Sydney-Melbourne News: સિડની, મેલબોર્ન અને એડિલેડમાં ગરમી રેકોર્ડ તોડશે, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી
એડીલેડ, મેલબોર્ન અને સિડનીમાં આવતા સપ્તાહની શરૂઆતમાં 30C-35Cની સંભાવના સાથે તેમના સપ્ટેમ્બરના રેકોર્ડને તોડી શકે છે. આવતા સપ્તાહની શરૂઆતમાં, ખાસ કરીને દક્ષિણ-પૂર્વમાં ખૂબ જ ગરમી પડશે. એડિલેડમાં ગુરુવારે તાપમાન વધીને 28C સુધી પહોંચવાની ધારણા છે. આગલા અઠવાડિયે ગરમી ચાલુ રહેશે. સોમવારે તાપમાન 29C અથવા તેથી વધુ સુધી પહોંચશે.
ઓસ્ટ્રેલિયા (Australia) હીટવેવ માટે તૈયાર રહે કારણ કે ત્રણ મુખ્ય શહેરોમાં સંભવિત રીતે ગરમી રેકોર્ડ તોડી શકે છે. આગામી સપ્તાહે તાપમાન 35 ડીગ્રી સુધી વધવાની સાથે સપ્તાહના અંતમાં તાપમાનમાં વધારો થવાની ધારણા છે. સ્કાય ન્યૂઝના હવામાનશાસ્ત્રી રોબ શાર્પે ચેતવણી આપી હતી કે સિડની (Sydney), મેલબોર્ન (Melbourne) અને એડિલેડમાં સપ્ટેમ્બરના રેકોર્ડ બ્રેક ગરમી પડી શકે છે.
સપ્ટેમ્બરના રેકોર્ડને તોડી શકે
એડીલેડ, મેલબોર્ન અને સિડનીમાં આવતા સપ્તાહની શરૂઆતમાં 30C-35Cની સંભાવના સાથે તેમના સપ્ટેમ્બરના રેકોર્ડને તોડી શકે છે. આવતા સપ્તાહની શરૂઆતમાં, ખાસ કરીને દક્ષિણ-પૂર્વમાં ખૂબ જ ગરમી પડશે. એડિલેડમાં ગુરુવારે તાપમાન વધીને 28C સુધી પહોંચવાની ધારણા છે. આગલા અઠવાડિયે ગરમી ચાલુ રહેશે. સોમવારે તાપમાન 29C અથવા તેથી વધુ સુધી પહોંચશે.
આગામી સપ્તાહે તાપમાનમાં વધારો થશે
મોટાભાગના અનુમાન મોડલ 35C ની નજીક આગાહી કરી રહ્યા છે જે સપ્ટેમ્બર માટે રેકોર્ડ હશે. હવામાનશાસ્ત્ર બ્યુરોએ NSW અને મેલબોર્નને ચેતવણી આપી છે કે આગામી સપ્તાહે તાપમાનમાં વધારો થશે. સિડની સોમવારે 27C અને મંગળવારે 30C સુધી પહોંચવાની ધારણા છે, જે આ મહિનાના ગરમીના રેકોર્ડની નજીક છે. મેલબોર્નમાં તાપમાન સોમવાર અને મંગળવાર બંનેના રોજ 26C રહેવાની ધારણા છે.
કેનબેરામાં તાપમાન 25C અને 27C ની વચ્ચે રહેવાની ધારણા છે. પર્થમાં તાપમાન લગભગ 20 સુધી વધવાની ધારણા છે અને આગામી 24 કલાકમાં પવન સાથે ભારે વરસાદ પડશે. સમગ્ર પશ્ચિમી રાજ્યમાં ઠંડી માટેની ગંભીર હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી છે.
પર્થમાં 20 થી 40 mm વચ્ચે વરસાદ પડી શકે
બુધવારે વરસાદી સીસ્ટમ દરિયાકાંઠે આગળ વધશે અને તેની સાથે ભારે વરસાદ પડી શકે છે. જેમ જેમ તે આગળ વધશે તેમ પર્થમાં 20 થી 40 mm વચ્ચે વરસાદ પડી શકે છે અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદ દરમિયાન બુધવારે સવારે 100 કિમી/કલાક કે તેથી વધુની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
BOM ની મિરિયમ બ્રેડબરીએ news.com.au ને જણાવ્યું હતું કે, આ સામાન્ય કરતાં વધુ પવન લાવશે, જે પ્રકારનું હવામાન આપણે સામાન્ય રીતે વર્ષમાં માત્ર એક કે બે વાર જોતા હોઈએ છીએ. ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં વાતાવરણ સામાન્ય રહેવાની ધારણા છે, જેમાં તાપમાન 23Cની ટોચે પહોંચશે, જે રવિવારે ઘટીને 16C સુધી પહોંચી શકે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો