Dubai Visa Rules: શું તમે દુબઈમાં જવાનું વિચારી રહ્યા છો, તો બદલાયેલા વિઝાના નિયમો વિશે જાણી લો, થયા આ મોટા ફેરફાર

દુબઈના વિઝાના નિયમો બદલાયા છે. ત્યારથી દુબઈમાં નોકરી મેળવવા ઇચ્છુક લોકો માટે આશા જાગી છે.દુબઈ જનારા લોકો માટે આ સારી વાત કહી શકાય છે.

Dubai Visa Rules: શું તમે દુબઈમાં જવાનું વિચારી રહ્યા છો, તો બદલાયેલા વિઝાના નિયમો વિશે જાણી લો, થયા આ મોટા ફેરફાર
દુબઈના વિઝા નિયમો બદલાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 11:56 AM

Dubai Visa Rules: સંયુક્ત આરબ અમીરાત (UAE) એ તેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે. લાંબા સમય સુધી દુબઈમાં રહેવાનું વિચારી રહ્યા છો અને નોકરી કરવાનો પ્લાન કરી રહેલા લોકો માટે અનેક નિયમો બદલાયા છે. જો તમે દુબઈમાં જવાનું વિચારી રહ્યા છો તો તમારે આ વાતનું ધ્યાન ખાસ રાખવું પડશે કે. વિઝાના નિયમોમાં શું  ફેરફાર થયો છે. હવે યુએઈ દ્વારા કેટલાક નિયમોમાં ઢીલ જોવા મળી રહી છે. ત્યારબાદ દુબઈ જનારા લોકો માટે આ સારી વાત કહી શકાય છે.

દુબઈ દ્વારા કેટલા પ્રકારના વિઝા આપવામાં આવે છે,  તમે વિચારી  શકશો કે તમારા પ્લાન મુજબ કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

કેટલા પ્રકારના વિઝા પ્રકાર મળે છે ?

ગોલ્ડન વિઝા, ગ્રીન રેસિડેન્સી વિઝા અને ટૂરિસ્ટ વિઝા યુએઈ દ્વારા આપવામાં આવે છે. ગોલ્ડન વિઝા એવા લોકો માટે છે જેઓ લાંબા સમય સુધી દુબઈમાં રહેવા અથવા સ્થાયી થવા માંગે છે. આ વિઝા 10 વર્ષ માટે છે. આ સિવાય ગ્રીન રેસિડેન્સી વિઝા એવા લોકો માટે છે જેઓ થોડા વર્ષો માટે નોકરી માટે દુબઈ જાય છે. આ વિઝા 5 વર્ષ માટે છે. આ સાથે, મુલાકાતીઓ માટે વિઝા છે, જે 90 દિવસ માટે છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

નવા નિયમોથી કોના પર અસર થઈ શકે છે

જો સરળ ભાષામાં સમજીએ તો આ વિઝા નિયોમોથી એ લોકોને ફાયદો થવાનો છે જે લાંબા સમય સુધી દુબઈમાં રહેવા માંગે છે જે લોકો ત્યાં કામ કરવાનું વિચારી રહ્યો છે તે લોકો માટે સારા સમાચાર છે કારણ કે, દુબઈ વિઝા માટે કેટલાક નિયમોમાં છુટ આપવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ક્યાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શું છે નિયમ ?

  1. હવે 5 વર્ષના ગ્રીન વિઝા માટે એમ્પ્લોયરની મદદ લેવાની જરૂર નહીં રહે. હવે વ્યક્તિને સીધો વિઝા આપી શકાશે. આ સાથે ગ્રીન વિઝા ધારકો તેમના પરિવારના સભ્યોને પણ સ્પોન્સર કરી શકે છે. જો ગ્રીન વિઝા ધારકની પરમિટ પૂર્ણ થઈ જાય, તો તેને રિન્યુ કરાવવા માટે 6 મહિનાનો વધારાનો સમય આપવામાં આવશે.
  2. ગોલ્ડન વિઝા સાથે જોડાયેલા કેટલાક નિયમો આસાન કરવામાં આવ્યા છે. જેમાં રોકાણકાર, બિઝનેસમેને વધુ ફાયદો થવાનો છે. ગોલ્ડન વિઝા ધારક પરિવારના સભ્યો અને બાળકોને સ્પોન્સર કરી શકે છે. ગોલ્ડન વિઝા ધારકના પરિવારના સભ્યો પણ ધારકના મૃત્યુ પછી યુએઈમાં જ્યાં સુધી વિઝા માન્ય રહેશે ત્યાં સુધી રહી શકે છે.
  3. જેમની પાસે ટૂરિસ્ટ વિઝા હશે, તેઓ 60 દિવસ સુધી યુએઈમાં રહી શકશે.
  4. આ સાથે જે લોકો દુબઈમાં નોકરી કરવા ઈચ્છે છે, તેમને 90 દિવસના વિઝા આપવામાં આવશે જેથી તેઓ અહીં આવીને નોકરી શોધી શકે. જેમાં જોબ એક્સપ્લોરેશન વિઝા પ્રોફેશનલ્સને સ્પોન્સરશિપ વગર યુએઈમાં રોજગાર મેળવવાની મંજૂરી આપશે. આ માટે પ્રથમ નોકરી મેળવવા માટે કોઈ કંપનીની જરૂર પડશે નહીં અને તમે નોકરી મેળવતા પહેલા ત્યાં રહેવાનું શરૂ કરી શકો છો.

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">