રશિયા-યુક્રેન યુદ્ધને ‘મોદીનું યુદ્ધ’ ગણાવનાર ટમ્પના સલાહકાર નવારોને અમેરિકાના આ ત્રણ દંભ કેમ નથી દેખાતા?
ભારત પર ટેરિફ બોંમ્બ ફોડ્યા બાદ ટ્રમ્પે તેના સાથી-સહયોગીઓને ભારત વિરુદ્ધ એલ-ફેલ નિવેદનો કરવાના કામમાં લગાવ્યા છે. જેમા સૌથી વધુ હદ પાર તેના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ કરી છે.

અમેરિકી રાષ્ટ્રપ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા પહેલા એક દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાનું વચન આપ્યુ હતુ, પરંતુ 222 દિવસ બાદ પણ શાંતિ નથી. હવે ટ્રમ્પે ભારત પર આરોપ લગાવી રહ્યા છે કે રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધ માટે ભારત રશિયાને ફન્ડીંગ કરી રહ્યુ છે. આથી ભારત પર ટેરિફ લગાવ્યો છે. ભારતે કહ્યુ છે કે રશિયા પાસેથી તેલ ખરીદવુ એ તેની આર્થિક જરૂરિયાત છે જ્યારે અમેરિકા, યુરોપ પણ રશિયા સાથે વેપાર કરી રહ્યા છે. જ્યારે કોઈની પાસે નાચવાની કળા ન હોય તો પોતાના બચાવ માટેનો તેની પાસે સૌથી સરળ બહાનું કહેવત મુજબ માની તો આંગન ટેઢા હોય છે. બસ કંઈક આવી જ હાલત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ખુરશી પર બેસવાના 24 કલાકની અંદર રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવાનો વચન આપનારા ટ્રમ્પ 222 દિવસ...
