જર્મન સરકારે જાસૂસીના આરોપમાં રશિયન રાજદ્વારીની કરી હકાલપટ્ટી
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, એક જર્મન વ્યક્તિ પર જર્મન સંસદ દ્વારા ઉપયોગમાં લેવાતી સંપત્તિની માહિતી રશિયાની લશ્કરી ગુપ્તચર એજન્સીને કથિત રીતે લીક કરવા બદલ જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જર્મનીની સરકારે એક રશિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. આ રાજદ્વારી દેશમાં જાસૂસીના એક કેસ સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. જર્મનીના સાપ્તાહિક ન્યૂઝ મેગેઝિન ‘ડેર સ્પીગેલ’એ શુક્રવારે પોતાના સમાચારમાં આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે (Foreign Ministry) પુષ્ટિ કરી કે મ્યુનિકમાં રશિયન દૂતાવાસના (Russian Diplomat) એક કર્મચારીને ગયા ઉનાળામાં અવાંછિત વ્યક્તિ જાહેર કરવામાં આવ્યો હતો અને તેને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે અગાઉ હટાવવાની જાહેરાત કરી ન હતી અને કેસની વિગતો આપી ન હતી.
સમાચારમાં તપાસ સાથે સંકળાયેલા અનામી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ રાજદ્વારી તરીકે ઓળખાય છે પરંતુ તે રશિયાની SVR વિદેશી ગુપ્તચર એજન્સીનો એજન્ટ હતો. જર્મનીએ તાજેતરમાં તેના દેશમાં કામ કરતા કેટલાક શંકાસ્પદ રશિયન જાસૂસોની ઓળખ કરી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, એક જર્મન વ્યક્તિ પર જર્મન સંસદ દ્વારા ઉપયોગમાં લેવાતી સંપત્તિની માહિતી રશિયાની લશ્કરી ગુપ્તચર એજન્સીને કથિત રીતે પસાર કરવા બદલ જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જર્મનીએ બર્લિનમાં યુકે એમ્બેસીમાં કામ કરતી વખતે રશિયા માટે જાસૂસી કરવાની શંકાના આધારે ઓગસ્ટમાં એક બ્રિટિશ નાગરિકની ધરપકડ કરી હતી. જર્મનીનું જટિલ વલણ યુક્રેન અને પૂર્વ યુરોપિયન દેશોને પરેશાન કરી રહ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ જર્મની પર આ રીતે રશિયન હુમલાઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. લિથુઆનિયાની સંસદ, લોરિનાસ કસિનાસે કહ્યું કે બર્લિન એક મોટી વ્યૂહાત્મક ભૂલ કરી રહ્યું છે. તે પોતાની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકી રહ્યો છે.
આ સમગ્ર મામલાને લઈને જર્મનીના પૂર્વ મંત્રી નોર્બર્ટ રોટજેને કહ્યું- યુરોપિયન યુનિયનની એકતા માટે જર્મની સૌથી મહત્વપૂર્ણ છે. જ્યારે, પુતિનનો ઉદ્દેશ્ય સૌપ્રથમ યુરોપિયનોને વિભાજીત કરવાનો છે અને પછી યુરોપ અને અમેરિકાને અલગ કરવાનો છે. જર્મની વિશે નિષ્ણાતોના મનમાં રહેલી શંકાઓ પાછળ પણ તાજેતરની ઘણી ઘટનાઓ છે.
આ સમગ્ર મામલાને લઈને રશિયન-જર્મન ફોરમના પ્રમુખ મેથિયાસ પ્લેટ્ઝકે કહ્યું- આ મામલામાં બીજા ઘણા પાસાઓ છે. જર્મની અને રશિયા વચ્ચે હજારો વર્ષથી કોઈને કોઈ સંબંધ છે. રશિયાની સૌથી પ્રખ્યાત રાણી કેથરિન પણ જર્મન હતી.
આ પણ વાંચો –
લ્યો બોલો… પાકિસ્તાનના વડાપ્રધાન સંબંધોને મજબૂત કરવા ચીન જશે, બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિક’ના ઉદ્ઘાટન સમારોહમાં લેશે ભાગ
આ પણ વાંચો –