Narmada : કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઈ રિક્ષા દોડતી થઈ, સ્થાનિક મહિલાઓને ટ્રેનિંગ અપાઇ

હાલમાં જ 15 ઓગસ્ટ 2021ના રોજ ડૉ.રાજીવ ગુપ્તા દ્વારા શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 10 ઇલેક્ટ્રિક રીક્ષાને લીલી ઝંડી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 1:07 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ દિવસ નિમિતે એક જાહેર કરી હતી કે, નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીને ઇલેક્ટ્રિક વ્હીકલ ઝોન જાહેર કર્યો હતો. આ ઇલેક્ટ્રિક વ્હીકલ ઝોન ખાતે માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ જ ફરી શકે તેવી જાહેરાત કરી હતી. પ્રદુષણને નિયંત્રિત કરી શકાય તે જ વડાપ્રધાનનો ઉદ્દેશ હતો.

હાલમાં જ 15 ઓગસ્ટ 2021ના રોજ ડૉ.રાજીવ ગુપ્તા દ્વારા શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 10 ઇલેક્ટ્રિક રીક્ષાને લીલી ઝંડી આપી હતી. ત્યારે હવે શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઈ રીક્ષા હાલ દોડવામાં આવી રહી છે.

જેમાં હાલ 10 ઈ રીક્ષા ચાલી રહી છે. આ ઈ રીક્ષા માટે સ્થાનિક મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. અત્યારસુધી 60 જેટલી સ્થાનિક મહિલાઓને ઈ રીક્ષા ચલાવવાની ટ્રેનિંગ અપાઈ ચૂકી છે અને હાલ બીજી 27 જેટલી મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

આ ઈ રીક્ષામાં મુસાફરી કરનાર વ્યક્તિએ નિયત કરેલું ભાડું ચુકવાનું રહે છે. જોકે આખા દિવસમાં થતી કમાણી આ મહિલાઓ જ લઈ જાય છે. મહિલાઓને એક પણ રૂપિયો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીમાં આપવાના નથી હોતા. હા, ઈ રીક્ષા સ્ટેચ્યુ ઓફ યુનિટીની છે પણ જે પણ કમાણી થાય તે જે તે રીક્ષા ચલાવનાર મહિલાઓની હોય છે.

જેથી સ્થાનિક મહિલાઓને રોજગારી પણ મળી રહે છે અને તેમના ઘરનું ગુજરાન પણ ચાલે છે. વોલ્વો બસની પમ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જ્યારથી ઈ રીક્ષા શરૂ થઈ ત્યારથી મુસાફરો ઈ રીક્ષાની વધુ મજા માણી રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">