જમીન, હવા અને પાણીમાં તૈનાત સૈનિકો, રશિયા પણ કરી શકે છે સાયબર-ઈલેક્ટ્રોનિક યુદ્ધ, અમેરિકાએ યુક્રેનને લઈને આપી મોટી ચેતવણી

US Russia Ukraine:અમેરિકાએ યુક્રેન અને રશિયાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. પેન્ટાગોન તરફથી કહેવામાં આવ્યું છે કે, રશિયા પાસે સાયબર અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ ચલાવવાની ક્ષમતા પણ છે.

જમીન, હવા અને પાણીમાં તૈનાત સૈનિકો, રશિયા પણ કરી શકે છે સાયબર-ઈલેક્ટ્રોનિક યુદ્ધ, અમેરિકાએ યુક્રેનને લઈને આપી મોટી ચેતવણી
Russia could launch cyber-electronic war, US warns Ukraine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 4:39 PM

US Russia Ukraine: યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટી (Lloyd Austin)ને શુક્રવારે જણાવ્યું હતું કે, યુક્રેનની સરહદ પાસે મોટી સંખ્યામાં રશિયન દળો તૈનાત કરવામાં આવ્યા છે અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) પાસે હવે ઘણા સૈન્ય વિકલ્પો છે. ઓસ્ટિને પેન્ટાગોન ખાતે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે માનતા નથી કે, રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન (Russia Ukraine Conflict) વિરુદ્ધ આ દળોનો ઉપયોગ કરવાનો અંતિમ નિર્ણય લીધો છે, પરંતુ તેઓ સ્પષ્ટપણે આમ કરવાની ક્ષમતા ધરાવે છે.મોસ્કોમાં રશિયન સરકારે પુતિનને અહેવાલ આપ્યો કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, પશ્ચિમી દેશોએ રશિયાની સુરક્ષા ચિંતાઓને અવગણી છે.

રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે(Foreign Minister of Russia Sergey Lavrov) કહ્યું કે, રશિયા યુદ્ધ શરૂ કરવા માંગતું નથી, પરંતુ પશ્ચિમી દેશોને તેના સુરક્ષા હિતોને કચડી નાખવાની મંજૂરી આપશે નહીં. ઓસ્ટીને પુતિનને તણાવ ઓછો કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ રશિયાના “પ્રચાર” પર નજર રાખી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટિનની સાથે આવેલા જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના આર્મી જનરલ માર્ક મિલીએ યુક્રેન નજીક તૈનાત રશિયાના સૈનિકોની વિકટ તસવીર રજૂ કરતાં કહ્યું કે, દળોને માત્ર જમીન, હવા અને પાણીમાં તૈનાત કરવામાં આવ્યાં નથી. સાયબર અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતાઓ અને વિશેષ કામગીરી દળો પણ ધરાવે છે.

આટલી મોટી જમાવટ ક્યારેય જોઈ નથી

મિલીએ કહ્યું કે, તેણે યુક્રેનિયન સરહદ નજીક રશિયન દળોની આટલી મોટી જમાવટ પહેલા ક્યારેય જોઈ નથી. તેમણે પુતિનને સંઘર્ષ (Russia Ukraine Crisis)ને બદલે રાજદ્વારી માર્ગ અપનાવવાની અપીલ કરી હતી. યુએસ પ્રમુખ જો બાઈડને ગુરુવારે યુક્રેનના રાષ્ટ્રપતિને ચેતવણી આપી હતી કે, “સ્પષ્ટ આશંકા” છે કે રશિયા ફેબ્રુઆરીમાં તેમના દેશ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરી શકે છે. રશિયાએ યુક્રેનની સરહદ નજીક 100,000 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે, જેનાથી આ ક્ષેત્રમાં યુદ્ધની આશંકા વધી છે. રશિયાએ સતત નકારી કાઢ્યું છે કે, તે યુક્રેન પર હુમલાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ યુએસ અને તેના નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) સહયોગીઓ માને છે કે, રશિયા યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે અને તેની તૈયારી કરી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

રશિયાની મુખ્ય માંગણીઓ શું છે

રશિયાની મુખ્ય માંગણીઓમાં યુક્રેનને નાટો(NATO)માં સામેલ ન કરવા અને આ વિસ્તારમાંથી આવા હથિયારો હટાવવાનો સમાવેશ થાય છે, જેનાથી રશિયાને ખતરો બની શકે. અમેરિકા અને નાટોએ રશિયાની મુખ્ય માંગણીઓને સખત રીતે નકારી કાઢી છે. જોકે, તણાવ ઓછો કરવા માટે અમેરિકાએ એવા મુદ્દાઓની રૂપરેખા આપી છે કે, જેના પર વાતચીત થઈ શકે છે. હવે, રશિયન પ્રમુખ પુતિન (Putin) આ દરખાસ્તો પર નિર્ણય લેશે અને તે નક્કી કરશે કે, યુક્રેન પર હુમલો કરવામાં આવશે કે નહીં. દરમિયાન, ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) એ કહ્યું છે કે, યુએસ અને નાટો તરફથી પ્રતિસાદ પછી આશા ઓછી બચે છે.

આ પણ વાંચો-જર્મન સરકારે જાસૂસીના આરોપમાં રશિયન રાજદ્વારીની કરી હકાલપટ્ટી

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">