78 એરક્રાફ્ટ, 12 હજાર લશ્કરી વાહનો, યુએસએ તાલિબાનના માટે 7 અબજ ડોલરના શસ્ત્રો છોડ્યા, પેન્ટાગોનના અહેવાલમાં થયો ખુલાસો
અમેરિકાના આ શસ્ત્રો હવે તેના દુશ્મનના હાથમાં આવી ગયા છે. રિપબ્લિકન પાર્ટીએ અફઘાનિસ્તાનમાં આ હથિયારો અને સૈન્ય સાધનસામગ્રી છોડવા પર ચિંતા વ્યક્ત કરી હતી.
અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનને (Afghanistan) અબજો ડોલરના શસ્ત્રો અને લશ્કરી સાધનો આપવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તાલિબાનો દેશમાં પાછા ફર્યા અને અમેરિકા ઉતાવળે યુદ્ધગ્રસ્ત દેશ છોડ્યું ત્યારે આ શસ્ત્રો ત્યાં જ રહી ગયા. પેન્ટાગોનના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સીએનએનના અહેવાલ મુજબ, કોંગ્રેસને બતાવવા માટે તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં કુલ સાત અબજ ડોલર (રૂ. 5,35,57,38,50,000) બચ્યા હતા. આમાં એક અરબ ડોલરના એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. જેને કાબુલ એરપોર્ટ પર છોડી દેવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં 22 હજાર સૈન્ય વાહનો અને તમામ સંચાર ઉપકરણો પાછળ રહી ગયા છે. કાબુલ પર યુએસ અને તાલિબાનોના કબજામાંથી પીછેહઠ કર્યા પછી, લડવૈયાઓએ આ શસ્ત્રો અને વાહનો સાથે ઘણા ફોટા પાડ્યા હતા. કેટલાક તાલિબાન લડવૈયાઓ પણ નાઇટ વિઝન સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. અહીં નોંધનીય બાબત એ છે કે, અમેરિકાના આ શસ્ત્રો હવે તેના દુશ્મનના હાથમાં ગયા છે. રિપબ્લિકન પાર્ટીએ અફઘાનિસ્તાનમાં આ હથિયારો અને સૈન્ય સાધનસામગ્રી છોડવા પર ચિંતા વ્યક્ત કરી હતી. પાર્ટીએ રાષ્ટ્રપતિ જો બાઈડેન પર પણ આ હથિયારો પાછા લાવવા દબાણ કર્યું હતું.
ક્યા હથિયારો તાલિબાનોએ કબજે કર્યા?
જો કે, પેન્ટાગોનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંરક્ષણ વિભાગની આ હથિયારોને અફઘાનિસ્તાનમાં લાવવાની કે, તેને નષ્ટ કરવાની કોઈ યોજના નથી. આ હથિયારોને ખાસ પ્રકારની જાળવણીની જરૂર પડે છે. જો કે આ હથિયારોથી તાલિબાનને મોટો ફાયદો થવાનો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલા હથિયારોમાં 9,524 એર-ટુ-ગ્રાઉન્ડ શસ્ત્રો સામેલ છે. જેમાં બોમ્બ, મશીન ગન, એર ટુ સરફેસ મિસાઈલ, રોકેટ, એર લોન્ચ ક્રુઝ મિસાઈલનો સમાવેશ થાય છે. આ હથિયારોની કિંમત $6.54 મિલિયન છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કાબુલમાં 78 વિમાનોને છોડી દેવામાં આવ્યા હતા. અફઘાન દળોને પૂરા પાડવામાં આવેલા અંદાજે 100,000 વાહનોમાંથી 40,000થી વધુ અફઘાનિસ્તાનમાં જ રહ્યા.
અફઘાન સુરક્ષા દળોને આપવામાં આવેલા 4,27,300 હથિયારોમાંથી 300,000થી વધુ હથિયારો ત્યાં રહી ગયા હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં 42,000 નાઇટ વિઝન, સર્વેલન્સ, ‘બાયોમેટ્રિક અને પોઝિશનિંગ ઇક્વિપમેન્ટ’ પાછળ રહી ગયા છે. આ ઉપરાંત છ મિલિયન ડોલરના બ્લેકહોક હેલિકોપ્ટર પણ તાલિબાનના હાથમાં ગયા છે. તે જ સમયે, અફઘાન સેનાના 150 એરક્રાફ્ટ પણ તાલિબાનના કબજામાં ગયા. તાલિબાન દ્વારા કબજે કરાયેલા અન્ય યુએસ એરક્રાફ્ટમાં ચાર C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 23 બ્રાઝિલિયન નિર્મિત A-29 ‘સુપર ટુકાનો’ ટર્બોપ્રોપ ગ્રાઉન્ડ-એટેક એરક્રાફ્ટ, 45 UH-60 બ્લેકહોક હેલિકોપ્ટર અને 50 નાના હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે.