ટ્રમ્પે આપ્યો સંકેત, કહ્યું ‘ચીન સાથે સારી ડીલ કરીશું’
ડોનાલ્ડ ટ્રમ્પે 17 એપ્રિલના રોજ કહ્યું હતું કે, તેઓ ટ્રેડ ડીલને હાલમાં કોઈ જ અંતિમ સ્વરૂપ આપવા નથી માંગતા. ટ્રમ્પે જ્યોર્જિયા મેલોની સાથેની આ બેઠકમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, યુરોપિયન યુનિયન સંઘ સાથે સમજૂતી કરવી સરળ રહેશે.

વૈશ્વિક વેપારના તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ચીન સાથે સારો સોદો કરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે, તે દરેક દેશને મળવા માંગે છે. તેઓ મેક્સિકોથી જાપાન અને ઇટાલી સુધી, દરેક દેશને મળવા માટે ઉત્સુક છે. તે જ સમયે,ચીનના વાણિજ્ય મંત્રાલય તરફથી પણ એક નિવેદન આવ્યું કે તેઓ અમેરિકા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ ટ્રમ્પે ટેરિફની ધમકી બંધ કરવી પડશે અને સમાનતાના આધારે વાતચીત કરવી પડશે.
17 એપ્રિલનો ખુલાસો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 17 એપ્રિલના રોજ કહ્યું હતું કે, તેઓ ટ્રેડ ડીલને હાલમાં કોઈ જ અંતિમ સ્વરૂપ આપવા નથી માંગતા. તેમણે ઈટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે બેઠક કરી હતી. ટ્રમ્પે જ્યોર્જિયા મેલોની સાથેની આ બેઠકમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, યુરોપિયન યુનિયન સંઘ સાથે સમજૂતી કરવી સરળ રહેશે.
ચીન સાથે વધતો તણાવ
ચીન સાથેના સંબંધોમાં વધુ ખટાશ જોવા મળતા બેઇજિંગે જાહેર કર્યું કે, તે ટ્રેડ વૉરથી ડરતો નથી પરંતુ સમાનતા, સમ્માન અને પરસ્પર લાભના આધારે વાતચીત કરવા માટેની હાકલ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયનું આ નિવેદન ટ્રમ્પના બેઇજિંગ સાથેની વાતચીતમાં આવ્યું હતું.
ચીન પર 245 ટકા ટેરિફ
વ્હાઇટ હાઉસની ફેક્ટ શીટ અનુસાર, ચીની આયાત પર હવે 245 ટકા સુધીનો ટેરિફ લાગશે. જેની અંદર 125 ટકા પારસ્પરિક ટેરિફ, ફેન્ટાનાઇલ કટોકટીથી જોડાયેલ વધારાની 20 ટકા ડ્યુટી અને અમેરિકા દ્વારા અન્યાયી વેપાર પ્રથાઓનો સામનો કરવા માટે 7.5થી 100 ટકા જેટલા અન્ય પગલાંઓ પણ જોડાયેલા છે.
આટલા દેશો ટેરિફ પર ચર્ચા કરી રહ્યા છે
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, 75 દેશોએ ટેરિફ ઘટાડવા માટેની ચર્ચા શરૂ કરી છે. જો કે, ચીને હજુ સુધી આને લગતી કોઈ જ વાતચીત ફરી શરૂ કરી નથી. ટ્રમ્પે ટેરિફને અમેરિકન ઉદ્યોગ અને રાષ્ટ્રીય સુરક્ષાની સલામતી માટે ખાસ ગણાવ્યું છે. તદુપરાંત ભારત સહિત અન્ય વેપાર ડીલરો પર પણ સમાન પગલાં લાદવાના તેમના ઇરાદાને પુનરાવર્તિત કર્યો છે.
