ચાબહાર પર એક્શન શું ભારત વિરુદ્ધ ટ્રમ્પની નવી ચાલ છે? મધ્ય એશિયામાં પ્રવેશદ્વાર બંધ કરવાથી નવી દિલ્હીને ઝટકો આપવાનો પ્લાન
ઈરાનનું ચાબહાર બંદર ભારત માટે બહુ ખાસ છે. કારણ કે પાકિસ્તાનને સાઈડલાઈન કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવામાં મદદ કરે છે. જો કે અમેરિકાના આ પગલા બાદ નવી દિલ્હીની મુશ્કેલી વધવાની છે.

અમેરિકાએ ભારતને ઝટકો આપતા ઈરાનના ચાબહાર બંદરને લઈને 2018 થી અપાયેલી છૂટ પરત લીધી છે. ટ્રમ્પ હવે 29 સપ્ટેમ્બરે આ બંદર પર ફરી પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છ. વોશિંગ્ટનના આ પગલાથી ચાબહાર બંદરના માધ્યમથી અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી ભારતની પહોંચ મોટુ જોખમ તોળાઈ રહ્યુ છે. અમેરિકાના વિદેશ વિભાગે મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં તેને ઈરાની શાસનને અલગ કરવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની વધુ પડતી દબાણ નીતિ અંતર્ગત લેવાયેલુ પગલુ ગણાવાયુ છે. આ ઘોષણાનો અર્થ છે કે જો કોઈ કંપની કે વ્યક્તિ ચાબહાર બંદરના સંચાલનમાં સામેલ થશે તેના પર પ્રતિબંધ લગાવશે. અમેરિકી વિદેશ વિભાગે તેમના નિવેદનમાં કહ્યુ છે કે વિદેશમંત્રીએ અફઘાનિસ્તાન પુનર્નિર્માણ સહાયતા અને આર્થિક વિકાસ માટે ઈરાન સ્વતંત્રતા અને પ્રસાર વિરોધી અધિનિયમ ( યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સેક્રેટરી ઓફ સ્ટેટે 29 સપ્ટેમ્બર, 2025...
