AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટોચના અમેરિકી જનરલે કહ્યું કે, અફઘાનિસ્તાનની આ સ્થિતિ માટે આ કારણ જવાબદાર, બાઈડને પણ ન આપ્યું ધ્યાન

પેન્ટાગોનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અફઘાનિસ્તાન સરકારના પતનનું સૌથી મોટું કારણ દોહા ડીલ છે. આ સમજૂતી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી.

ટોચના અમેરિકી જનરલે કહ્યું કે, અફઘાનિસ્તાનની આ સ્થિતિ માટે આ કારણ જવાબદાર, બાઈડને પણ ન આપ્યું ધ્યાન
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 11:02 PM
Share

અમેરિકાના (America) એક વરિષ્ઠ અધિકારીએ દોહા કરારને (Doha Deal) અફઘાન સરકાર અને સૈન્યના પતન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. આ કરાર ગયા વર્ષે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યો હતો. 

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોનના વડા જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ હાઉસ આર્મ્ડ સર્વિસીસ કમિટીને જણાવ્યું હતું કે જ્યારે રાષ્ટ્રપતિ જો બાઇડને એપ્રિલમાં સૈન્યની સંખ્યા ઘટાડીને 2,500 થી ઓછી કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે યુએસ સમર્થિત અફઘાન સરકારનું પતન શરૂ થયું હતું.

ફ્રેન્ક મેકેન્ઝીએ કહ્યું, ‘દોહા કરાર પર હસ્તાક્ષર કરવાથી અફઘાનિસ્તાન સરકાર અને તેની સેના પર ખરેખર હાનિકારક અસર પડી છે. સૌથી મોટી અસર મનોવૈજ્ઞાનિક રીતે પડી છે પરંતુ અમે એક નિશ્ચિત તારીખ નિર્ધારિત કરી લીધી હતી કે અમે ક્યારે નીકળવાના હતા અને ક્યારે તેમને મળતી તમામ સહાયની અપેક્ષા રાખી શકીએ તેની ચોક્કસ તારીખ નક્કી કરી હતી.

‘કતારના દોહામાં ગયા વર્ષે 29 ફેબ્રુઆરીએ ટ્રમ્પ પ્રસાશને તાલિબાન સાથે કરાર કર્યો હતો. જેમાં વચન આપવામાં આવ્યું હતું કે મે 2021 સુધીમાં અમેરિકા તેની આખી સેના પાછી ખેંચી લેશે અને તેના બદલામાં તાલિબાને કેટલીક શરતો પૂરી કરવી પડશે.

રાષ્ટ્રપતિ બાઈડને કોઈ ધ્યાન આપ્યું નહીં તાલિબાન દ્વારા જે શરતોનું વચન આપવામાં આવ્યું છે તેમાં અમેરિકન અને ગઠબંધન દળો પર હુમલા રોકવાનો સમાવેશ થાય છે. આ સોદો તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે શાંતિ મંત્રણાને પ્રોત્સાહન આપવાનો હતો. પરંતુ બાઈડને જાન્યુઆરીમાં પદ સંભાળ્યું ત્યારથી વધુ ધ્યાન આપવામાં આવ્યું નથી.

મેકેન્ઝીએ કહ્યું હતું કે તેમણે આગાહી કરી હતી કે જો અમેરિકા અફઘાનિસ્તાનમાં તેના લશ્કરી સલાહકારોને “લાંબા ગાળા માટે” 2500 થી ઓછા રાખે છે તો કાબુલ સરકાર અનિવાર્યપણે પડી જશે અને પછી સૈન્ય પણ સમાન હશે.

જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ વધુમાં કહ્યું કે દોહા કરાર નિરાશાજનક રીતે કામ કરે છે. ત્યારબાદ બાઈડન વહીવટીતંત્રે એપ્રિલમાં લશ્કરી ઘટાડાનો આદેશ આપ્યો હતો. આ કારણે અમેરિકી સૈન્યએ અફઘાનિસ્તાનની અંદરની સ્થિતિ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. સૈનિકો જાણતા હતા કે તેમને લાંબા સમય સુધી અફઘાન સૈન્ય એકમ સાથે રહેવાની જરૂર નથી. સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને મેકેન્ઝીના શબ્દો માટે ટેકો વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમણે ખૂબ જ સચોટ વિશ્લેષણ કર્યું છે.

જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ (Frank McKenzie) વધુમાં કહ્યું કે દોહા કરાર નિરાશાજનક રીતે કામ કરે છે. ત્યારબાદ બાઈડને વહીવટીતંત્રે એપ્રિલમાં લશ્કરી ઘટાડાનો આદેશ આપ્યો હતો. આ કારણે અમેરિકી સૈન્યએ અફઘાનિસ્તાનની અંદરની સ્થિતિ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. સૈનિકો જાણતા હતા કે તેમને લાંબા સમય સુધી અફઘાન સૈન્ય યુનિટ સાથે રહેવાની જરૂર નથી. સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને મેકેન્ઝીના શબ્દો માટે ટેકો વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમણે ખૂબ જ સચોટ વિશ્લેષણ કર્યું છે.

આ પણ વાંચો : Maharashtraમાં ફરી એકવાર છવાયા ચિંતાના વાદળો, થાણેમાં કોરોનાના 241 નવા કેસ નોંધાયા, ચાર લોકોના મોત

આ પણ વાંચો : ડો. રણદીપ ગુલેરિયાની ચેતવણી: સાવચેતી નહી રાખો તો, દુઃખમાં ફેરવાઈ શકે છે તહેવારોની ખુશી, આગામી 6થી8 સપ્તાહ મહત્વના

g clip-path="url(#clip0_868_265)">