America : સાઉથ ઇલિનોઇસમાં લોકો પર ફાયરિંગ, જેમાં 6 લોકો થયા ઘાયલ, 3 શંકાસ્પદ ફરાર

|

Sep 10, 2021 | 2:36 PM

ઓહિયોના સૌથી મહત્વપૂર્ણ એરબેઝ પર લોકડાઉનની સ્થિતિ છે. અહીં હુમલાખોરના પ્રવેશ બાદથી પરિસ્થિતિ તંગ છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એરબેઝ પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

America : સાઉથ ઇલિનોઇસમાં લોકો પર ફાયરિંગ, જેમાં 6 લોકો થયા ઘાયલ, 3 શંકાસ્પદ ફરાર
people injured in a shooting in East Saint Louis, Illinois

Follow us on

અમેરિકાના સાઉથ ઇલિનોઇસમાં ગોળીબાર થયાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે બપોરે ત્રણ હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. હાલ આ હુમલાખોરો ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. ત્રણેય શકમંદોએ પેસેન્જર ટ્રેનમાં પોતાના વાહનને ટકરાવી દીધુ હતુ. આ દુર્ઘટનાનો ભોગ બનેલાઓમાં અત્યાર સુધી એક પુરુષ અને એક મહિલાની ઓળખ થઈ છે. બેલેવિલે ન્યૂઝ ડેમોક્રેટ્સ પાસે હજુ સુધી પીડિતોની ચોક્કસ સંખ્યા વિશે કોઈ માહિતી નથી. પરંતુ સ્થાનિક મીડિયા અનુસાર ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા છે.

પૂર્વ સેન્ટ લુઇસ પોલીસ ચીફ કેન્ડલ પેરીએ કહ્યું કે ઘણા લોકોને ગોળી વાગી છે. પેરીએ કહ્યું કે ફાયરિંગની ઘટના ઇસ્ટ સાઇડ મીટ માર્કેટની બહાર બની હતી. ઇલિનોઇસ સ્ટેટ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુરુવારે રાત સુધી ફાયરિંગ ચાલી રહ્યું હતું. ફાયરિંગના શકમંદોએ નજીકની મેટ્રો લિંકમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અહીં કાર ફસાઈ જવાને કારણે તે પોતાનું વાહન છોડીને ભાગી ગયા હતા. પોલીસ આ વિસ્તારમાં શકમંદોની શોધખોળ કરી રહી છે. પૂર્વ સેન્ટ લુઇસ અમેરિકાનું શહેર છે જ્યાં હત્યાનો દર ખૂબ ઉંચો છે.

પૂર્વ સેન્ટ લુઇસ મિઝોરીથી લગભગ 9.66 કિમી દૂર છે. ઇલિનોઇસ સ્ટેટ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અહીં આવવાનું ટાળે અને પોતાના ઘરમાં રહે. મેટ્રોલિંક આ વિસ્તારમાં ટ્રેનો મોડી થવાની ચેતવણી જારી કરી રહી છે. બે અસરગ્રસ્ત સ્ટેશનોના મુસાફરોને બસ શટલ દ્વારા રવાના કરવામાં આવી રહ્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ સિવાય ઓહિયોના સૌથી મહત્વપૂર્ણ એરબેઝ પર લોકડાઉનની સ્થિતિ પણ છે. અહીં હુમલાખોરના પ્રવેશ બાદથી પરિસ્થિતિ તંગ છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એરબેઝ પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક સ્ટાફને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગેની માહિતી 88 મી એરબેઝ વિંગ દ્વારા ગુરુવારે મોડી સાંજે આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે શૂટર નેશનલ એર એન્ડ સ્પેસ ઇન્ટેલિજન્સ સેન્ટરમાં હાજર છે.

આ પણ વાંચો –

JEE Main Result 2021 : આજે JEE Main ના ચોથા સેશનનું આવી શકે છે પરિણામ, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ

આ પણ વાંચો –

VADODARA : વડોદરા APMCમાં ભાજપનો ભગવો લહેરાયો, ચૂંટણી પહેલા જ ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

આ પણ વાંચો –

Narmada : કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઈ રિક્ષા દોડતી થઈ, સ્થાનિક મહિલાઓને ટ્રેનિંગ અપાઇ

Published On - 2:33 pm, Fri, 10 September 21

Next Article