Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા 3726 ભારતીયો આજે સ્વદેશ પરત ફરશે
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે ઓપરેશન ગંગા હેઠળ આજે 3726 ભારતીયોને લાવવામાં આવશે. આ અંતર્ગત બુકારેસ્ટથી 8, બુડાપેસ્ટથી 5, રિઝોથી 3, સુસેવાથી 2 અને કોસીસથી 1 વિમાન ઉડાન ભરશે. આ વિમાનો દ્વારા ભારતીયો વતન પરત ફરશે.
Russia Ukraine War: યુક્રેન (Ukraine )માં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકારે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. દરમિયાન, એવા સમાચાર છે કે યુક્રેનની સરહદે આવેલા દેશોમાંથી 19 વિમાનો દ્વારા ગુરુવારે 3726 ભારતીયો વતન પરત ફરશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ઓપરેશન ગંગા (Operation Ganga) હેઠળ આજે 3726 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે.
બુકારેસ્ટથી ભારતીય વાયુસેના C-17ની ચોથી ફ્લાઇટ આજે સવારે 8:15 કલાકે ગાઝિયાબાદના હિંડન એર બેઝ પર ઉતરી હતી. બોર્ડમાં 180 મુસાફરો હતા, જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ હતા. આ ફ્લાઇટ ઓપરેશન ગંગા નામના ભારત સરકારના વિશાળ એરલિફ્ટ પ્રયાસનો એક ભાગ છે. અત્યાર સુધીમાં, IAF હંગેરી, પોલેન્ડ અને રોમાનિયામાં (Hungary, Poland and Romania)થી કુલ 798 મુસાફરોને પરત લાવ્યા છે.
Under Operation Ganga, 3726 Indians will be brought back home today on 8 flights from Bucharest, 2 flights from Suceava, 1 flight from Kosice, 5 flights from Budapest and 3 flights from Rzeszow: Union Civil Aviation Minister Jyotiraditya M. Scindia
(file pic) pic.twitter.com/hQ7ViqUxx8
— ANI (@ANI) March 3, 2022
આજે, IAF પ્રયાસ તરફ યુક્રેનના પડોશમાં વિવિધ સ્થળોએ વધુ 3 ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યું છે.IAF C-17 હેવી લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો તાજેતરના ભૂતકાળમાં ભારતના ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો છે, ખાસ કરીને અફઘાનિસ્તાનથી. ગયા વર્ષે કોવિડ-19 ફાટી નીકળ્યા દરમિયાન આ વિમાનોનો ઉપયોગ મોટા પ્રમાણમાં ઓક્સિજન કન્ટેનરના પરિવહન માટે પણ કરવામાં આવ્યો હતો.
પુતિન સાથે વડા પ્રધાનની વાતચીત ત્યારે થઈ જ્યારે મોદી એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા વડાપ્રધાન મોદી રવિવારથી અવારનવાર બેઠકો કરી રહ્યા છે. તેમણે અનેક પ્રસંગોએ કહ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને જોઈને ત્યાંના ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ સહિત તેના તમામ નાગરિકોને તાત્કાલિક ખાર્કિવ છોડી દેવાની અપીલ કરી છે. સંરક્ષણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને તાત્કાલિક પેસોચિન, બાબયે અને બેઝલ્યુડોવકા પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.