Russia Ukraine War : યુક્રેન-રશિયા વચ્ચેની ‘શાંતિ વાર્તા’ અટવાઈ, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બેલારુસમાં મંત્રણાનો કર્યો ઇનકાર
Russia Ukraine Talks: રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો અને તેના સૈન્ય દળો બેલારુસ તરફથી આગળ વધી રહ્યા છે.
યુક્રેનના (Ukraine) રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ (Volodymyr Zelenskyy) કહ્યું છે કે તેમનો દેશ રશિયા (Russia) સાથે શાંતિ મંત્રણા કરવા તૈયાર છે. પરંતુ આ મંત્રણા બેલારુસમાં (Belarus) નથી કરવી. તેમનું કહેવું છે કે, બેલારુસ, મોસ્કો (Moscow) ની ચાલ ચાલી રહ્યુ છે. યુક્રેન પર હુમલા માટે બેલારુસ ગ્રાઉન્ડ સપોર્ટ આપી રહ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રવિવારે એક વીડિયો સંદેશમાં વોર્સો, બ્રાતિસ્લાવા, ઇસ્તંબુલ, બુડાપેસ્ટ અથવા બાકુને યુદ્ધ વિરામ અંગે વાટાઘાટો માટેના યોગ્ય વૈકલ્પિક સ્થળો તરીકે ગણાવ્યા છે. તેમણે કહ્યું કે અન્ય સ્થળોએ પણ શાંતિ માટેની વાટાઘાટો થઈ શકે છે, પરંતુ સ્પષ્ટતા કરી કે યુક્રેન બેલારુસમાં મંત્રણા કરશે નહીં.
હકીકતમાં, ક્રેમલિને (Kremlin) રવિવારે કહ્યું કે તેનું એક પ્રતિનિધિમંડળ યુક્રેનિયન અધિકારીઓ સાથે વાતચીત કરવા બેલારુસના શહેર ગોમેલ (Gomel) પહોંચ્યું છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે (Dmitry Peskov) જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળમાં લશ્કરી અધિકારીઓ અને રાજદ્વારીઓનો સમાવેશ થાય છે. “રશિયન પ્રતિનિધિમંડળ યુદ્ધ વિરામ અર્થે વાટાઘાટો માટે તૈયાર છે અને અમે યુક્રેનના અધિકારીઓની વાટોઘાટો માટે રાહ જોઈ રહ્યા છીએ,” રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો હતો અને તેના સૈન્ય દળો બેલારુસ તરફથી યુક્રેન તરફ આગળ વધી રહ્યા છે. રશિયા અને બેલારુસ વચ્ચે ગાઢ સંબંધો છે. આવી સ્થિતિમાં, આ બાબત પહેલાથી શંકા વ્યક્ત કરાઈ હતી કે બેલારુસ એ રશિયાના મદદગાર છે.
યુક્રેનના નિવેદન પર બેલારુસે શું કહ્યું?
બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ (Alexander Lukashenko) યુક્રેનના આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં બેલારુસના કોઈ સૈનિકો નથી. આ સિવાય અહીં ના તો કોઈ હથિયાર છે કે ના તો કોઈ દારૂગોળો. રશિયાને, અમારી આવી કોઈ મદદની જરૂર પણ નથી. લુકાશેન્કોએ યુક્રેનને કહ્યું છે કે જો તે પોતાનો દેશ ગુમાવવા માંગતો નથી તો તે વાટાઘાટોના ટેબલ પર આવે. તેમણે યુક્રેનને બેલારુસની જેમ તટસ્થ અને પરમાણુ મુક્ત દેશ બનવા કહ્યું. ગોમેલમાં દરેક વ્યક્તિ યુક્રેનિયન પ્રતિનિધિમંડળની રાહ જોઈ રહી છે. જો તેઓ ના આવે, તો તે તેમની ઈચ્છા.
રશિયન અધિકારીઓ બેલારુસ પહોંચ્યા
અગાઉ રશિયાએ કહ્યું હતું કે યુક્રેનના અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે એક પ્રતિનિધિમંડળ બેલારુસના શહેર ગોમેલ પહોંચ્યું છે. પ્રતિનિધિમંડળમાં લશ્કરી અધિકારીઓ અને રાજદ્વારીઓનો સમાવેશ થાય છે. રશિયન પ્રતિનિધિમંડળ મંત્રણા માટે તૈયાર છે અને અમે યુક્રેનિયન સત્તાવાળાઓની રાહ જોઈ રહ્યા છીએ. નોંધનીય છે કે, રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો અને તેની સેના રાજધાની કિવની નજીક પહોંચી ગઈ છે. દેશના દરિયાકાંઠે, તેણે નોંધપાત્ર લીડ બનાવી છે. યુક્રેનના એક અધિકારીએ કહ્યું કે રશિયન સૈનિકો દેશના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં પ્રવેશ્યા છે અને હવે શેરીઓમાં લડાઈ ચાલી રહી છે.
#UPDATE President Volodymyr Zelensky said Ukraine is willing to hold talks with Russia – but not in neighbouring Belarus as it is being used as a launchpad for the invasion.
“Warsaw, Bratislava, Budapest, Istanbul, Baku. We proposed all of them,” he said in an online address.
— AFP News Agency (@AFP) February 27, 2022
આ પણ વાંચોઃ
Photos: યુક્રેનની ‘બ્યુટી ક્વીન’ જેણે પહેલા પોતાની સુંદરતાથી લોકોના મન મોહ્યા, અને હવે હથિયાર ઉઠાવીને લોકોના દિલ જીત્યા
આ પણ વાંચોઃ