Afghanistan War: અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો મજબૂત, ચાર દિવસમાં છઠ્ઠી પ્રાંતીય રાજધાની કરી કબ્જે

|

Aug 10, 2021 | 10:01 AM

તાલિબાનોએ સામંગાન પ્રાંતની રાજધાની આયબકને કબજે કરી છે. આયબક છઠ્ઠી રાજધાની છે જેને તાલિબાનએ ચાર દિવસમાં કબ્જે કરી છે.

Afghanistan War: અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો મજબૂત, ચાર દિવસમાં છઠ્ઠી પ્રાંતીય રાજધાની કરી કબ્જે
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

તાલિબાને ચાર દિવસમાં અફઘાનિસ્તાનની છઠ્ઠી પ્રાંતીય રાજધાની કબજે કરી છે. સંગઠનના પ્રવક્તાએ સોમવારે મીડિયાને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે તાલિબાને સામગાનની રાજધાની આયબકને કબજે કરી છે. સામગાનના ડેપ્યુટી ગવર્નરે મીડિયા સાથેની વાતચીતમાંતાલિબાનના કબજાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે તાલિબાન અહીં સંપૂર્ણ નિયંત્રણમાં છે.  થોડા સમય પહેલા તાલિબાનના પ્રવક્તાએ ટ્વીટ કર્યું હતું કે આયબકની તમામ સરકારી અને પોલીસ સંસ્થાઓ તાલિબાન દ્વારા નિયંત્રિત છે.

સશસ્ત્ર જૂથે કહ્યું કે તેના લડવૈયાઓએ પ્રાંતીય ગવર્નર કમ્પાઉન્ડ, ઇન્ટેલિજન્સ ડિરેક્ટર, પોલીસ હેડક્વાર્ટર અને અન્ય સરકારી ઇમારતો કબજે કરી છે. એક સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં તાલિબાનના હાથમાં આવનાર આયબક ઉત્તરી પ્રાંતની પાંચમી રાજધાની છે. કુલ મળીને અત્યાર સુધી તાલિબાને છ રાજધાનીઓ પર તેનો ધ્વજ લહેરાવ્યો છે.

અફઘાન સુરક્ષા દળો સમગન પર તાલિબાનના કબજાને કારણે ઘણા દબાણ હેઠળ જવાના છે. હકીકતમાં, કમાન્ડો અને બેકઅપ ફોર્સ પહેલેથી જ અન્ય પાંચ પ્રાંતોમાં મોકલવામાં આવી છે, જ્યાં રાજધાનીઓ તાલિબાનના નિયંત્રણ હેઠળ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તાલિબાન ત્રણ અન્ય પ્રાંતીય રાજધાનીઓ તરફ આગળ વધી રહ્યું છે
તાલિબાને સોમવારે કહ્યું કે તેઓ ઉત્તર અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફ તરફ આગળ વધી રહ્યા છે. રવિવારની આખી રાત અને સોમવારના દિવસ દરમિયાન, એવા અહેવાલો આવ્યા હતા કે તાલિબાન તેમની રાજધાનીઓ પર પણ કબજો મેળવવા માટે બલ્ખ, બદખશાન અને પંજશીર પ્રાંત તરફ આગળ વધી રહ્યા છે.

જોજાન, કુન્દુઝ અને સાર-એ-પોલથી વિપરીત, સામગાન એક સમયે અફઘાનિસ્તાનના સલામત પ્રાંતોમાંનો એક માનવામાં આવતો હતો, જેમાં તાલિબાનની ઓછી હાજરી હતી. જો કે, છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાંતમાં તાલિબાનની હાજરી વધી છે.

કુંદુઝ એરપોર્ટને બચાવવા માટે લડાઈ ચાલુ છે
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે રવિવારે દાવો કર્યો હતો કે સુરક્ષા દળોએ કુંદુઝમાં ક્લિયરન્સ ઓપરેશન શરૂ કર્યું છે. પરંતુ શહેરના રહેવાસીઓએ અલ જઝીરા ન્યૂઝ એજન્સીને કહ્યું કે તાલિબાનોએ સોમવારે તેમનો મોટાભાગનો સમય કુન્દુઝ એરપોર્ટની નજીક પસાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર તાલિબાન એરપોર્ટથી ત્રણ કિમીની નજીક પહોંચી ગયું છે અને શહેરમાં લડાઈ ચાલી રહી છે. કાબુલથી કુંદુઝ સુધીના રસ્તા પર કેટલાક મહિનાઓથી તાલિબાનોનો કબજો છે. આવી સ્થિતિમાં, રહેવાસીઓને ડર છે કે એરપોર્ટ પર તાલિબાનનો કબજો ભયજનક પરિસ્થિતિનું નિર્માણ કરશે. આવી સ્થિતિમાં લોકોએ ઘરો ખાલી કરવા પડશે.

આ પણ વાંચો : Punjab: CM અમરિંદર સિંહ આજે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત, કેબિનેટમાં ફેરબદલ અંગે ચર્ચા થવાની સંભાવના

આ પણ વાંચો : Assam Mizoram Border Dispute: સીમા વિવાદ દાયકાઓથી ચાલી રહ્યો છે, એક રાતમાં ઉકેલી શકાય નહિ: CM હિમંત બિસ્વા

Published On - 9:56 am, Tue, 10 August 21

Next Article