Kutch: કંડલા દીનદયાળ પોર્ટ પર રૂ.10 હજાર કરોડના 17 પ્રોજેકટ અમલી બનશે, 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વધશે

પ્રોજેક્ટ અતર્ગત રૂ. 4243.64 કરોડના ખર્ચે તુણા-ટેકરા, કંડલા પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલની સ્થાપના કરાશે તો રૂ.1147 કરોડના ખર્ચે કંડલા ખાતે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટીનો વિકાસ કરાશે.

Kutch: કંડલા દીનદયાળ પોર્ટ પર રૂ.10 હજાર કરોડના 17 પ્રોજેકટ અમલી બનશે, 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વધશે
કંડલા પોર્ટ ખાતે એક બેઠકનુ આયોજન કરાયું હતું
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Mar 03, 2022 | 6:50 AM

દેશના મહાબંદરોમાં જેને સ્થાન મળ્યુ છે તેવા કચ્છ (Kutch)ના કંડલા પોર્ટની કાર્યક્ષમતા વધુ મજબુત બનશે અને આવનારા દિવસોમાં વિવિધ પ્રોજેક્ટ અતર્ગત કંડલા દિનદયાળ પોર્ટ ગતિશક્તિ યોજન અતર્ગત 10 હજાર કરોડના 17 પ્રોજેકટ કાર્યાન્વિત કરશે જેનાથી પોર્ટની 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વધી જશે આ પ્રોજેક્ટ અતર્ગત રૂ. 4243.64 કરોડના ખર્ચે તુણા-ટેકરા, કંડલા પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલની સ્થાપના કરાશે તો રૂ.1147 કરોડના ખર્ચે કંડલા ખાતે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (SIPC) નો વિકાસ કરાશે તેવુ કંડલા પોર્ટના ચેરમેન એસ.કે.મહેતાએ જણાવ્યુ છે.

આજે કંડલા પોર્ટ ખાતે એક બેઠકનુ આયોજન કરાયું હતું, જેમાં વિવિધ કેન્દ્રીય અને રાજ્ય મંત્રાલયોના સહભાગીઓ વર્ચ્યુઅલ રીતે મીટિંગમાં જોડાયા હતા. જેમાં એસ.કે. મહેતા, IFS, ચેરમેન-DPA,નંદીશ શુક્લા, IRTS, Dy. ચેરમેન,આદિશ પઠાણીયા, IRTS, એરિયા રેલ્વે મેનેજર-ગાંધીધામ,રાજેન્દ્ર કુમાર, IPRCL,મહેશ તીર્થાની, સેક્રેટરી-ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ,મહેશ ગુપ્તા, પ્રમુખ, કંડલા લિક્વિડ ટાંકી ટર્મિનલ,વિનય ઠાકુર, (BISAG) સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

શુ છે ગતશક્તિ પ્રોજેક્ટ

ગતિ શક્તિ, નેશનલ માસ્ટર પ્લાનમા 16 જેટલા કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની તમામ હાલની અને આયોજિત માળખાકીય પહેલને સમાવતા કેન્દ્રીયકૃત પોર્ટલની કલ્પના છે જેના પરિણામે, દરેક વિભાગ પાસે હવે એકબીજાની પ્રવૃત્તિઓની વિઝિબિલિટી હશે, વ્યાપક રીતે પ્રોજેક્ટ્સનું આયોજન અને અમલીકરણ કરતી વખતે મહત્વપૂર્ણ ડેટાનુ આદાન-પ્રદાન કરશે.સારા આયોજનના પરિણામે, જમીન સંપાદનથી અમલીકરણ, સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સરકારી સંસ્થાઓ અને કોર્પોરેટ વચ્ચેના જોડાણોથી શરૂ કરીને માળખાકીય સુવિધાઓના નિર્માણની સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવા આ પ્રોજેક્ટ અમલી બનાવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર-2021માં પ્રગતી મેદાન નવી દિલ્લીથી “પ્રધાનમંત્રી ગતિશક્તિ” નેશનલ માસ્ટર પ્લાનની વર્ચુઅલી જાહેરાત કરી હતી ત્યાર બાદ વિવિધ પોર્ટ તેના અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ છે. 16 મંત્રાલયો અને 50 વિભાગોના સંકલન આ પ્રોજેક્ટ અતર્ગત આવરી લેવાયુ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શુ થશે કંડલા દિનદયાળ પોર્ટ પર

રૂ. 4204 કરોડનું આંતરિક સંસાધનો દ્વારા જૂના કંડલા ખાતે ઓઇલ જેટી નંબર 7 નું બાંધકામ, રૂ. 99.09 કરોડનું આંતરિક સંસાધનો દ્વારા જૂના કંડલા ખાતે ઓઇલ જેટી નંબર 8 નું બાંધકામ, રૂ. 448 કરોડનું કેપ્ટિવ ઉપયોગના ધોરણે OOT -વાડીનાર – દીનદયાળ પોર્ટ પર SPM  અને બે પ્રોડકટ જેટી ધરાવતી લિક્વિડ ટર્મિનલ સુવિધાઓનો વિકાસ, રૂ. 343 કરોડનું બીઓટી ધોરણે જૂના કંડલા ખાતે લિક્વિડ કાર્ગો અને શિપ બંકરિગ ટર્મિનલને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટીનો વિકાસ, રૂ. ૧૧૪૭ કરોડનું કંડલા ખાતે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (SIPC) નો વિકાસ, રૂ. 123.4 કરોડનું 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ બીઓટી ધોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર 9નું સંચાલન,

વિકાસ અને જાળવણી રૂ. 123.12 કરોડનું  30 વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ બીઓટી ધોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર 10 નું સંચાલન, વિકાસ અને જાળવણી, રૂ. 361.7 કરોડનું 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડલ હેઠળ બીઓટી ઘોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર 11 નું સંચાલન, વિકાસ અને જાળવણી, રૂ. 300 કરોડનું 30વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ DBOT ધોરણે બર્થ નંબર -14 પર યાંત્રિક ખાતર અને અન્ય સ્વચ્છ કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ, રૂ.171.32 કરોડનું ઓઇલ જેટી વિસ્તાર.

કંડલામાં પાઇપલાઇન પ્રોજેક્ટનું રિપ્લેસમેન્ટ અને રિવેમ્પિંગ,  રૂ. 254.32 કચ્છ સોલ્ટ જંકશન પર રોડ ઓવર બ્રિજ (ROB) નું બાંધકામ કરોડનું, રૂ. 39 કરોડનું ગાંધીધામ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું નિર્માણ, રૂ. 2250.64 કરોડનું પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડ હેઠળ બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (BOT) ધોરણે કંડવા ખાતે કચ્છના અખાત ખાતે તુણા – ટેકરા ( કંડલા ફ્રીકની બહાર ) ની બહાર બહુહેતુક કાર્ગો બર્થનો વિકાસ 18, રૂ. 4243.64 કરોડના ખર્ચે PPP મોડ હેઠળ બીઓટી ધોરણે તુણા – ટેકરા, કંડલા પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલની સ્થાપના કરાશે, રૂ. 45.51 કરોડનું કાર્ગો જેટી વિસ્તારની અંદર રેલ નેટવર્કનું અપગ્રેડેશન, કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન, ડીપીએ ખાતે રો – રો ટર્મિનલ ( હઝીરા , મુળ દ્વારકા , પીપાવાવ) રૂ. 383.42 કરોડ થઇ કુલ રૂ. 10375.56 કરોડના કુલ 17 પ્રોજેકટ અમલી બનશે જેનાથી કાર્ગોની વાર્ષિક 109.92 મિલિયન મેટ્રીકટન પર એનમ ક્ષમતા વધશે.

હરીફાઈને પહોંચી વળવામાં ઉપયોગી

ખાનગી બંદરોની હરીફાઇ વચ્ચે કંડલા પોર્ટ કાર્ગો હેન્ડલીંગ ક્ષમતામા સતત વધારો કરી રહ્યો છે. જો કે માળખાગત સુવિદ્યા સાથે હવે મહત્વના પ્રોજેક્ટ અમલીકરણ માટેની બ્લુપ્રીન્ટ કંડલા દિનદયાળ પોર્ટે બનાવી છે. જે ગતિશક્તિ પ્રોજેક્ટ અતર્ગત ઝડપથી કરવાની આશા આજે પોર્ટ ઓથોરીટી અને વપરાશકારે વ્યક્ત કરી હતી.

આ પણ  વાંચો : Ahmedabad: મંગેતર અને તેના પરિવારજનો પૈસા આપવા દબાણ કરતાં હોવાથી નરોડાના યુવકે આપઘાત કર્યો

આ પણ  વાંચો : રાજકોટ : જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ, FSL ટીમની મહેન્દ્ર પટેલની ઓફિસમાં તપાસ

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">