UNGA માં રશિયા સામે ટીકાનો ઠરાવ પસાર, વિરોધમાં 141 મત અને સમર્થનમાં માત્ર 5 મત, 35 દેશોએ ભાગ ન લીધો

|

Mar 03, 2022 | 6:44 AM

રશિયા સામેના ઠરાવમાં ભારતે પોતાને દૂર રાખ્યા હતું. તમને જણાવી દઈએ કે UNSC બાદ UNGAમાં પણ ભારતે ગેરહાજર રહીને પ્રસ્તાવથી પોતાને દૂર રાખ્યા હતા, અને મતદાન કર્યુ નહોતુ.

UNGA માં રશિયા સામે ટીકાનો ઠરાવ પસાર, વિરોધમાં 141 મત અને સમર્થનમાં માત્ર 5 મત, 35 દેશોએ ભાગ ન લીધો
UNGA (File image)

Follow us on

Russia Ukraine War:યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે આજે યુએનજીએ (UNGA) માં રશિયાની નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રશિયા વિરુદ્ધ 141 વોટ પડ્યા જ્યારે સમર્થનમાં માત્ર 5 વોટ પડ્યા. ઉલ્લેખનીય છે કે 35 દેશોએ તેમાં ભાગ લીધો ન હતો. તમને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યુક્રેનની તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો અને આ પ્રસ્તાવમાં રશિયન હુમલાની નિંદા કરવામાં આવી છે. રશિયા સામેના ઠરાવમાં ભારતે પોતાને દૂર રાખ્યુ હતા અને આ બાબત મતદાન કર્યુ ન હતું. તમને જણાવી દઈએ કે UNSC બાદ UNGAમાં પણ ભારતે ગેરહાજર રહીને પ્રસ્તાવથી પોતાને દૂર રાખ્યા હતા. રશિયા સિવાય બેલારુસ, સીરિયા, નોર્થ કોરિયા, એરિટ્રિયાએ રશિયાની તરફેણમાં મતદાન કર્યું.

193-સભ્યોની જનરલ એસેમ્બલીએ યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવા માટે મતદાન કર્યું અને યુક્રેન સામે રશિયાના આક્રમણની સખત નિંદા કરી. સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. ઠરાવમાં પરમાણુ દળો તૈયાર કરવાના રશિયાના નિર્ણયની પણ નિંદા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બેલારુસની ભાગીદારીની પણ નિંદા કરવામાં આવી હતી. ઠરાવમાં રાજકીય સંવાદ, મધ્યસ્થી અને અન્ય શાંતિપૂર્ણ માધ્યમો દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષના તાત્કાલિક શાંતિપૂર્ણ નિરાકરણની હાકલ કરવામાં આવી છે.

ભારતે UNSCમાં રશિયા વિરુદ્ધના પ્રસ્તાવથી પણ પોતાને દૂર રાખ્યા હતા

આ પહેલા ભારતે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં રશિયા વિરુદ્ધના પ્રસ્તાવથી પણ પોતાને દૂર રાખ્યા હતા. ભારતે ન તો તેની તરફેણમાં મતદાન કર્યું કે ન તો તેનો વિરોધ કર્યો. તે સમયે, ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે યુક્રેનમાં તાજેતરના ઘટનાક્રમથી ભારત ખૂબ જ પરેશાન છે. ભારત ઇચ્છે છે કે હિંસાનો વહેલી તકે અંત આવે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

યુરોપિયન યુનિયનમાં યુક્રેનની તરફેણમાં 637 મત પડ્યા હતા

આ પહેલા યુક્રેનને યુરોપિયન યુનિયનનું સભ્યપદ આપવા માટે મંગળવારે યુરોપિયન સંસદમાં મતદાન થયું હતું. આ દરમિયાન યુક્રેનની તરફેણમાં 637 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 13 વોટ પડ્યા. તે જ સમયે, મતદાન દરમિયાન 26 પ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા હતા. આ રીતે યુરોપિયન યુનિયનમાં યુક્રેનના પ્રવેશ પર મહોર લાગી ગઈ છે. આ મતદાન સંપૂર્ણપણે એકતરફી હતું.

યુક્રેન યુરોપિયન યુનિયનનું સભ્ય બનશે

યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ યુરોપિયન યુનિયનમાં યુક્રેનના સભ્યપદ માટેની અરજી પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ અરજી યુરોપિયન યુનિયનમાં ફ્રાન્સના કાયમી પ્રતિનિધિ લેજિસલ-કોસ્ટાને સબમિટ કરવામાં આવી હતી. ઝેલેન્સકીએ યુક્રેનિયન સંસદના વડા, વર્ખોવના રાડા અને વડા પ્રધાન દિમિત્રી શ્મિગેલ સાથે સંયુક્ત વિનંતી પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, મેં યુક્રેનની યુરોપિયન યુનિયન સભ્યપદ અરજી પર હસ્તાક્ષર કર્યા છે. મને ખાતરી છે કે અમે આ હાંસલ કરી શકીશું. સોમવારે, ઝેલેન્સકીએ યુરોપિયન યુનિયનને પણ સંબોધિત કર્યું.

આ પણ વાંચો :Kutch: કંડલા દીનદયાળ પોર્ટ પર રૂ.10 હજાર કરોડના 17 પ્રોજેકટ અમલી બનશે, 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વધશે

આ પણ વાંચો :મહારાષ્ટ્રના પૂણેમાં થયો ગંભીર અકસ્માત, શૌચાલયની ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણથી 4 મજૂરોના મોત

Next Article