અમેરિકાની નવી રણનીતિ, ગાઝા ખાલી કરાવી વિસ્થાપિતોને અરબ દેશોમાં નહીં પરંતુ આફ્રિકી દેશોમાં મોકલવા માગે છે ટ્રમ્પ
અમેરિકા અને ઈઝરાયેલે ગાઝાના લોકોને આફ્રિકામાં વસાવવા માટે સુડાન, સોમાલિયા અને સોમાલિલેન્ડ સાથે ચર્ચા શરૂ કરી છે. જો કે સુડાને એ સૂચનને સદંતર રીતે ફગાવી દીધુ છે. તો સોમાલિયા અને સોમાલિલેન્ડે પણ આવી કોઈ વાતચીતથી અજાણ હોવાનુ જણાવ્યુ છે.

અમેરિકા અને ઈઝરાયેલે ગાઝાના લોકોને પૂર્વી આફ્રિકામાં વસાવવાની યોજના તૈયાર કરી લીધી છે. જેના માટે બંને દેશોના અધિકારીઓએ મુસ્લિમ બાહુલ્યવાળા આફ્રિકી દેશ સુડાન, સોમાલિયા અને સોમાલિલેન્ડથી વાતચીત શરૂ કરી છે. આ પહેલા અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગાઝાના લોકોને પડોશી દેશ જોર્ડન અને મિસરમાં વસાવવાની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યુ હતુ કે ગાઝાના 20 લાખથી વધુ લોકોને અન્ય દેશોમાં વસાવી ગાઝાપટ્ટીને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના રૂપે વિકસીત કરવામાં આવશે. આ યોજનાને અરબ દેશો અને પેલેસ્ટાઈનીઓએ સદંતર ફગાવી દીધી છે. એવામાં અમેરિકાએ હવે ગાઝાવાસીઓને આફ્રિકા લઈ જવાની યોજના પર કામ કરવાનો સંકેત આપ્યો છે. અમેરિકા અને ઈઝરાયેલનો ગાઝા પર નવો પ્લાન એપીના અહેવાલ અનુસાર આ રાજનીતિક પહેલ ગુપ્ત રીતે કરવામાં આવી રહી છે. અમેરિકા અને ઈઝરાયયેલી અધિકારીઓએ સોમાલિયયા અને સોમાલિલેન્ડ સાથે સંપર્કની પુષ્ટિ કરી છે. અમેરિકી અધિકારીઓએ સુડાન સાથે સંપર્કની...