Sydney News: સિડની એરપોર્ટ પર ઈલેક્ટ્રિક કારની બેટરીમાં બ્લાસ્ટ થયો, બ્લાસ્ટના કારણે 4 કારમાં લાગી આગ
ફાયર એન્ડ રેસ્ક્યુ NSW સુપરિન્ટેન્ડેન્ટ એડમ ડેવબેરીએ જણાવ્યું હતું કે, બેટરીમાં આગ લાગવી અસામાન્ય નથી, ઇલેક્ટ્રિક વાહનો સત્તાવાળાઓ માટે ચિંતાનું કારણ નથી. તેમણે કહ્યુ કે, ઇવી બેટરી ઇ-સ્કૂટર અથવા ઇ-બાઇક જેવા નાના ઉપકરણોની સિસ્ટમથી ઘણી અલગ છે. અમે ઈ-વાહનની બેટરીમાં આગ લાગવાના ઘણા બનાવો જોયા નથી.
ફાયર એન્ડ રેસ્ક્યુ NSW અને એવિએશન રેસ્ક્યુ ફાયર ફાઇટીંગ સર્વિસે મેસ્કોટમાં એરપોર્ટ ડ્રાઇવના દક્ષિણ છેડે કંટ્રોલ ટાવર હેઠળ લાગેલી આગ અંગે જાણકારી આપી હતી. અગ્નિશામકોએ પુષ્ટિ કરી કે લગભગ 8:30 વાગ્યાની આસપાસ લક્ઝરી કારમાંથી દૂર કરવામાં આવેલી લિથિયમ-આયન બેટરીમાંથી બ્લાસ્ટ થયો હતો. તેના કારણે સિડની (Sydney) એરપોર્ટ પર પાર્ક કરેલી અન્ય 4 કારમાં આગ લાગી હતી.
બેટરીમાં આગ લાગવી અસામાન્ય નથી
ફાયર એન્ડ રેસ્ક્યુ NSW સુપરિન્ટેન્ડેન્ટ એડમ ડેવબેરીએ જણાવ્યું હતું કે, બેટરીમાં આગ લાગવી અસામાન્ય નથી, ઇલેક્ટ્રિક વાહનો સત્તાવાળાઓ માટે ચિંતાનું કારણ નથી. તેમણે કહ્યુ કે, ઇવી બેટરી ઇ-સ્કૂટર અથવા ઇ-બાઇક જેવા નાના ઉપકરણોની સિસ્ટમથી ઘણી અલગ છે. અમે ઈ-વાહનની બેટરીમાં આગ લાગવાના ઘણા બનાવો જોયા નથી. તે ખૂબ જ ઉચ્ચ ધોરણો અને નિયમનોને પૂર્ણ કરે છે.
આગ નજીકમાં પાર્ક કરેલી અન્ય કારમાં ફેલાઈ
તેમણે કહ્યુ કે, હું વાહનની બ્રાન્ડ જાણતો નથી, પરંતુ મને ખાતરી છે કે ઉત્પાદકોને તે અંગે તપાસ કરશે. આગ લાગતા પહેલા કારમાંથી બેટરી કેમ દૂર કરવામાં આવી તે સ્પષ્ટ નથી. આગ લાગી તે સમયે કાર પાર્કમાં અંદાજે 25 થી 30 કાર હતી. સુપરિન્ટેન્ડેન્ટ ડેવબેરીએ જણાવ્યું હતું કે, આ ઘટના વધુ ખરાબ હોઈ શકે છે. એવિએશન ક્રૂ ખૂબ જ ઝડપથી ઘટનાસ્થળે પહોંચ્યા અને આ આગને કાબૂને લેવામાં સફળ રહ્યા હતા. આગ નજીકમાં પાર્ક કરેલી અન્ય કારમાં પણ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
બેટરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું
ફાયર અને રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળને એરપોર્ટ તપાસકર્તાઓને સોંપતા પહેલા રાતભર બેટરીનું નિરીક્ષણ કર્યું હતું. લિથિયમ-આયન બેટરીમાં આગ લાગવાની ઘટનામાં, અગ્નિશામકો બેટરીને ઠંડું કરશે અને તેને ફરીથી ઇગ્નીશન અટકાવવા માટે પાણી સાથેના કન્ટેનરમાં મૂકશે.
આ પણ વાંચો : Sydney-Melbourne News: સિડની, મેલબોર્ન અને એડિલેડમાં ગરમી રેકોર્ડ તોડશે, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી
સુપરિન્ટેન્ડેન્ટ ડેવબેરીએ જણાવ્યું હતું કે જો કોઈ સ્પાર્ક થાય તો અગ્નિશામકો આખી રાત ઘટનાસ્થળે રહેશે. કારના માલિકોને હજુ સુધી જાણ કરવામાં આવી નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો