AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ભારત અમેરિકાનું મહાન મિત્ર એ શરતે જ રહી શકે જો તે તેનુ આજ્ઞાંકિત બનીને રહે…” ટ્રમ્પના 50% ટેરિફ પર ચીની મીડિયાએ આકરી ઝાટકણી કાઢી

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યુ છે કે અમેરિકા-ભારત વ્યાપાર સંબંધોમાં આવેલા નાટકીય ઘટાડો એ રશિયા પાસેથી કાચા તેલની ખરીદીનો મુદ્દો નથી. પરંતુ એક આજ્ઞાકારી મિત્ર બળવખોર બની જવાનો મુદ્દો છે. ગ્લોબલ ટાઈમ્સ લખે છે કે અમેરિકી સિદ્ધાંતો અનુસાર 'ભારત એક 'મહાન મિત્ર' બની શકે છે જો તે અમેરિકાનું આજ્ઞાકારી રહે.

ભારત અમેરિકાનું મહાન મિત્ર એ શરતે જ રહી શકે જો તે તેનુ આજ્ઞાંકિત બનીને રહે... ટ્રમ્પના 50% ટેરિફ પર ચીની મીડિયાએ આકરી ઝાટકણી કાઢી
| Updated on: Aug 07, 2025 | 2:37 PM
Share

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યુ છે કે અમેરિકા-ભારત વ્યાપાર સંબંધોમાં આવેલા નાટકીય ઘટાડો એ રશિયા પાસેથી કાચા તેલની ખરીદીનો મુદ્દો નથી. પરંતુ એક આજ્ઞાકારી મિત્ર બળવખોર બની જવાનો મુદ્દો છે. ગ્લોબલ ટાઈમ્સ લખે છે કે અમેરિકી સિદ્ધાંતો અનુસાર ‘ભારત એક ‘મહાન મિત્ર’ બની શકે છે જો તે અમેરિકાનું આજ્ઞાકારી રહે.

ગ્લોબલ ટાઈમ્સના એક તંત્રીલેખમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા-ભારત વેપાર સંબંધોમાં નાટકીય ઘટાડો રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવાનો મામલો નથી. તેના બદલે, તે એક આજ્ઞાકારી મિત્રના બળવાખોર બનવાની વાત છે. ગ્લોબલ ટાઈમ્સ લખે છે કે અમેરિકન સિદ્ધાંતો અનુસાર, ‘ભારત ‘મહાન મિત્ર’ બની શકે છે, પરંતુ જો તે આજ્ઞાકારી રહે તો જ.’ ગ્લોબલ ટાઈમ્સે અમેરિકન નીતિઓની ધજ્જિયા ઉડાડતા લખ્યુ છે કે વોશિંગ્ટન ભાારતની નીતિઓની તટસ્થતાને વિશ્વાસઘાત અને કૂટનીતિક આઝાદીને દગા તરીકે જુએ છે.

ગ્લોબલ ટાઈમ્સ લખે છે કે ભારત પર દબાણ લાવવાની આ ઝુંબેશ અમેરિકન દંભનો પર્દાફાશ કરે છે. અખબારે લખ્યું છે કે, “અમેરિકા અને યુરોપ ભારત પર રશિયા સાથે વેપાર કરવાનો આરોપ લગાવે છે પરંતુ તેઓ પોતે રશિયા પાસેથી મોટી આયાત કરે છે.” નોંધનીય છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન રશિયા પાસેથી યુરેનિયમ, પેલેડિયમ અને રિફાઈન્ડ તેલનો મોટો જથ્થો આયાત કરે છે.

ચીનના સરકારી અખબારે લખ્યું છે કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં આ પરિવર્તન અચાનક આવ્યું હોય તેવું લાગે છે. ફેબ્રુઆરીમાં જ, અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતીય વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને “અદ્ભુત મિત્ર” કહ્યા હતા. પરંતુ થોડા મહિના પછી, વેપાર મંત્રણા નિષ્ફળ ગઈ અને ભારત અને અમેરિકા વચ્ચેના આશાસ્પદ સંબંધો ટૂંક સમયમાં તૂટી ગયા.

ભારત-રશિયા સંબંધોને પ્રેશર પોઈન્ટ બનાવી રહ્યુ છે અમેરિકા

ભારત-અમેરિકાના સંબંધોની ચર્ચા કરતા, અખબાર લખે છે કે, અમેરિકા-ભારત સંબંધો આ બિંદુએ કેવી રીતે પહોંચ્યા? ગ્લોબલ ટાઇમ્સે તેની ઓપિનિયન કોલમમાં આગળ લખ્યું છે, “નિરીક્ષકો માને છે કે ભારતના સ્થાનિક ખેડૂતોને સુરક્ષિત રાખવા માટે અમેરિકન કૃષિ ઉત્પાદનો માટે પોતાનું બજાર વધુ ખોલવાની અનિચ્છાએ યુએસ-ભારત વેપાર કરારને અટકાવ્યો છે. તેના જવાબમાં, યુએસ સરકારે રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધોને દબાણ બિંદુ તરીકે ઉપયોગ કરવાની વ્યૂહરચના અપનાવી છે, જેનો હેતુ ભારતને સમાધાન કરવા દબાણ કરવાનો છે. ઉપરાંત, અમેરિકાનો રશિયા પર સીધો આર્થિક દબાણ તેમના નાના વેપારને કારણે મર્યાદિત હોવાથી, વોશિંગ્ટન હવે બે લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવી દિલ્હીના મોસ્કો સાથેના ગાઢ સંબંધોને લક્ષ્ય બનાવી રહ્યું છે. આ બે લક્ષ્યો રશિયાને નિયંત્રિત કરવુ અને ભારત સામે દંડાત્મક પગલાં લેવાના છે.”

ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ દર 50 ટકા સુધી વધારવા વચ્ચે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ થયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 6 વર્ષ પછી બેઇજિંગની મુલાકાત લેશે.

ભારતે અમેરિકાની ટેરિફ નીતિઓની ટીકા કરી છે અને તેને અન્યાયી અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી

અખબાર લખે છે, ‘શું ભારતની “ભૂલ” ખરેખર રશિયન તેલ ખરીદવાની છે, કે અમેરિકાના આદેશોનું પાલન ન કરવાની છે? આ ટેરિફ વિવાદ પાછળ એક કઠોર ચેતવણી છુપાયેલી છે, ભારત એક “મહાન મિત્ર” બની શકે છે, પરંતુ ફક્ત એ શરતે કે તે અમેરિકાનું આજ્ઞાકારી રહે. જે ક્ષણે ભારત અમેરિકાની વ્યૂહાત્મક અપેક્ષાઓ પર ખરુ ઉતરતુ નથી, તે તરત જ નકામું બની જાય છે.’

ગ્લોબલ ટાઇમ્સે ભારતની વિદેશ નીતિના વિવિધ પરિમાણો પર ટિપ્પણી કરતા કહ્યું છે કે, ‘તાજેતરના વર્ષોમાં, ભારતે ભૂરાજનીતિમાં વ્યૂહાત્મક સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ભારતે બ્રિક્સ અને શાંઘાઈ સહયોગ સંગઠનમાં જોડાઈને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાની હિમાયત કરી છે. તેણે “ઇન્ડો-પેસિફિક”માં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે સુરક્ષા સહયોગ પણ ગાઢ બનાવ્યો છે. આ સંતુલનકારી કાર્યએ ભારતને રાજદ્વારી દાવપેચ માટે ઘણો અવકાશ આપ્યો છે. પરંતુ હવે આ રણનીતિને એક કઠોર વાસ્તવિકતાનો સામનો કરવો પડી રહ્યો છે.’

‘આ વાસ્તવિકતા અમેરિકાનો એકતરફી વર્ચસ્વ સ્થાપિત કરવાનો આગ્રહ છે. આ એક ખતરનાક વલણ દર્શાવે છે. અમેરિકા શીત યુદ્ધના મુકાબલાને પુનર્જીવિત કરી રહ્યું છે અને ‘કોઈપણ પક્ષને ટેકો ન આપવા’ને ‘ખોટા પક્ષને સપોર્ટ કરવાનું’ ગણાવી રહ્યું છે. અમેરિકા હવે ભારતની તટસ્થ નીતિને દુશ્મની તરીકે જોઈ રહ્યુ છે.

ભારત પર 50 ટકા યુએસ ટેરિફ, ઓગસ્ટના અંત સુધીમાં પીએમ મોદીની ચીન મુલાકાત ભારત-અમેરિકા સંબંધોમાં ઘણા વધુ પરિમાણો ઉમેરી શકે છે.

બાબા વેંગાની એ કઈ ખતરનાક ભવિષ્યવાણી છે જે ઓગસ્ટમાં સાચી પડશે જેને બદલી નહીં શકાય?

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">