Aafia Siddiqui: કોણ છે લેડી અલ-કાયદા ‘આફિયા સિદ્દીકી’ ? જેને છોડાવવા માટે પાકિસ્તાની આતંકવાદીએ અમેરીકામાં લોકોને બંધક બનાવ્યા
એક પાકિસ્તાની આતંકવાદીએ અમેરિકામાં એક યહૂદી મંદિર પર હુમલો કરીને ચાર લોકોને બંધક બનાવ્યા હતા. આ લોકોને છોડવાને બદલે તેણે આફિયા સિદ્દીકીને છોડવાનું કહ્યું.
અમેરિકાના ટેક્સાસમાં એક પાકિસ્તાની આતંકવાદીએ યહૂદી ધર્મસ્થાનમાં હુમલો કરીને ચાર લોકોને બંધક બનાવ્યા હતા. તેમણે આ લોકોના બદલામાં આફિયા સિદ્દીકીને (Aafia Siddiqui) મુક્ત કરવાની માગ કરી હતી. આફિયા એક પાકિસ્તાની મહિલા છે, જેના પર અફઘાનિસ્તાનમાં (Afghanistan) અમેરિકન સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ કાવતરું ઘડવાનો અને તેમના પર ઘાતક હુમલો કરવાનો આરોપ છે. 2010 માં મેનહટનમાં દોષિત જાહેર થયા બાદ તેને 86 વર્ષ સુધી જેલની સજા મળી છે. હાલમાં તે અમેરિકાની જેલમાં બંધ છે. અમેરિકી ન્યાય વિભાગે આફિયા પર અલ-કાયદાની સભ્ય હોવાનો આરોપ લગાવ્યો હતો.
તેની સજાને આંતરરાષ્ટ્રીય ઉગ્રવાદ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. પરંતુ તેના સમર્થકોની પણ કોઈ કમી નથી. જેઓ માને છે કે તે નિર્દોષ છે. તેઓ માને છે કે અમેરિકાએ 11 સપ્ટેમ્બરના હુમલાના જવાબમાં આફિયા સિદ્દીકીની ખોટી રીતે ધરપકડ કરી છે. 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા પાછળ અલ-કાયદાનો હાથ હોવાનું માનવામાં આવે છે. તો ચાલો હવે આ લેડી અલ-કાયદા વિશે વિગતવાર જાણીએ.
આફિયા સિદ્દીકી પાકિસ્તાનની ન્યુરોસાયન્ટિસ્ટ છે, જેણે અમેરિકાની બ્રાન્ડેસ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો છે. 11 સપ્ટેમ્બરના હુમલા બાદ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની નજર તેના પર પડી હતી. FBI અને ન્યાય વિભાગે મે 2004 ની એક ન્યૂઝ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આફિયા સિદ્દીકીને “અલ-કાયદાની ઓપરેટિવ અને ફેસિલિટેટર” તરીકે વર્ણવી હતી. તેણે એમ પણ કહ્યું કે અલ-કાયદા આગામી મહિનાઓમાં વધુ હુમલાની યોજના બનાવી રહ્યું છે.
આ પછી 2008 માં આફિયાને અફઘાન સત્તાવાળાઓએ કસ્ટડીમાં લીધી હતી. અમેરિકી અધિકારીઓએ કહ્યું કે તેમને આફિયાના હાથે લખેલી કેટલીક નોટો મળી છે. જેમાં ‘ડર્ટી બોમ્બ’ બનાવવાનો ઉલ્લેખ છે અને અમેરિકામાં આવા ઘણા સ્થળોની યાદી છે, જેને નિશાનો બનાવવાની વાત કહેવામાં આવી છે જેથી મોટા પાયે લોકોનો ભોગ લેવાય.
અફઘાન પોલીસ કમ્પાઉન્ડની અંદર એક ઇન્ટરવ્યુ રૂમમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે અફિયા સિદ્દીકીએ યુએસ સૈન્ય અધિકારીની M-4 રાઇફલ છીનવી લીધી હતી અને તેની પૂછપરછ કરવા માટે સોંપાયેલ અમેરિકન માણસોની ટીમ પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
2010 માં, આફિયાને યુએસની બહાર અમેરિકન નાગરિકોની હત્યાના પ્રયાસ સહિત અનેક ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવી હતી. તેની સજા દરમિયાન તેણે વિચિત્ર નિવેદનો આપવાનું શરૂ કર્યું. આફિયાએ વિશ્વ શાંતિ સ્થાપવાની વાત શરૂ કરી. આટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે તે સજા સંભળાવનાર જજને માફ કરી દેશે. તેણે પોતાના વકીલના શબ્દો પર ગુસ્સો વ્યક્ત કર્યો.
વકીલો કહેતા હતા કે તેની સાથે નમ્રતા રાખવી જોઈએ કારણ કે તે માનસિક રીતે બીમાર છે. એક રીતે આફિયાના વકીલો તેને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તેને પોતાના વકીલ પર ગુસ્સો આવ્યો હતો. તેણે કહ્યું, હું પાગલ નથી. હું તેમની વાત સાથે સહમત નથી.
આ પણ વાંચો –
Tonga Volcano: દરિયાની અંદર ફાટ્યુ વિશાળકાય જ્વાળામુખી, સેટેલાઈટ તસવીરોમાં કેદ થયા ભયાનક દ્રશ્યો
આ પણ વાંચો –