AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : થાઈલેન્ડની શાળામાં ગોળીબાર, અંધાધૂંધ ફાયરિંગમાં 22 બાળકો સહિત 34 ના મોત, જુઓ Video

થાઈલેન્ડની એક શાળામાં ભયાનક ગોળીબારમાં 22 બાળકો સહિત 34ના મોત થયા. 18 વર્ષીય હુમલાખોરે શિક્ષક પ્રત્યેના રોષમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, બાળકો અને શિક્ષકોને પણ નિશાન બનાવ્યા.

Breaking News : થાઈલેન્ડની શાળામાં ગોળીબાર, અંધાધૂંધ ફાયરિંગમાં 22 બાળકો સહિત 34 ના મોત, જુઓ Video
| Updated on: Feb 11, 2026 | 5:52 PM
Share

થાઈલેન્ડના સોંગખલા પ્રાંતમાં આવેલી એક શાળામાં થયેલા ભયાનક ગોળીબારની ઘટનામાં 22 બાળકો સહિત કુલ 34 લોકોના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો છે.

સ્થાનિક મીડિયા અનુસાર, 18 વર્ષીય યુવકે શાળામાં M-4 બંદૂકથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલાખોરની બહેન પણ એ જ શાળામાં ભણતી હતી અને થોડા દિવસો પહેલા એક શિક્ષકે તેને ઠપકો આપ્યો હતો. આરોપી તે જ શિક્ષકને શોધી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન તેણે બાળકો અને શિક્ષકો પર પણ ગોળીબાર કર્યો.

ગોળીબાર બાદ હુમલાખોરે અનેક બાળકો અને શિક્ષકોને બંધક બનાવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ શાળાની અંદર ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળેથી બચી નીકળેલા એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું કે હુમલાખોરે શાળાના આચાર્યને પણ ગોળી મારી હતી.

પોલીસે તરત જ શાળાને સીલ કરી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને કર્ફ્યુ લાગુ કર્યો છે. ખાસ દળો અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ હુમલાખોર સાથે વાતચીત કરીને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

હુમલા પહેલા પોલીસને માહિતી મળી હતી કે શાળાની નજીક આવેલા એક ઘરમાં એક બંદૂકધારી હાજર છે અને તે પોતાની માતાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી રહ્યો છે. ગોળીબાર દરમિયાન સેંકડો વિદ્યાર્થીઓ શાળામાંથી જીવ બચાવીને ભાગતા જોવા મળ્યા હતા. હાલ કેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બંધક બનાવવામાં આવ્યા છે તે અંગે સ્પષ્ટ માહિતી મળી શકી નથી. પોલીસ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">