UNSC Meeting Highlights: વડાપ્રધાન નરેન્દ્ર મોદી UNSC બેઠકની અધ્યક્ષતા કરી, દરિયાઈ સુરક્ષા આપણા માટે ખૂબ મહત્વની છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 11:07 PM

PM Modi At UNSC Meeting LIVE Updates: આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રની સરકારના વડાઓ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો અને સંયુક્ત રાષ્ટ્રની વ્યવસ્થા અને મોટા પ્રાદેશિક સંગઠનોના ઉચ્ચ-સ્તરના પદાધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ બેઠકમાં ભાગ લેવાના છે.

UNSC Meeting Highlights: વડાપ્રધાન નરેન્દ્ર મોદી UNSC બેઠકની અધ્યક્ષતા કરી,  દરિયાઈ સુરક્ષા આપણા માટે ખૂબ મહત્વની છે
PM narendra Modi (File Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) યુનાઈટેડ નેશનની સુરક્ષા પરિષદની (UNSC) બેઠકની અધ્યક્ષતા કરશે. આજે 9 ઓગસ્ટના રોજ સાંજે નરેન્દ્ર મોદી, વરચ્યુલ સ્વરૂપે બેઠકમાં, દરિયાઈ સુરક્ષાના મુદ્દે સંબોધન કરશે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે.

આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રની સરકારના વડાઓ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો અને સંયુક્ત રાષ્ટ્રની વ્યવસ્થા અને મોટા પ્રાદેશિક સંગઠનોના ઉચ્ચ-સ્તરના પદાધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ બેઠકમાં ભાગ લેવાના છે. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે દરિયાઇ સુરક્ષા અને દરિયાઇ ગુનાના વિવિધ પાસાઓ પર કરાયેલા ઠરાવોની ચર્ચા કરી છે, અને તેને પસાર કર્યા છે. જો કે, પ્રથમ વખત એવુ બનશે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચસ્તરની બેઠકમાં દરિયાઇ સુરક્ષાને વિશેષ એજન્ડા તરીકે સર્વગ્રાહી રીતે ચર્ચા કરવામાં આવશે.

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય નથી. સુરક્ષા પરિષદમાં કુલ 15 દેશનો સમાવેશ થાય છે, જેમાંથી 10 અસ્થાયી સભ્ય છે. યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યો છે. બિન-કાયમી સભ્ય તરીકે ભારત પાસે આ વર્ષથી 2 વર્ષ સુધીનો કાર્યકાળ છે, જે જાન્યુઆરી 2021 થી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ભારતને સુરક્ષા પરિષદના (Security Council)કાયમી સભ્ય બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી ભારતને યુનાઈટેડ નેશનની સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ મળ્યું નથી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Aug 2021 06:29 PM (IST)

    UNSC Meeting LIVE: મુક્ત સમુદ્રી વેપાર પ્રાચીન સમયથી ભારતની સંસ્કૃતિ સાથે સંકળાયેલ

    પીએમે કહ્યું – આપણે દરિયાઈ વેપારમાં સમસ્યાઓ દૂર કરવી જોઈએ. આપણી સમૃદ્ધિ દરિયાઇ વેપારના સક્રિય પ્રવાહ પર આધારિત છે અને આ માર્ગમાં અવરોધો સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર માટે પડકાર બની શકે છે. મુક્ત સમુદ્રી વેપાર પ્રાચીન સમયથી ભારતની સંસ્કૃતિ સાથે સંકળાયેલ છે.

  • 09 Aug 2021 06:28 PM (IST)

    UNSC Meeting LIVE:દરિયાઈ માર્ગોનો ઉપયોગ આતંકવાદી ઘટનાઓ અને સમુદ્રના લુટેરાઓ માટે થઈ રહ્યો છે

    પીએમ મોદીએ કહ્યું, આજે દરિયાઈ માર્ગોનો ઉપયોગ આતંકવાદી ઘટનાઓ અને સમુદ્રના લુટેરાઓ માટે થઈ રહ્યો છે, તેથી અમે આ બાબત સુરક્ષા પરિષદમાં લાવ્યા છીએ.

  • 09 Aug 2021 06:25 PM (IST)

    UNSC Meeting LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદી UNSC બેઠકની અધ્યક્ષતા કરી

  • 09 Aug 2021 06:23 PM (IST)

    UNSC Meeting LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદી UNSC બેઠકની અધ્યક્ષતા કરી

  • 09 Aug 2021 06:22 PM (IST)

    UNSC Meeting LIVE: દરિયાઇ સુરક્ષા માટે 5 મૂળભૂત સિદ્ધાંતો

    પીએમ મોદીએ કહ્યું, હું દરિયાઇ સુરક્ષા માટે 5 મૂળભૂત સિદ્ધાંતો આગળ રાખવા માંગુ છું. પ્રથમ- કાયદેસર વેપારની સ્થાપનામાં અવરોધો વિના મુક્ત દરિયાઇ વેપાર. બીજું, દરિયાઈ વિવાદો શાંતિપૂર્ણ રીતે અને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે ઉકેલવા જોઈએ.

  • 09 Aug 2021 06:18 PM (IST)

    UNSC Meeting LIVE: મહાસાગરો આપણી ધરોહર છે

    પીએમ મોદીએ કહ્યું, મહાસાગરો આપણી ધરોહર છે અને આપણા દરિયાઈ માર્ગો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. આ મહાસાગરો આપણા ગ્રહના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • 09 Aug 2021 06:16 PM (IST)

    UNSC Meeting LIVE: કાયદેસર દરિયાઇ પ્રવૃત્તિઓનું રક્ષણ અને સમર્થન કરવું જોઈએ

    વિદેશ મંત્રાલયે કહ્યું, કે કોઈ પણ દેશ એકલો દરિયાઈ સુરક્ષાના વિવિધ પાસાઓને સંબોધિત કરી શકતો નથી, યુએન સુરક્ષા પરિષદમાં આ મુદ્દા પર સર્વગ્રાહી રીતે વિચાર કરવો જરૂરી છે. દરિયાઇ સુરક્ષા માટે વ્યાપક અભિગમ દરિયાઇ ક્ષેત્રમાં પરંપરાગત અને બિનપરંપરાગત મુકાબલાનો સામનો કરતી વખતે કાયદેસર દરિયાઇ પ્રવૃત્તિઓનું રક્ષણ અને સમર્થન કરવું જોઈએ.

  • 09 Aug 2021 06:13 PM (IST)

    UNSC Meeting LIVE: દરિયાઈ સુરક્ષા આપણા માટે ખૂબ મહત્વની છે: પીએમ મોદી

  • 09 Aug 2021 05:56 PM (IST)

    UNSC Meeting LIVE: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન

    વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે.

  • 09 Aug 2021 05:47 PM (IST)

    UNSC Meeting LIVE:દરિયાઇ સુરક્ષા પર ઉચ્ચ સ્તરની અને ખુલ્લી ચર્ચા ઉંડાપૂર્વક થશે

    પીએમઓએ જણાવ્યું હતું કે, યુએનએસસીએ દરિયાઇ સુરક્ષા અને દરિયાઇ ગુનાના વિવિધ પાસાઓની ચર્ચા કરી છે અને અનેક ઠરાવો પસાર કર્યા છે. જો કે, આ પ્રથમ વખત હશે. જ્યારે દરિયાઇ સુરક્ષા પર ઉચ્ચ સ્તરની અને ખુલ્લી ચર્ચા ઉંડાપૂર્વક થશે.

  • 09 Aug 2021 05:45 PM (IST)

    UNSC Meeting LIVE: ભારત આ વર્ષે ઓગસ્ટ મહિના માટે UNSCની અધ્યક્ષતા કરી રહ્યું છે

    ભારતે 1 ઓગસ્ટથી આ જવાબદારી સંભાળી છે. UNSCમાં માત્ર પાંચ સ્થાયી સભ્યો છે અમેરિકા, ચીન, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ છે. અત્યારે ભારત સુરક્ષા પરિષદમાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય છે.

Published On - Aug 09,2021 6:29 PM

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">