આ મહિલા વૈજ્ઞાનિકને ચંદ્ર પર મોકલશે એલન મસ્ક, મહિલાને મગર સાથે છે પ્રેમ તો સાપ સાથે છે મિત્રતા

જાપાનના ઉદ્યોગપતિ યુસાકુ મીઝાવાએ (Yusaku Meizawa) સ્પેસફ્લાઈટ માટેની ટિકિટ ખરીદી છે. એલોન મસ્ક આ સ્પેસલાઈટને 2023માં ચંદ્ર પર મોકલવા જઈ રહી છે.

આ મહિલા વૈજ્ઞાનિકને ચંદ્ર પર મોકલશે એલન મસ્ક, મહિલાને મગર સાથે છે પ્રેમ તો સાપ સાથે છે મિત્રતા
Dr Tracy Fanara

સ્પેસએક્સ (SpaceX) અને ટેસ્લાના (Tesla) માલિક એલોન મસ્ક (Elon Musk) 2023માં તેની ‘સ્પેસ કેબ’ ચંદ્ર પર મોકલવા માટે તૈયાર છે. જાપાનના ઉદ્યોગપતિ યુસાકુ મીઝાવાએ (Yusaku Meizawa) આ માટેની ટિકિટ ખરીદી છે અને હવે આ પ્રવાસ માટે તેણે પોતાનો પહેલો સાથી પસંદ કર્યો છે. આ સફર માટે એન્જીનીયર અને સંશોધન વૈજ્ઞાનિક ડો.ટ્રેસી ફનારાની (Dr Tracy Fanara) પસંદગી કરવામાં આવી છે.

ડો. ફનારા, ડિયર મ્યુન પ્રોજેક્ટના ફાઈનલિસ્ટ છે, જે ચંદ્ર પર જનારી સ્પેસ ફ્લાઈટ છે, જેને મીઝાવાએ ખરીદી છે. 2023માં યોજાનારી ચંદ્રની આ યાત્રામાં કુલ આઠ લોકો જવાના છે. ડો.ફનારાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મને આ પ્રક્રિયામાંથી પસાર થતાં છ અઠવાડિયા સુધી ઉંઘી શકતી નથી. મને આ સમાચાર વિશેની જાણ થતાં જ હું ખૂબ જ ખુશ થઈ ગઈ છું. એવું વિચારીને કે તમે ખરેખર તમારા કરતા કંઈક મોટું કરવા જઈ રહ્યા છો. આ પોતે જ અદ્ભુત છે.

તેણીએ ઈન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં જણાવ્યું છે કે “હું આ પ્રસંગ માટે પસંદ થઈને ખૂબ આનંદ અનુભવું છું. તેમણે કહ્યું કે કંઈક એવું કરવું જે એક સમયે આંતરરાષ્ટ્રીય મિશન દ્વારા કરવામાં આવતું હતું. આ સાથે જ એવા કામ સાથે જોડાવું જેનાથી દુનિયા જોડાયેલી હોય. આ કંઈક એવું છે. જે એક શક્તિશાળી કનેક્શન છે.

ફનારા ખતરનાક પ્રાણીઓ સાથે રમે છે

આ મિશનનો ભાગ હોવા ઉપરાંત ફનારાએ તેના જીવનમાં ઘણું બધુ પ્રાપ્ત કર્યું છે. તે એન્જિનિયર અને સંશોધન વૈજ્ઞાનિક છે. તેમણે ફ્લોરિડા યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે અને મોટ મરીન લેબોરેટરીમાં પર્યાવરણીય આરોગ્ય સંશોધન કાર્યક્રમનું સંચાલન કરવા માટે છેલ્લા છ વર્ષો ગાળ્યા છે. આ ઉપરાંત હવે તે રાષ્ટ્રીય મહાસાગર અને વાતાવરણીય પ્રશાસન (NOAA) માટે કોસ્ટલ મોડેલિંગ મેનેજર છે.

જો કે જ્યારે ફનારા લેબમાં કામ કરતી નથી, ત્યારે તેને સ્પેસ-થીમ આધારિત પેઈન્ટિંગ્સ બનાવતી અને રેપિંગ કરતી જોઈ શકાય છે. આ સિવાય તેઓ ખતરનાક પ્રાણીઓ સાથે પણ રહે છે. કેટલીકવાર તે મગર સાથે રમતી જોવા મળે છે તો ક્યારેક સિંહ સાથે. આ સિવાય તે સાપ સાથે પણ જોવા મળી રહી છે. ઘણીવાર તે પ્રાણીઓ સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. ફનારા હાલમાં ફ્લોરિડામાં રહે છે.

ડિયરમુન પ્રોજેક્ટને ચંદ્ર પર પહોંચવામાં ત્રણ દિવસનો સમય લાગશે

આ સ્પેસફ્લાઈટ યુસાકુ મીઝાવા દ્વારા ખરીદવામાં આવી છે. તેમની યોજના ચંદ્ર મિશન દરમિયાન પોતાના માટે સ્ત્રી સાથીદાર શોધવાની હતી. પરંતુ જાન્યુઆરી 2020માં તેણે આ યોજના બંધ કરી દીધી. ત્યારબાદ મીઝાવાએ નિર્ણય લીધો કે 7 સીટ તેના મિત્રને આપશે, જ્યારે 1 સીટ ફનારાને આપશે. જેને ડિયરમુન પ્રોજેક્ટ સ્પર્ધામાં જીત મેળવી હતી.

મીજાવાએ જણાવ્યું હતું કે ડિયરમૂન પ્રોજેક્ટને ચંદ્ર સુધી પહોંચવામાં તેની ભ્રમણકક્ષા કરવામાં અને પૃથ્વી પર પાછા ફરવામાં ત્રણ દિવસ લાગે છે. કુલ મળીને સ્પેસક્રાફ્ટ પર 10થી 12 લોકો હશે, જેમાં યુસાકુ મીઝાવા, સ્પેસએક્સ ક્રૂ અને આઠ સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો : Dwarka : ગુરુપૂર્ણિમાના અવસરે પ્રભુના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ

Click on your DTH Provider to Add TV9 Gujarati