સંઘર્ષ કરી રહેલા અફઘાન લોકોની મદદ માટે સંયુક્ત રાષ્ટ્ર આગળ આવ્યું, રેકોર્ડ 4.4 બિલિયન ડોલર એકત્ર કરવાનો પ્રયાસ
યુએન સહાય સંકલન કાર્યાલય બ્રિટન, જર્મની અને કતાર દ્વારા સમર્થિત, અફઘાનિસ્તાનની સહાય માટે $4.4 બિલિયન એકત્ર કરવાની આશામાં એક દેશ માટે અત્યાર સુધીની સૌથી મોટી અપીલ શરૂ કરી રહ્યું છે.
યુએન સહાય સંકલન કાર્યાલય (UN aid coordination office) બ્રિટન, જર્મની અને કતાર દ્વારા સમર્થિત, અફઘાનિસ્તાનની (Afghanistan) સહાય માટે $4.4 બિલિયન એકત્ર કરવાની આશામાં એક દેશ માટે અત્યાર સુધીની સૌથી મોટી અપીલ શરૂ કરી રહ્યું છે. આ બધુ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે વિશ્વનું મોટાભાગનું ધ્યાન યુક્રેનમાં રશિયાના યુદ્ધ પર કેન્દ્રિત છે, સંયુક્ત રાષ્ટ્ર તાલિબાન (Taliban rule) દ્વારા અફઘાનિસ્તાન પર ફરીથી ચલાવવામાં આવતા શાસનમાં ગરીબ દેશને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોઈપણ દેશની મદદ માટે આ સૌથી મોટી રકમ એકઠી કરવામાં આવશે.
અફઘાનિસ્તાનને પણ અમારી મદદની જરૂર છે: માર્ટિન ગ્રિફિથ્સ
માનવતાવાદી બાબતોના સંકલન માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયના વડા માર્ટિન ગ્રિફિથ્સે ગુરુવારે કહ્યું કે, યુક્રેન પર ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ અફઘાનિસ્તાનને પણ અમારી મદદની જરૂર છે. સરળ શબ્દોમાં કહીએ તો, અમે જે માનવતાવાદી કાર્યક્રમ માટે અપીલ કરી રહ્યા છીએ તે જીવન બચાવવા માટે છે.
તાલિબાને ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થિત સરકારને હટાવ્યા બાદ બીજી વખત દેશ પર શાસન કરવાનું શરૂ કર્યું હતું. તેમને સત્તામાં આવ્યાને એક વર્ષ પણ નથી થયું અને અફઘાનિસ્તાન માનવીય સંકટનો સામનો કરી રહ્યું છે અને તેની અર્થવ્યવસ્થા પણ પડી ભાંગી છે.
2.3 કરોડ લોકો ગંભીર ખાદ્ય કટોકટીનો સામનો કરી રહ્યા છે
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, લગભગ 2.3 કરોડ લોકો ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. ગ્રિફિથ્સે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “તેની અર્થવ્યવસ્થા સામાન્ય જનતા, મહિલાઓ, પુરુષો અને બાળકો માટે સલામત જીવન પ્રદાન કરવા માટે ખૂબ નબળી છે.” જેના કારણે ત્યાંની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે, આ ભયંકર સંજોગોને જોતાં, અમે અફઘાનિસ્તાનમાં, વર્ષના સૌથી ખરાબ સમયે, એક દેશ માટે શરૂ કરાયેલી સૌથી મોટી માનવતાવાદી અપીલને ભંડોળ આપવા માટે આજે દાતાઓને વિનંતી કરીએ છીએ. લોકોને $4.4 મિલિયન એકત્રિત કરવા અને મદદ કરવા અપીલ કરીએ છીએ.
ગ્રિફિથ્સે કહ્યું, “મને કોઈ શંકા નથી કે અમે $4.4 બિલિયનનો ધ્યેય બહુ જલ્દી હાંસલ કરી શકીશું નહીં, પરંતુ અમે તેની દિશામાં કામ કરીશું.”
(ઇનપુટ ભાષા)
આ પણ વાંચો: CA Syllabus: CAનો સિલેબસ બદલવાનો છે, ICAIએ જણાવ્યો પ્લાન, જાણો કેવો હશે નવો સિલેબસ
આ પણ વાંચો: UG admission 2022: કયા વિષયમાં પ્રવેશ માટે ધોરણ 12નો કયો કોર્સ જરૂરી છે, AICTEએ સંપૂર્ણ યાદી બહાર પાડી