શું પાકિસ્તાને ભલામણ કરવાથી ટ્રમ્પને મળી જશે શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ? કેવી રીતે થાય છે નોબેલ માટેની પસંદગી-વાંચો
પાકિસ્તાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યુ છે. પરંતુ જેટલુ આસાન પુરસ્કાર માટે નોમિનેટ કરવાનું છે. એટલુ જ આસાન તેને પ્રાપ્ત કરવાનું નથી. આ એવોર્ડને હાંસિલ કરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. કમિટી પહેલા નોમિનેટેડ નામોને જુએ છે. રિવ્યુ કરે છે. ત્યારબાદ એક લાંબી પ્રોસેસ બાદ વિજેતાના નામ પર પહોંચી જાય છે.

પાકિસ્તાને અમેરિકાના ઉપકાર ચુકવવા માટે મોટુ એલાન કરી દીધુ છે. હાલમાં જ પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર અને રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઈટ હાઉસમાં લંચ થયુ. આ લંચ બાદ પાકિસ્તાને નોબેલ પુરસ્કાર માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યુ. જો કે પાકિસ્તાને ટ્રમ્પના નામની ભલામણ કરી તેના તાર પણ ભારત સાથે જોડાયેલા છે. ભારતે જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોંચ કર્યુ હતુ, ત્યારે બંને દેશો વચ્ચે 4 દિવસ સુધી તણાવ રહ્યો. વાર-પલટનારનો સિલસિલો જારી રહ્યો. ત્યારબાદ પાકિસ્તાને ભારતને આ ઓપરેશન રોકવાનો આગ્રહ કર્યો. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે તેમણે સીઝફાયર કરાવ્યુ. પાકિસ્તાને ટ્રમ્પના આ હસ્તક્ષેપ રૂપી ઉપકારનું ઋણ ચુકવવા માટે ટ્રમ્પનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરી દીધુ છે. function loadTaboolaWidget() { ...
