પાકિસ્તાનની બધી ટણી ઉતારી નાખી, કટોરો લઈને ભીખ માંગવા મજબૂર કર્યુ- જુઓ પીએમ મોદીનો જૂનો viral થઈ રહેલો video
આ વીડિયોમાં પીએમ મોદી કહી રહ્યા છે- અમે પાકિસ્તાનની બધી ટણી ઉતારી નાખી છે. પાકિસ્તાનને ભીખનો કટોરો લઈને દુનિયાભરમાં ભીખ માંગતા ફરવાની ફરજ પાડી છે. વડાપ્રધાનનો આ વીડિયો 2019નો છે. તે સમયે તેઓ રાજસ્થાનના બાડમેરમાં જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા.
પાકિસ્તાનમાં મોંઘવારી દિવસે- દિવસે વધી રહી છે. તે વચ્ચે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 3 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી કહી રહ્યા છે- અમે પાકિસ્તાનની બધી ટણી ઉતારી નાખી છે. અને પાકિસ્તાનને વાટકો લઈને દુનિયાભરમાં ભીખ માંગતા ફરવાની ફરજ પાડી છે. વડાપ્રધાનનો આ વીડિયો 2019નો છે. તે સમયે તેઓ રાજસ્થાનના બાડમેરમાં જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા. આ સમય દરમિયાન મોદીએ પરમાણુ હુમલાની પાકિસ્તાનની ધમકીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું- અમે પાકિસ્તાનની ધમકીઓથી ડરવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાન દરરોજ પરમાણુ બોમ્બની ધમકી આપતું હતું, તો શું આપણે આપણી પાસે જે પરમાણુ શસ્ત્રો છે તે શું દિવાળી માટે રાખ્યા છે ?
આ વીડિયો દ્વારા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતાઓ, શાસક શાહબાઝ શરીફની સરકાર પર નિશાન સાધી રહ્યા છે. વાસ્તવમાં પાકિસ્તાન અત્યારે આર્થિક સંકટથી ઘેરાયેલુ છે. ત્યાં ફુગાવાનો દર 25 % છે. લોટના ફાફા પડી રહ્યાં છે. પાકિસ્તાનમાં ઘઉં, કઠોળ, ખાંડ અને અન્ય ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે, જેના કારણે તેની કિંમતોમા અત્યંત વધારો થયો છે.
શાહબાઝ સરકારને શરમ આવવી જોઈએઃ આઝમ ખાન સ્વાતિ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતાઓ આ વીડિયોને, હાલમાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયામાં ખૂબ શેર કરી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરતા પૂર્વ મંત્રી અને પીટીઆઈના વરિષ્ઠ નેતા આઝમ ખાન સ્વાતિએ લખ્યું કે – પાકિસ્તાનની શાસક સરકારને એ કહેતા શરમ આવવી જોઈએ કે તેઓ પરિવર્તન લાવી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરીને ઘણા લોકોએ પાકિસ્તાન આર્મી પર આક્ષેપો લગાવ્યા છે. લોકોએ કહ્યું કે સેનાના કારણે અત્યારે દેશની આ હાલત થઈ છે.
જે સમયે આ વીડિયો વાયરલ થયો હતો, તે સમયે ઈમરાનની સરકાર હતી.
પાકિસ્તાની પત્રકાર નૈલા ઇનાયતે પણ આ વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું- મજાની વાત એ છે કે આ વીડિયો શેર કરીને પીટીઆઈના નેતાઓ શાહબાઝ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, મોદી તેમની સરકાર વિશે શું કહી રહ્યા છે, જ્યારે આ વીડિયો 2019નો છે, ત્યારે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર હતી.