AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : વડોદરા APMCમાં ભાજપનો ભગવો લહેરાયો, ચૂંટણી પહેલા જ ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

Vadodara APMC Elections : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની નવી રણનીતિ અને જાહેરાત બાદની આ પ્રથમ ચૂંટણી ભાજપે લગભગ બિનહરીફ જીતી લીધી છે અને ચેરમેન પદે શૈલેષ પટેલ નિશ્ચિત માનવામાં આવે છે.

VADODARA : વડોદરા APMCમાં ભાજપનો ભગવો લહેરાયો, ચૂંટણી પહેલા જ ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
12 BJP candidates were elected unopposed Before the Vadodara APMC elections
yunus.gazi
| Edited By: | Updated on: Sep 10, 2021 | 1:11 PM
Share

VADODARA : આગામી 17 સપ્ટેમ્બરે વડોદરા APMCની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો કે વડોદરા APMCની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. શૈલેષ પટેલના સમર્થન સાથે ખેડૂત વિભાગમાં સૌથી વધુ 10 ઉમેદવારો બિનહરીફ થયા છે.

ભાજપના તમામ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ પક્ષનો મેન્ડેટ આપવાની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR PATIL) દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યાર પછીની કદાચ આ પહેલી સહકારી ચૂંટણી વડોદરા APMCની આ પહેલી ચૂંટણી જાહેર થઇ છે. સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ભાજપ દ્વારા 12 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા અને આ તમામ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

મેન્ડેટની પ્રથાથી BJP ને ફાયદો થયો સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ આમ તો પક્ષ ના ચિન્હ ઉપર નહીં પરંતુ પક્ષ પ્રેરીત કહીને લડાતી હોય છે. વિવિધ નામો વાળી પેનલના બેનર તળે લડાતી આવી ચૂંટણીઓના ઉમેદવારો અલગ અલગ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોય છે. એક જ પક્ષના ઉમેદવારો અથવા તો બે પેનલો સામસામે હોય છે, જેના કારણે એક જ પક્ષના લોકો વચ્ચે વિવાદના બીજ રોપાયા હોય છે. આ વિવાદને જડમૂળથી ઉખાડી દેવાના ઉદ્દેશ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ મેન્ડેટ આપવાની જાહેરાત કરી અને વડોદરા APMCની ચૂંટણીમાં પક્ષને પણ ફાયદો ફાયદો પણ થયો ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં જ વડોદરા APMCમાં ભાજપનો ભગવો લહેરાવવા જઈ રહ્યો છે.

કઈ કઈ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા આગામી 17 મી સપ્ટેમ્બરે યોજાનાર વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે ખેડૂત વિભાગમાં કુલ 21 ફોર્મ ભરાયા હતા,વેપાર વિભાગની 4 બેઠક માટે 12 ફોર્મ ભરાય હતા,ખરીદ વેચાણ વિભાગ ની બે બેઠકો માટે 4 ફોર્મ ભરાયા હતા જે પૈકી આજે કુલ 13 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા,હવે વેપારી વિભાગની 4 બેઠકો માટે મતદાન યોજાશે અને ચૂંટણી પૂર્વે આ વિભાગ પણ સીધી રીતે અંકે કરી લેવાના ભૂગર્ભ પ્રયાસો શરૂ છે.

વડોદરા APMCની ચૂંટણી માટે ખેડૂત વિભાગમાં કુલ 21 ફોર્મ ભરાયા હતા જેમાં 11 પરત ખેંચાયા છે અને 10 બિનહરી જાહેર કરવામાં આવ્યા છે.વેપાર વિભાગની 4 બેઠક માટે 12 ફોર્મ ભરાયા હતા અને 7 પરત ખેંચાયા છે, જ્યારે 5 ઉમેદવાર મેદાનમાં હોવાથી આ વિભાગ માટે ચૂંટણી થશે. ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો માટે 4 ફોર્મ ભરાયા હતા 2 પરત ખેંચતા 2 બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં છે.

17મી સપ્ટેમ્બરે યોજાવાની છે આ ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી બી.બી.ભભોરે જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરે વેપાર વિભાગની 4 બેઠક માટે 5 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.17મી સપ્ટેમ્બરે સવારે 9 થી 5 સુધી મતદાન થશે અને 18મી સપ્ટેમ્બરે મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામ જાહેર થશે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની નવી રણનીતિ અને જાહેરાત બાદની આ પ્રથમ ચૂંટણી ભાજપે લગભગ બિનહરીફ જીતી લીધી છે અને ચેરમેન પદે શૈલેષ પટેલ નિશ્ચિત માનવામાં આવે છે.

આ પણ વાંચો : યુદ્ધની સ્થિતિ અને ઈમરજન્સી લેન્ડીંગ માટે રાજ્યમાં આ 2 હાઈવે પર એરસ્ટ્રીપ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">