોડી પાડવામાં આવ્યું હતુ. તે જ સમયે, ચીનના વિદેશ મંત્રાલય રવિવારે એક નિવેદન જારી કરી રહ્યું છે કે, બલૂન સામે બળનો ઉપયોગ યોગ્ય નથી અને આમ કરવું આંતરરાષ્ટ્રીય માનક પ્રથાઓનું ઉલ્લંઘન છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ત્રણ સ્કૂલ બસ જેટલા મોટા આકારનું હતું બલુન

પેન્ટાગોન અને અન્ય યુએસ અધિકારીઓનું કહેવું છે કે, ચીની જાસૂસી બલૂન ત્રણ સ્કૂલ બસના કદ જેટલુ હતુ. તે લગભગ 60,000 ફૂટની ઉંચાઈએ યુએસ ઉપર પૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું. યુએસ કહે છે કે તેનો ઉપયોગ સર્વેલન્સ અને ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે કરવામાં આવ્યો હતો, અધિકારીઓએ બલુન વિશે થોડી જ માહિતી આપી હતી.

રાજનૈતિક સંબંધોમાં પણ તિરાડ પડી

અમેરિકી સૈન્ય સ્થળો પર દેખરેખ રાખતા કથિત ચીની ગુબ્બારાના શંકાસ્પદ જાસુસીને લઈને બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધોમાં ખટાશ આવી છે. આ ઘટનાક્રમ બાદ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તેમની ચીનનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. જો કે, ચીને આ ઘટનાક્રમને કારણે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનની બેઇજિંગની મુલાકાતને રદ્દ કરવાને કોઈ માહિતી આપી નથી. ચીનનું કહેવું છે કે બંને પક્ષે આવી (મુલાકાત) માટેની કોઈ યોજનાની ઔપચારિક જાહેરાત કરી નથી.

ગુરુવારે મોન્ટાનામાં બલૂન જોવા મળ્યુ હતુ

પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું હતું કે NORAD (નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ) આ જાસૂસી બલૂન પર ચાંપતી નજર રાખી રહ્યું છે. રાયડરે કહ્યું કે ગુરુવારે મોન્ટાનામાં બલૂન જોવા મળ્યો હતો. આની જાણ થતાં જ યુએસ સરકારે સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલાં લીધાં.

તેમણે કહ્યું હતું કે બલૂન વાણિજ્યિક હવાઈ ક્ષેત્રની ઉપર છે અને જમીન પરના લોકો માટે કોઈ ખતરો નથી. સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ, જનરલ માર્ક માઈલી અને યુએસ નોર્ધન કમાન્ડના જનરલ ગ્લેન વેનહર્કને જમીન પર લોકોની સલામતી માટે સંભવિત ખતરાને ઝડપથી જવાબ આપવા સૂચના આપવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">