AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine Russia Conflict: યુક્રેનમાં રશિયન સૈનિકોનો આતંક, આ શહેરને નુકસાન પહોંચાડ્યું, લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ

DIU એ ટ્વિટ કર્યું કે રશિયા, યુક્રેનના અસ્થાયી રૂપે કબજા હેઠળના પ્રદેશોમાં તેના સૈનિકો દ્વારા, માળખાકીય સુવિધાઓ અને માળખાને નુકસાન પહોંચાડીને પરિસ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે.

Ukraine Russia Conflict: યુક્રેનમાં રશિયન સૈનિકોનો આતંક, આ શહેરને નુકસાન પહોંચાડ્યું, લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ
યુક્રેનમાં રશિયન સૈનિકોનો આતંકImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 8:56 AM
Share

Ukraine Russia Conflict: યુક્રેન(Ukraine) પર સતત રશિયા દ્વારા હુમલાનો ખતરો છે. યુક્રેનની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીએ દાવો કર્યો છે કે, રશિયા (Russia) તેના શહેર ડોનેત્સ્કમાં અનેક સામાજિક માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડી રહ્યું છે. ઉપરાંત, એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે ડોનેટ્સકના રહેવાસીઓને ઘરે રહેવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું ટાળવા વિનંતી કરી હતી.યુક્રેનની સંરક્ષણ ગુપ્તચર એજન્સી DIUએ ટ્વિટ કરીને રશિયા પર નિશાન સાધ્યું છે.

DIUએ ટ્વિટ કર્યું કે રશિયા, યુક્રેનના અસ્થાયી રૂપે કબજા હેઠળના પ્રદેશોમાં તેના સૈનિકો દ્વારા, માળખાકીય સુવિધાઓ અને માળખાને નુકસાન પહોંચાડીને પરિસ્થિતિને અસ્થિર કરવા માંગે છે અને આ પ્રકારની ઘટનાઓ યુક્રેન પર આતંકવાદી જેવી પ્રવૃત્તિઓનો આરોપ લગાવવા માંગે છે. આ સાથે યુક્રેનની ગુપ્તચર એજન્સીએ તેના નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ તેમના ઘરની બહાર ન નીકળે અને બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું ટાળે.

રશિયન સેના કિવને નિશાન બનાવશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ફરી એકવાર યુક્રેન સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અમારી પાસે માનવા માટે કારણ છે કે રશિયન સેના આગામી દિવસોમાં યુક્રેન પર હુમલો કરવા માગે છે. અમે માનીએ છીએ કે તેઓ યુક્રેનની રાજધાની કિવને નિશાન બનાવશે. તેમણે કહ્યું કે, અમે વારંવાર રશિયાની આવી ઘાતક યોજનાઓને ,જોરથી વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ, કારણ કે અમે સંઘર્ષ ઇચ્છીએ છીએ તે માટે નહીં, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે રશિયા યુક્રેન પરના આક્રમણને યોગ્ય ઠેરવે અને તેને થતું અટકાવે.

જો રશિયા યુક્રેન પર વધુ હુમલો કરશે તો અમે તેના પર કડક પ્રતિબંધો લગાવવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે જો રશિયા ઈચ્છે તો હજુ પણ કૂટનીતિનો માર્ગ પસંદ કરી શકે છે. હજુ પણ આગળ વધવામાં અને વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવામાં મોડું થયું નથી. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે આ સમય સુધીમાં હું માનું છું કે (રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને) પોતાનો નિર્ણય (યુક્રેન પર આક્રમણ કરવાનો) લઈ લીધો છે.

આ પણ વાંચો : તમે કહી શકો કે હું ખરાબ ડાન્સર કે એક્ટર છું પરંતુ, ગંગુબાઈ’નું ટ્રેલર અને ‘ઢોલિડા’ ગીતનો રિસ્પોન્સ જોયા પછી Alia Bhatt એ આ વાત કહી

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">