Assam Mizoram Border Dispute: સીમા વિવાદ દાયકાઓથી ચાલી રહ્યો છે, એક રાતમાં ઉકેલી શકાય નહિ: CM હિમંત બિસ્વા

આ પહેલા મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ (Himant Biswa Sarma) આસામ અને મિઝોરમના વિવાદને લઈને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને આ મુદ્દે ચર્ચા કરી હતી.

Assam Mizoram Border Dispute: સીમા વિવાદ દાયકાઓથી ચાલી રહ્યો છે, એક રાતમાં ઉકેલી શકાય નહિ: CM હિમંત બિસ્વા
Himanta Biswa Sarma (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 9:50 AM

Assam Mizoram Border Dispute: આસામ મિઝોરમ બોર્ડર વિવાદ પર (Border Dispute) વાત કરતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma )જણાવ્યું હતુ કે,દાયકાઓથી ચાલી રહેલો વિવાદ એક રાતમાં ઉકેલી શકાતો નથી. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે,સરહદ પર શાંતિ પુન:સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ બંને રાજ્યો વચ્ચે સરહદી વિવાદ (Border Dispute) દાયકાઓ જૂનો અને એકદમ જટિલ છે. આવી સ્થિતિમાં તેનો ઉકેલ એક રાતમાં લાવી શકાય નહિ.

ઉલ્લેખનીય છે કે,આ પહેલા મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મળીને આ મુદ્દે ચર્ચા કરી હતી. ઉપરાંત મુખ્યપ્રધાને આસામના ભાજપના સાંસદો (BJP Leader) સાથે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.

શાંતિ પુન:સ્થાપિત કરવા માટે બેઠક યોજાઇ હતી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બંને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓએ આંતરરાજ્ય સરહદ (Inter state Border) પર શાંતિ પુન:સ્થાપિત કરવા માટે બેઠક કરી હતી.આપને જણાવવું રહ્યું કે, 26 જુલાઈના રોજ સરહદ અથડામણમાં આસામ પોલીસના 6 કર્મચારીઓ અને એક સામાન્ય વ્યક્તિનું મુત્યુ થયું હતુ અને 50થી વધુ લોકો ઘાયલ થયા બાદ પરિસ્થિતિ ઉગ્ર બની હતી.

આસામનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યના બોર્ડર એરિયા ડેવલપમેન્ટ મિનિસ્ટર (Border Area Development Minister) અતુલ બોરાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, બંને પક્ષો સરહદ પર શાંતિ જાળવવા માટે સંમત થયા હતા. ઉપરાંત આસામ સરકાર મિઝોરમમાં મુસાફરી માટે કરવામાં આવેલી મનાઈને પાછી ખેંચવાની વાત કરી હતી અને બે પડોશી રાજ્યો વચ્ચે વાહનોની અવરજવર પુન:સ્થાપિત કરવા માટે પગલાં લેવાનું જણાવ્યું હતું.

આસામના મુખ્યપ્રધાને મિઝોરમમાં મુસાફરી ન કરવા માટે અપીલ કરી હતી

ઉલ્લેખનીય છે કે,બંને રાજ્યો વચ્ચે થયેલી અથડામણને પગલે આસામના મુખ્યમંત્રી (Assam Chief Minister) હિમંત બિસ્વા સરમાએ લોકોને મિઝોરમ રાજ્યમાં મુસાફરી ન કરવા માટે અપીલ કરી હતી. ઉપરાંત બંને રાજ્યોએ વિવાદ ઉકેલવા માટે કેન્દ્ર સરકાર પાસે મદદની અપીલ કરી હતી. જણાવવું રહ્યું કે આસામ અને મિઝોરમ વચ્ચેની સરહદ 164.6 કિમી લાંબી છે.જેમાં મિઝોરમના(Mizoram)  આઇઝોલ, કોલાસિબ અને મમિત જિલ્લાઓ અને આસામના કચર, કરીમગંજ અને હૈલાકાંડી જિલ્લાઓ સાથે બંને રાજ્યોની (Two State Border) સરહદો જોડાયેલી છે.

આ પણ વાંચો: Delhi: જંતર મંતર પર ભડકાઉ નારેબાજી મામલે BJP નેતા અશ્વિની ઉપાધ્યાયને પોલીસનું તેડુ

આ પણ વાંચો: Jammu-Kashmir: આતંકવાદીઓએ CRPF પાર્ટી પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">