ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આડે હાથ લીધુ, કહ્યું ‘સતા પરિવર્તન બાદ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં’
પુલવામા આતંકી હુમલા બાદ ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના(Pakistan) બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર ભારતના લડાકુ વિમાનોએ હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો.
ભારતીય વિદેશ મંત્રાલયના (Indian Ministry of External Affairs) પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે, પાડોશી દેશ પાકિસ્તાનના નેતૃત્વમાં ફેરફારને પગલે ભારતની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવમાં ઈમરાન ખાન દ્વારા હરાવ્યા બાદ શાહબાઝ શરીફ વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. બાગચીએ કહ્યું કે અમારી સ્થિતિ ખૂબ જ સરળ છે. આતંકવાદ મુક્ત વાતાવરણ હોવું જોઈએ જેમાં વાતચીત થઈ શકે. વધુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif)અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)સૌજન્ય પત્રોની આપ-લે કરી હતી, પરંતુ તેનાથી ભારતની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.
પાકિસ્તાને PM મોદીની જમ્મુ-કાશ્મીરની મુલાકાતને કાર્યક્રમ ગણાવ્યો
તમને જણાવી દઈએ કે, ભારતે કરાચી આત્મઘાતી હુમલાની નિંદા કરી હતી. મંગળવારે કરાચી યુનિવર્સિટીમાં(Karachi University )આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ત્રણ ચીની ભાષાના શિક્ષકો અને તેમના સ્થાનિક ડ્રાઈવર માર્યા ગયા હતા. બાગચીએ કહ્યું કે અમારો મુખ્ય મુદ્દો આતંકવાદ મુક્ત વાતાવરણનો છે અને આ એક વાજબી માંગ છે. ઉપરાંત બાગચીએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની ટિપ્પણીને પણ નકારી કાઢી હતી, જેમાં તેમણે પીએમ મોદીની જમ્મુ-કાશ્મીરની મુલાકાતને કાર્યક્રમ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતમાં અનેક વિકાસ પરિયોજનાઓ શરૂ કરી અને તળિયાના રાજકીય પ્રતિનિધિઓને મળ્યા.
‘પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર વિશે વાત કરવાનો અધિકાર નથી’
ઉપરાંત બાગચીએ કહ્યું કે પીએમ મોદીનું સ્વાગત, મુલાકાતના દ્રશ્યો, વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ગ્રાઉન્ડ લેવલ પરના ફેરફારો એ વડાપ્રધાનની મુલાકાતને લઈને ઉભા થઈ શકે તેવા કોઈપણ પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ જવાબ છે. સાથે તેણે એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તેના પર પાકિસ્તાનને આ દૃષ્ટિકોણથી વાત કરવાનો કોઈ અધિકાર નથી.PM મોદીની કાશ્મીર મુલાકાત પછી તરત જ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે એક ટ્વીટમાં કહ્યું હતું કે ભારતીય વડા પ્રધાનની IIOJK મુલાકાત અને તેઓ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરીને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનો પ્રયાસ કર્યો.