નોબેલ માટે ઉતાવળા બનેલા ટ્રમ્પે ફોન કરીને નોર્વેના નાણાંમંત્રીને ખખડાવ્યો, “નોબેલ નહીં મળે તો વધુ ટેરિફ લગાવી દઈશ…”
ઈઝરાયેલ, પાકિસ્તાન અને કંબોડિયા સહિત કેટલાક દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ સમજૂતિ કરવા માટે અને યુદ્ધ વિરામ કરવા માટે નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરેલા છે. જેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે તેઓ નોર્વે દ્વારા દેવાયેલા એ સન્માનના હક્કદાર ચે. જે વ્હાઈટ હાઉસના ચાર પૂર્વ

ઇઝરાયલ, પાકિસ્તાન અને કંબોડિયા સહિત કેટલાક દેશોએ શાંતિ કરારો અને યુદ્ધવિરામ લાવવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કર્યા છે. જેના સંદર્ભમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે “તેઓ નોર્વે દ્વારા આપવામાં આવેલા સન્માનના હકદાર છે, જે વ્હાઇટ હાઉસમાં તેમના ચાર પુરોગામીઓને આપવામાં આવ્યું હતું.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર માટે એટલા ઉતાવળા થઈ ગયા છે કે તેમણે નોર્વેના નાણામંત્રીને ફોન પર ધમકી આપી છે. નોર્વેના બિઝનેસ અખબાર ડેગેન્સ નેરિંગ્સલિવે ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે દેશના નાણામંત્રીને ફોન પર ધમકી આપી છે કે જો તેમને નોબેલ પુરસ્કાર નહીં આપવામાં આવે તો તેઓ નોર્વે પર ભારે ટેરિફ લાદશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને ટેરિફ અંગે ચર્ચા કરવા માટે નોર્વેના નાણામંત્રીને ફોન કર્યો હતો. આ સમય દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ, પાકિસ્તાન અને કંબોડિયા સહિત કેટલાક દેશોએ શાંતિ કરારો અને યુદ્ધવિરામ લાવવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કર્યા છે. જેના સંદર્ભમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે “તેઓ નોર્વે દ્વારા આપવામાં આવેલા સન્માનના હકદાર છે, જે વ્હાઇટ હાઉસમાં તેમના ચાર પુરોગામીઓને આપવામાં આવ્યું હતું.”
નોર્વેના નાણામંત્રીને ડોનાલ્ડ ટ્રમ્પે ખખડાવ્યા
નોર્વેના એક અખબારના અહેવાલ મુજબ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્વેના નાણામંત્રીને ફોન કરીને સીધે-સીધુ કહ્યું કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર ઇચ્છે છે. આ ફોન ત્યારે આવ્યો જ્યારે નાણામંત્રી જેન્સ સ્ટોલ્ટનબર્ગ ઓસ્લોના સડકો પર વોકિંગ માટે નીકળ્યા હતા. નોર્વેજીયન બિઝનેસ ડેઇલીએ આ વાતચીતનો ખુલાસો કર્યો છે. અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને વાતચીતનો વિષય બનાવ્યો હતો અને આ દરમિયાન તેમણે નોબેલ શાંતિ પુરસ્કાર વિશે ધમકી આપી હતી. આ દરમિયાન અમેરિકા અને નોર્વે વચ્ચે ટેરિફ અને આર્થિક સહયોગ અંગે વાતચીત ચાલી રહી હતી. પરંતુ અચાનક ટ્રમ્પે વિષય બદલતા નોબેલ શાંતિ પુરસ્કાર માટેની ઇચ્છા વ્યક્ત કરવાનું શરૂ કર્યું. અહેવાલમાં જણાવાયું છે કે નોર્વેના મંત્રી સાથેની વાતચીત દરમિયાન આ પહેલી વાર નથી જ્યારે તેમણે નોબેલનો ઉલ્લેખ કર્યો હોય.
“ચાર અમેરિકન રાષ્ટ્રપતિઓને નોબેલ મળ્યો તો મને પણ મળવો જોઈએ”
અગાઉ, વ્હાઇટ હાઉસે તાજેતરમાં નોર્વેથી આવતી આયાત પર 15% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેના પર બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પ પહેલાથી જ જાહેરમાં કહી ચૂક્યા છે કે તેમણે મધ્ય પૂર્વ, ભારત-પાકિસ્તાન અને કંબોડિયા જેવા દેશોમાં શાંતિ કરારો અથવા યુદ્ધવિરામ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, અને તેથી તેઓ નોબેલ પુરસ્કારને પાત્ર છે. તેમના સમર્થકોએ ઘણા દેશોમાંથી તેમનું નામાંકન પણ કરાવ્યું છે. ટ્રમ્પ અવારનવાર એ દલીલ કરતા રહ્યા છે કે ચાર અમેરિકન રાષ્ટ્રપતિઓને નોબેલ પુરસ્કાર મળ્યો છે, તેથી તેમને પણ તે મળવો જોઈએ. તમને જણાવી દઈએ કે નોબેલ પુરસ્કાર ફક્ત નોર્વે દ્વારા આપવામાં આવે છે, પરંતુ એક સમિતિ પસંદગી કરે છે કે આ પુરસ્કાર કોને મળશે.
