ISIS-K સામે લડવા માટે તાલિબાન સાથે સહયોગ કરવાનું અમેરિકા ચાલુ રાખી શકે છે, તેના હવાઈ હુમલાનો બચાવ કર્યો

અમેરિકાએ અફઘાનિસ્તાન છોડતાની સાથે જ તાલિબાનોએ તેની ઉજવણી કરી અને યુદ્ધના અંતને પશ્ચિમી દેશોની હાર ગણાવી હતી.

ISIS-K સામે લડવા માટે તાલિબાન સાથે સહયોગ કરવાનું અમેરિકા ચાલુ રાખી શકે છે, તેના હવાઈ હુમલાનો બચાવ કર્યો
US can continue to cooperate with Taliban !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 9:42 PM

US May Cooperate With Taliban to Fight ISIS-K: અમેરિકાએ અફઘાનિસ્તાન છોડતાની સાથે જ તાલિબાનોએ તેની ઉજવણી કરી અને યુદ્ધના અંતને પશ્ચિમી દેશોની હાર ગણાવી હતી. હવે આ સંગઠનના આગમન સાથે ઘણા આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનમાં ફરી એકવાર માથું ઉંચું કરી રહ્યા છે, જેમાં વૈશ્વિક આતંકવાદી સંગઠન (Terrorist Organisation) ISIS પણ છે.

અહીં તેની એક શાખા છે જેનું નામ ISIS-K છે. જેમણે ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 169 અફઘાન ઉપરાંત 13 યુએસ સૈનિકો પણ માર્યા ગયા હતા. હવે અમેરિકા આ ​​સંગઠન સામે લડવા માટે તાલિબાન સાથે સહયોગ ચાલુ રાખવાનું વિચારી રહ્યું છે.

પેન્ટાગોન (યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું મુખ્ય મથક) ના બે વરિષ્ઠ અધિકારીઓએ પણ આ સહયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંરક્ષણ મંત્રી લોઈડ જે. ઓસ્ટિને કહ્યું, ‘અમે તાલિબાન સાથે ખૂબ જ નાના મુદ્દાઓ પર કામ કરી રહ્યા હતા.’ જ્યારે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ માર્ક એ. મિલીએ કહ્યું (Gen. Mark A. Milley) ‘તે એક ક્રૂર સંગઠન છે. તેઓ અફઘાનિસ્તાનમાં સૈનિકોની કમાન સંભાળતા હતા. “તેઓ (તાલિબાનો) બદલાય છે કે નહીં તે હજી જોવાનું બાકી છે, યુદ્ધમાં તમે તે જ કરો જે તમારે કરવું જોઈએ.”

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શું અમેરિકા તાલિબાનને સહકાર આપશે?

જ્યારે જનરલ મિલીને પૂછવામાં આવ્યું કે શું અમેરિકી સૈન્ય ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન (ISIS-K) સામે લડવા માટે તાલિબાન સાથે જોડાણ કરશે? આ માટે, તેમણે કહ્યું, ‘તે શક્ય છે.’ મિલીએ રવિવારે એરફોર્સના ડ્રોન હુમલાનો પણ બચાવ કર્યો હતો. જેના વિશે સેનાનું કહેવું છે કે, તેમાં વિસ્ફોટકોથી ભરેલી એક કારનો નાશ કરવામાં આવ્યો છે. જે એરપોર્ટ પર ચાલી રહેલી ખાલી કરાવવાની કામગીરી (US Air Strike in Afghanistan) માટે ખતરો હતો. અમેરિકાના આ હુમલામાં સાત બાળકો સહિત 10 અફઘાન નાગરિકોના મોત થયા હોવાના અહેવાલો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 20 વર્ષ જૂના અફઘાન યુદ્ધને સમાપ્ત કરવા માટે પોતાના સૈનિકોને પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જે બાદ અમેરિકા અને તેના સાથીઓએ પોતાના સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કર્યું. આ ખાલી કરાવવાની કામગીરી વચ્ચે તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.

આ દિવસે અફઘાનિસ્તાનની સરકાર પડી અને અશરફ ગની, જે રાષ્ટ્રપતિ હતા દેશ છોડીને ભાગી ગયા. બાદમાં અમેરિકાએ આ માટે અફઘાન સેનાને જવાબદાર ગણાવી. બાઈડને કહ્યું કે, તેઓ પોતાના દેશની આગામી પેઢિઓને આ દેશમાં મરવા માટે મોકલી શકતા નથી.

આ પણ વાંચો: Breaking News: અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, માત્ર 40 વર્ષની ઉંમરે કહ્યું અલવિદા

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">