Breaking News: ટ્રમ્પનું ટોર્ચર કે તાનાશાહી? અમેરિકન રાષ્ટ્રપતિએ નવા હુમલાની ધમકી આપી, હવે શું આ 2 દેશ સામે પણ એક્શન લેવાશે?
વેનેઝુએલામાં અમેરિકાની લશ્કરી કાર્યવાહી બાદ હવે સંકટ વધી રહ્યું છે. વેનેઝુએલાની નવી સરકારે અમેરિકા દ્વારા ધરપકડ કરાયેલા રાષ્ટ્રપતિને સમર્થન આપવાનું ચાલુ રાખ્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિએ દેશમાં નવા હુમલાઓની ધમકી આપી છે. આટલું જ નહીં, ટ્રમ્પે બીજા દેશોને પણ ધ્યાનમાં રાખીને નિવેદનો આપ્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે, વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ જો તેમની સરકારના બાકીના સભ્યો અમેરિકાના પ્રયાસોમાં સહયોગ નહીં કરે, તો અમેરિકા બીજો લશ્કરી હુમલો પણ કરી શકે છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય દેશને સુધારવાનો છે.
કયા 2 દેશ નજરમાં?
એરફોર્સ વનમાં પત્રકારો સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પના નિવેદનોથી લેટિન અમેરિકામાં વધુ યુએસ લશ્કરી હસ્તક્ષેપ થવાની આશંકા વધી છે. ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે, જો યુએસમાં ગેરકાયદેસર ડ્રગ્સનો પ્રવાહ બંધ નહીં થાય તો કોલંબિયા અને મેક્સિકો પણ લશ્કરી કાર્યવાહીનો સામનો કરી શકે છે.
ટ્રમ્પે કહ્યું કે, “Operation Colombia મારા માટે યોગ્ય છે.” તેમણે એમ પણ કહ્યું કે, વેનેઝુએલાનો નજીકનો સાથી ‘ક્યુબા’ કોઈપણ યુએસ લશ્કરી કાર્યવાહી વિના પતન માટે તૈયાર દેખાય છે.
દેશના ભવિષ્ય પર મોટી અનિશ્ચિતતા
માદુરોને હાલમાં ન્યૂયોર્કના એક Detention Center માં રાખવામાં આવ્યા છે અને સોમવારે ડ્રગ હેરફેરના આરોપમાં કોર્ટમાં હાજર થવાના છે. અમેરિકા દ્વારા તેમની ધરપકડથી તેલ સમૃદ્ધ દક્ષિણ અમેરિકન દેશના ભવિષ્ય પર મોટી અનિશ્ચિતતા ઊભી થઈ રહી છે.
ટ્રમ્પે કહ્યું કે, તાત્કાલિક ચૂંટણીઓ યોજવાને બદલે તેમનું વહીવટીતંત્ર ડ્રગ્સની હેરફેરને રોકવા અને તેલ ઉદ્યોગમાં સુધારા માટે બાકીના શાસન અધિકારીઓ સાથે કામ કરશે.
આ દરમિયાન, માદુરો સરકારના ઉચ્ચ અધિકારીઓની સત્તામાં છે અને તેમણે માદુરોની પત્નીની ધરપકડને “અપહરણ” ગણાવ્યું છે. વેનેઝુએલાના ગૃહમંત્રીએ એક ઓડિયો મેસેજમાં કહ્યું કે, “નિકોલસ માદુરો મોરોસ એક જ રાષ્ટ્રપતિ છે. કોઈએ પણ દુશ્મનની ઉશ્કેરણીનો શિકાર ન બનવું જોઈએ.”
ટ્રમ્પના દાવાને જાહેરમાં નકાર્યા
વેનેઝુએલાના વાઇસ-પ્રેઝિડેન્ટ ડેલ્સી રોડ્રિગ્ઝને લાંબા સમયથી માદુરોના નજીકના સાથી માનવામાં આવે છે પરંતુ તેમણે ટ્રમ્પના દાવાને જાહેરમાં નકારી કાઢ્યો હતો કે, તેઓ અમેરિકા સાથે કામ કરવા તૈયાર છે.
ટ્રમ્પે ધ એટલાન્ટિક સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે, જો રોડ્રિગ્ઝ “યોગ્ય કામ” નહીં કરે, તો તેમને માદુરો કરતાં “વધુ કિંમત” ચૂકવવી પડી શકે છે. જો કે, વેનેઝુએલાના સંદેશાવ્યવહાર મંત્રાલયે આ ટિપ્પણીઓનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.
