દેશની જનતાને ખાવાના ફાંફા છતા પાકિસ્તાન કરી રહ્યુ છે શસ્ત્રોનું પરીક્ષણ, હવે જમીનથી જમીન માર કરનારી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યુ

|

Nov 26, 2021 | 12:29 PM

બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવા બદલ તો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, વડાપ્રધાન ઈમરાન ખાન અને સૈન્ય નેતૃત્વએ આ સિદ્ધિ બદલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા હતા.

દેશની જનતાને ખાવાના ફાંફા છતા પાકિસ્તાન કરી રહ્યુ છે શસ્ત્રોનું પરીક્ષણ, હવે જમીનથી જમીન માર કરનારી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યુ
Pakistan Missile test

Follow us on

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા દેશ પાકિસ્તાન(Pakistan) પાસે દેશની અર્થવ્યવસ્થા(Economy) પાટા પર લાવવા નાણાં ભંડોળ નથી, છતા તેની હથિયારો ખરીદવાની(Purchase of weapons) ભૂખ સંતોષાતી નથી. પાકિસ્તાને ગુરુવારે શાહીન-1A સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલ(Ballistic missile)નું સફળ પરીક્ષણ કર્યું હતું. પાકિસ્તાને ઓગસ્ટમાં સપાટીથી સપાટી પર પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

 

પાકિસ્તાન અર્થવ્યવસ્થા ગબડી રહી છે. મોંઘવારી અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી રહી છે. આમ છતા પાકિસ્તાનની અકક્લ ઠેકાણે આવતી નથી. હથિયારો વસાવીને પાકિસ્તાન જાણે મનમાં ને મનમા ખુશ થઇ રહ્યુ છે. બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવા બદલ તો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, વડાપ્રધાન ઈમરાન ખાન અને સૈન્ય નેતૃત્વએ આ સિદ્ધિ બદલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા હતા.

પરીક્ષણ અંગે સેનાનું નિવેદન
પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પરીક્ષણનો હેતુ શસ્ત્ર પ્રણાલીની ચોક્કસ ડિઝાઇન અને તકનીકી પરિમાણોને ફરીથી ચકાસવાનો હતો.” જોકે, સેનાએ મિસાઇલની તકનીક શેર કરી ન હતી. પરીક્ષણ પ્રસંગે સેનાના વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો હાજર રહ્યા હતા. આ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ નદીમ ઝાકી માંજ, ડાયરેક્ટર જનરલ સ્ટ્રેટેજિક પ્લાનિંગ ડિવિઝન, કમાન્ડર આર્મી સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અને સ્ટ્રેટેજિક ઓર્ગેનાઈઝેશનના વૈજ્ઞાનિક અને એન્જિનિયર વિભાગના લેફ્ટનન્ટ જનરલ મુહમ્મદ અલી હાજર હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને પાઠવ્યા અભિનંદન
સૈન્યના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ફ્લાઇટ ટેસ્ટના સફળ સંચાલન બદલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન આપતાં, નદીમ ઝાકી માંજે તેમની તકનીકી કૌશલ્ય, સમર્પણ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, વડાપ્રધાન ઈમરાન ખાન અને સૈન્ય નેતૃત્વએ આ સિદ્ધિ બદલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા હતા. માર્ચની શરૂઆતમાં, સેનાએ પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ શાહીન 1-એ બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તેની ફાયરપાવર 900 કિમી સુધીની હતી.

પરમાણુ ક્ષમતા સક્ષમ બેલેસ્ટિક મિસાઈલનું ઓગસ્ટમાં પરીક્ષણ કર્યુ હતુ
પાકિસ્તાને 12 ઓગસ્ટે પરમાણુ-સક્ષમ સપાટીથી સપાટી પર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ 290 કિમી સુધીના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીના સફળ પ્રશિક્ષણ પ્રક્ષેપણનો ઉદ્દેશ્ય સેનાના બળની ઓપરેશનલ તૈયારીઓને સુનિશ્ચિત કરવાનો હતો અને શસ્ત્રોના તકનીકી પરિમાણોને ફરીથી માન્ય કરવાનો હતો. સેનાના મીડિયા સેલ અનુસાર, મિસાઇલ ગઝનવી 290 કિમીની રેન્જ સુધી અનેક પ્રકારના વોરહેડ્સ લઇ જવાની ક્ષમતા ધરાવે છે.

પાકિસ્તાન ગમે તેટલી ગરીબી અને ભૂખમરાની સ્થિતિ સુધી પણ પહોંચી જાય પરંતુ તે તેની અવળચંડાઇ છોડે તેવુ લાગતુ નથી. આર્થિક સંકટના સમયે દેશની અર્થવ્યવસ્થાને ઉપર લાવવાના સ્થાને પાકિસ્તાન હથિયાર ખરીદી અને તેના પરીક્ષણમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે.

આ પણ વાંચોઃ Stock Update : કોરોનના નવા વેરિએન્ટની ચિંતાએ બજારનો માહોલ બગાડયો? જાણો ક્યાં ક્યાં શેર પટકાયા

આ પણ વાંચોઃ Parambir Singh Case: ભાગેડુ દરજ્જો રદ કરવા પરમબીર કોર્ટના શરણે, આજે ચાંદીવાલ કમિશન સમક્ષ થઈ શકે છે હાજર

Published On - 12:21 pm, Fri, 26 November 21

Next Article