યુક્રેનના લોકો બોમ્બ-ગોળીબારના ડરથી નહીં, પરંતુ વીજળી, પાણી, ખોરાકના અભાવે જીવી રહ્યા છે, સામે આવી તબાહી

Russia And Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયન હુમલાઓને કારણે યુક્રેનના કેટલાક શહેરોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

યુક્રેનના લોકો બોમ્બ-ગોળીબારના ડરથી નહીં, પરંતુ વીજળી, પાણી, ખોરાકના અભાવે જીવી રહ્યા છે, સામે આવી તબાહી
રશિયન સેનાએ, છેલ્લા કેટલાક દિવસથી યુક્રેનના મારિયુપોલ શહેર પર હુમલા વધાર્યા છે.
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Mar 16, 2022 | 4:32 PM

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ (Russia Ukraine War) હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યું નથી. રશિયા યુક્રેન પર સતત હુમલાઓ કરી રહ્યું છે અને રશિયન સેનાએ યુક્રેનના કેટલાક વધુ શહેરોને નિશાન બનાવ્યા છે. રશિયન સેના (Russian Army) દ્વારા નિશાન બનાવવામાં આવેલા શહેરોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આ શહેરોના કેટલાક ભાગો સ્મશાનગૃહમાં ફેરવાઈ ગયા છે, કારણ કે દરેક જગ્યાએ મૃતદેહો વિખરાયેલા છે. ઘણી ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે અને આ શહેરો પર સતત બોમ્બ વરસતા રહે છે. આ શહેરોમાંથી ઘણા વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે યુક્રેનના એક પછી એક શહેરો બરબાદ (Situation in Ukraine) થઈ રહ્યા છે.

આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીએ છીએ કે યુક્રેનના કયા શહેરોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ત્યાં કેવી રીતે હુમલા કરવામાં આવ્યા અને હવે આ શહેરોમાં કેવી સ્થિતિ છે. યુક્રેનના શહેરો સાથે જોડાયેલા આવા અનેક તથ્યો છે, જેના વિશે જાણીને તમે પોતે પણ ચોંકી જશો.

સૌથી ખરાબ સ્થિતિ ક્યાં છે?

અગાઉ રશિયન સેના દ્વારા કિવ અને ખાર્કિવ જેવા શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. દરમિયાન, થોડા દિવસોથી રશિયન સેનાએ યુક્રેનના મેરીયુપોલ શહેર પર હુમલો કર્યો છે. જેના કારણે શહેરની હાલત કફોડી બની છે. યુક્રેન દેશ છોડીને જતા લોકોની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે. આમાં, લગભગ 20,000 લોકો મેરીયુપોલ છોડવામાં સફળ થયા. યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે રશિયન સૈનિકોએ મેરીયુપોલ શહેરમાં 500 લોકોને બંધક બનાવ્યા છે. આ શહેરમાં લોકો પાણી, વીજળી અને ખોરાક માટે પણ ઝંખે છે.

સ્થિતિ કેવી છે?

બીબીસી વર્લ્ડના અહેવાલ મુજબ ચાર લાખ લોકો એવા છે જે ખોરાક, પાણી, વીજળી અને તબીબી સુવિધાઓ વિના જીવી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે અત્યાર સુધીમાં અહીં 2400 નાગરિકો માર્યા ગયા છે. બીબીસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો એવા છે જે બીમાર છે, પરંતુ તેમને મેડિકલ સુવિધા નથી મળી રહી. આ સિવાય ઘણી જગ્યાઓ સામૂહિક કબરોમાં ફેરવાઈ ગઈ છે. એટલે કે કેટલીક જગ્યાએ એકસાથે અનેક લોકોને દફનાવવામાં આવ્યા છે. દરેક જગ્યાએ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે, તાજેતરમાં જે હોસ્પિટલમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો તે પણ અહીં આવી જ ઘટના છે.

મીડિયા રિપોર્ટ અનુસાર અહીં 13 દિવસથી વીજળી, ગેસ અને પાણીની સુવિધા નથી. તાપમાન માઈનસ 5 ડિગ્રી સુધી પહોચી ગયુ છે, જેના કારણે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકો શહેરની બહાર ચાલ્યા ગયા છે, પરંતુ હજુ પણ ચાર લાખ લોકો આ શહેરમાં ફસાયેલા છે. પશ્ચિમ મેરીયુપોલમાં અહીં વધુ હુમલા કરવામાં આવ્યા છે. લગભગ 20,000 લોકોએ રશિયન દળો દ્વારા ઘેરાયેલા યુક્રેનના મેરીયુપોલથી માનવતાવાદી કોરિડોર દ્વારા શહેર છોડી દીધું. અત્યાર સુધી આટલી મોટી સંખ્યામાં લોકોએ ત્યાંથી સ્થળાંતર કર્યું ના હતું. દરમિયાન, રશિયન દળોએ કિવ પર તેમના બોમ્બમારાને વધુ તીવ્ર બનાવ્યા છે અને એક એપાર્ટમેન્ટ, સબવે સ્ટેશન અને અન્ય નાગરિક સ્થળનો વિનાશ કર્યો છે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: સમાધાનને લઈને રશિયાનો સૂર બદલાયો, યુક્રેનના વરિષ્ઠ અધિકારીનો મોટો દાવો

આ પણ વાંચોઃ

Russia Ukraine War : રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે ભારતને લાગી શકે છે મોંઘવારીના આંચકાઓ, જાણો ખાસ વિગતો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati